છત્તીસગઢમાં નક્સલીઓ સાથે સુરક્ષાદળોની અથડામણમાં 4 નક્સલીઓ ઠાર, એક જવાન શહીદ

છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં ચાર નક્સલવાદીઓ માર્યા ગયા હતા, જ્યારે એક હેડ કોન્સ્ટેબલ શહીદ થયા છે.. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ રવિવારે આ માહિતી આપી. તેમણે જણાવ્યું કે આ એન્કાઉન્ટરમાં ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ (DRG)ના હેડ કોન્સ્ટેબલ સન્નુ કરમ શહીદ થયા છે.

-> દક્ષિણ અબુઝહમાદના જંગલમાં નક્સલીઓ સાથે અથડામણ :- અધિકારીએ જણાવ્યું કે શનિવારે સાંજે નારાયણપુર, દંતેવાડા, જગદલપુર, કોંડાગાંવ જિલ્લાના DRG સાથે STF સુરક્ષા જવાનોની સંયુક્ત ટીમ નક્સલ વિરોધી અભિયાનમાં નારાયણપુર અને દંતેવાડા જિલ્લાની સરહદ પર દક્ષિણ અબુઝહમાદના જંગલમાં ગઈ હતી. જ્યાં નક્સલીઓ સાથે અથડામણ થઇ હતી,જેમાં ચાર નક્સલીઓને ઠાર કરાયા છે.

-> ચાર નક્સલવાદીઓના મૃતદેહ મળી આવ્યા :- તેમણે કહ્યું કે શનિવારે મોડી રાત્રે ગોળીબાર બંધ થયા બાદ ઘટનાસ્થળેથી ચાર નક્સલવાદીઓના શબ અને એકે-47 રાઇફલ અને સેલ્ફ-લોડિંગ રાઇફલ (SLR) સહિત અત્યાધુનિક હથિયારો મળી આવ્યા હતા. અધિકારીએ કહ્યું કે ડીઆરજી હેડ કોન્સ્ટેબલ સન્નુ કરમે પણ એન્કાઉન્ટરમાં જીવ ગુમાવ્યો છે.. તેમણે જણાવ્યું કે આ વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

-> વર્ષ 2025માં આ બીજું એન્કાઉન્ટર :- તમને જણાવી દઈએ કે છત્તીસગઢમાં વર્ષ 2025માં આ બીજું એન્કાઉન્ટર છે. આ પહેલા 3 જાન્યુઆરીએ છત્તીસગઢના ગારિયાબંદ જિલ્લામાં સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં સુરક્ષાદળોને ત્રણ નક્સલીઓને ઠાર કરવામાં સફળતા મળી હતી. કેટલાક અન્ય નક્સલવાદીઓ માર્યા ગયા અથવા ઘાયલ થયા હોવાના અહેવાલો પણ છે.

Related Posts

ગુજરાતમાં મેઘમહેર: ૨૦ જિલ્લાઓમાં વરસાદનું એલર્ટ, ખેડૂતોમાં હર્ષનો માહોલ!

ગુજરાત પર મેઘરાજાની કૃપા: ૨૦ જિલ્લાઓમાં તોફાની વરસાદનું એલર્ટ, અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત! ગાંધીનગર: ગુજરાતમાં ચોમાસાના સત્તાવાર આગમન પહેલાં જ વાતાવરણે પલટો માર્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ ભાગોમાં…

શહેરીકરણની નવી ક્રાંતિ: દિલ્હી-NCR માં આકાર લેશે ‘નમો સિટીઝ’, જાણો તેની મુખ્ય વિશેષતાઓ

‘નમો સિટીઝ’: દિલ્હી-NCR ના ભવિષ્ય માટેનું એક ક્રાંતિકારી શહેરી વિકાસ મોડેલ   નવી દિલ્હી: ભારત સરકાર દ્વારા દેશના શહેરીકરણના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ગણાય તેવો અત્યંત મહત્વકાંક્ષી ‘નમો સિટીઝ’ (Namo Cities)…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *