કિમ જોંગ ઉને નવા વર્ષ નિમિતે પુતિનને મોકલ્યો સંદેશ, ગણાવ્યા સૌથી પ્રિય મિત્ર

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને પત્ર લખ્યો છે. જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. નવા વર્ષ નિમિત્તે લખાયેલા આ પત્રમાં કિમ જોંગ ઉને વ્લાદિમીર પુતિનને પોતાના સૌથી પ્રિય મિત્ર ગણાવ્યા છે. આ પત્રમાં તેમણે બંને દેશો વચ્ચેના મજબૂત દ્વિપક્ષીય સંબંધોની પ્રશંસા કરી છે. ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર રશિયાના હુમલા બાદથી બંને દેશો એકબીજાની નજીક આવી ગયા છે. જેના કારણે બંને દેશો વચ્ચે રાજકીય, સૈન્ય અને સાંસ્કૃતિક સંબંધો પહેલા કરતા વધુ મજબૂત બન્યા છે.

-> જ્યારે પુતિન-કિમ જોંગ જૂનમાં એકબીજાને મળ્યા હતા :- પુતિને જૂનમાં ઉત્તર કોરિયાની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ઐતિહાસિક સંરક્ષણ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ સમજૂતી હેઠળ, જો કોઈપણ દેશને કોઈપણ હુમલાનો સામનો કરવો પડે છે, તો બંને દેશોને મદદ માટે એકબીજાને બોલાવવાનો અધિકાર હશે. કોરિયન સેન્ટ્રલ ન્યૂઝ એજન્સી (KCNA) એ કહ્યું કે કિમના નવા સંદેશમાં તેમણે પુતિનને પોતાના સૌથી પ્રિય મિત્ર ગણાવ્યા છે. ઉત્તર કોરિયાના નેતાએ કોરિયન લોકો વતી રશિયન લોકો અને તમામ રશિયન સૈન્ય કર્મચારીઓને હાર્દિક શુભેચ્છાઓ મોકલી

-> કિમ જોંગ ઉન રશિયાની નજીક કેમ આવી રહ્યા છે? :- કિમ જોંગ ઉને આશા વ્યક્ત કરી કે 2025 એ વર્ષ હશે જ્યારે રશિયન સૈન્ય અને લોકો નિયો-નાઝીવાદને હરાવીને એક મહાન વિજય પ્રાપ્ત કરશે. અમેરિકા અને દક્ષિણ કોરિયાએ પરમાણુ સંપન્ન ઉત્તર કોરિયા પર યુક્રેનની લડાઈમાં રશિયાને મદદ કરવા માટે 10,000 થી વધુ સૈનિકો મોકલવાનો આરોપ લગાવ્યો છે. નિષ્ણાંતોનું કહેવું છે કે કિમ મોસ્કોમાંથી નવી ટેક્નોલોજી મેળવવા આતુર છે. ઉત્તર કોરિયાના રાજ્ય મીડિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે પુતિને કિમને દ્વિપક્ષીય સંબંધોની પ્રશંસા કરતા સમાન સંદેશ મોકલ્યો હતો.

-> યુક્રેન સાથે યુદ્ધ લડી રહેલા રશિયાને કિમ જોંગનું સમર્થન :- રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન 2000માં પ્રથમ વખત ઉત્તર કોરિયાની મુલાકાતે ગયા હતા. આ પછી તે 2024માં ઉત્તર કોરિયા ગયા હતા. રશિયા યુક્રેન સામે યુદ્ધમાં છે ત્યારે પુતિનની આટલા લાંબા સમય પછી ઉત્તર કોરિયાની મુલાકાત ઘણી રીતે ખાસ રહી છે. જ્યારે રશિયા યુદ્ધને કારણે પશ્ચિમી દેશોના નિશાના પર છે, ત્યારે કિમ જોંગ તેમની સાથે ઉભા જોવા મળ્યા હતા. તેમણે યુક્રેન યુદ્ધમાં રશિયાને સંપૂર્ણ સમર્થન આપવાની જાહેરાત પણ કરી છે. આવી સ્થિતિમાં રશિયા પણ ઉત્તર કોરિયા સાથેની નિકટતા વધારવામાં કોઈ ખચકાટ નથી બતાવી રહ્યું.

Related Posts

Morbi Sahil Majothi Ukraine Prisoner Release : 13 મહિનાથી યુક્રેનની જેલમાં કેદ મોરબીના યુવાન માટે આશાનું કિરણ..

Ukraineમાં 13 મહિનાથી કેદ મોરબીના સાહિલ માજોથીની મુક્તિની આશા જાગી! વકીલ દીપા જોસેફ યુક્રેન પહોંચ્યાં, બ્રિગેડિયર જનરલે કહ્યું – ભારત સરકાર સંપર્ક કરે તો મુક્તિ માટે તૈયાર Ukraineની જેલમાં બંધ મોરબીના યુવાન સાહિલ માજોથીને સ્વદેશ પરત લાવવા માટે પ્રયાસો તેજ બન્યા છે. સુપ્રીમ કોર્ટનાં વકીલ દીપા જોસેફે યુક્રેન પહોંચીને ભારતીય રાજદૂત અને યુદ્ધકેદીઓના મામલાઓ સંભાળતા બ્રિગેડિયર જનરલ સાથે મુલાકાત કરી છે. વકીલના જણાવ્યા અનુસાર, યુક્રેનના અધિકારીઓએ સાહિલની મુક્તિ અંગે સકારાત્મક વલણ દર્શાવ્યું છે અને ભારત સરકાર તરફથી સત્તાવાર સંપર્ક તથા સંકલનની રાહ જોઈ રહ્યા છે. અહેવાલ: રફીક અજમેરી મોરબીના એક યુવાનને Ukraineની કસ્ટડીમાંથી મુક્ત કરાવી સ્વદેશ પરત લાવવાના પ્રયાસોમાં હવે નવી આશા જાગી છે. મોરબીનો યુવાન સાહિલ માજોથી છેલ્લા આશરે 13 મહિનાથી Ukraineની જેલમાં બંધ હોવાનું…

સુરેન્દ્રનગર Police પરિવારમાં નવા વર્ષની અનોખી ઉજવણી: SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન, પોલીસ પરિવાર એકસાથે મળ્યો

B india સુરેન્દ્રનગર : નવા વર્ષના પાવન અવસર નિમિત્તે સુરેન્દ્રનગર Police પરિવારમાં સ્નેહ, સૌહાર્દ અને આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના Police અધિક્ષક (SP) શ્રી પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને પોલીસ પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Police પરિવારના સભ્યો એકત્રિત થયા હતા અને એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ફરજની સતત વ્યસ્તતા વચ્ચે Police પરિવારના સભ્યોને એકબીજા સાથે સમય વિતાવવાની અને આનંદની પળો માણવાની સુંદર તક મળી હતી. SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન નવા વર્ષની શરૂઆત હંમેશાં નવી આશાઓ, નવા સંકલ્પો અને ખુશીઓ સાથે કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પણ નવા વર્ષના અવસરને યાદગાર બનાવવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક શ્રી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *