Government ગુજરાતમાં માર્ગ-મકાન વિભાગના કામોને મળશે ગતિ, ટેન્ડર મંજૂરી માટે 51થી 66 દિવસની સમયમર્યાદા
ગુજરાતમાં રસ્તા, પુલ અને Government મકાનો સહિતના પાયાના માળખાકીય વિકાસ કામોને વધુ ઝડપથી આગળ ધપાવવા રાજ્ય સરકારે ટેન્ડર મંજૂરી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ફેરફારો કર્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ અને બાંધકામના કામોમાં વહીવટી વિલંબ ઘટાડવા માટે ટેન્ડર મંજૂરીની વિવિધ કક્ષાએ મહત્તમ સમયમર્યાદા નક્કી કરવાનો નિર્ણય કર્યો છે.

Governmentના જણાવ્યા અનુસાર, નવા નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય ટેન્ડર પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરીને વિકાસકાર્યો સમયસર શરૂ કરાવવાનો છે. આ ઉપરાંત, ટેન્ડરની માન્યતા એટલે કે Tender Validityનો ગાળો પણ ઘટાડવામાં આવ્યો છે. અગાઉ 120 દિવસનો સમયગાળો હતો, જેને હવે ઘટાડીને 90 દિવસ કરવામાં આવ્યો છે.
-> ટેન્ડર મંજૂરી પ્રક્રિયા માટે સમયમર્યાદા નક્કી : પ્રવર્તમાન વ્યવસ્થામાં ટેન્ડર મંજૂરીની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવા માટે સામાન્ય રીતે 120 દિવસનો સમયગાળો ધ્યાને લેવામાં આવતો હતો. લાંબી વહીવટી પ્રક્રિયાને કારણે કેટલાક વિકાસ કામો શરૂ થવામાં વિલંબ થતો હોવાના સંદર્ભમાં હવે વિવિધ સ્તરે મહત્તમ સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.
Government જે ટેન્ડરોમાં ઇજારદારોની પૂર્વ પાત્રતાની જોગવાઈ નથી અને માત્ર Financial Bid હોય છે, તેવા ટેન્ડરોની પ્રક્રિયા મહત્તમ 51 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. આ સમયગાળામાં ક્ષેત્રીય કચેરીથી લઈને સચિવાલય અને નાણા વિભાગ સુધીની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવાની રહેશે.આ ઉપરાંત, જે કામોમાં ઇજારદારોની પૂર્વ પાત્રતાની જોગવાઈ હોય અને Technical Bid તથા Financial Bid એમ બે અલગ-અલગ બિડ હોય, તેવા ટેન્ડરો માટે સમગ્ર પ્રક્રિયા મહત્તમ 66 દિવસમાં પૂર્ણ કરવાની રહેશે. આ પ્રક્રિયામાં વિવિધ સ્તરે જરૂરી ચકાસણી અને મંજૂરીનો સમાવેશ થશે.
-> ટેન્ડર Validity 120 દિવસથી ઘટાડીને 90 દિવસ : Governmentના નિર્ણય મુજબ ટેન્ડરની માન્યતા એટલે કે Tender Validityનો સમયગાળો પણ ઘટાડવામાં આવ્યો છે. અગાઉ ટેન્ડરની માન્યતા 120 દિવસ સુધી રહેતી હતી, પરંતુ હવે તેને ઘટાડીને 90 દિવસ કરવામાં આવી છે.ટેન્ડરની માન્યતાનો સમયગાળો ઘટાડવાનો હેતુ પણ પ્રક્રિયાને ઝડપી બનાવવાનો છે. અધિકારીઓ અને સંબંધિત વિભાગો દ્વારા ટેન્ડરની પ્રક્રિયા નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે તે માટે આ ફેરફાર મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
-> અનાવશ્યક Negotiation ટાળવા સૂચના : ટેન્ડર પ્રક્રિયામાં વાટાઘાટ એટલે કે Negotiation અંગે પણ મહત્વપૂર્ણ સૂચનાઓ આપવામાં આવી છે. નિયમોનુસાર બહોળી પ્રસિદ્ધિ આપ્યા બાદ જો એકથી વધુ ટેન્ડર પ્રાપ્ત થાય, તો અનિવાર્ય સંજોગો સિવાય વાટાઘાટ કરવાની પ્રક્રિયા ટાળવાની રહેશે.જો કોઈ કિસ્સામાં વાટાઘાટ કરવી અનિવાર્ય બને, તો તે માત્ર એક જ સ્તરે એટલે કે સક્ષમ સત્તાધિકારીની કક્ષાએ પૂર્ણ કરવાની રહેશે. એક જ ટેન્ડર માટે અલગ-અલગ સ્તરે વારંવાર વાટાઘાટ કરવાની પ્રક્રિયા હાથ ધરી શકાશે નહીં.
આ વ્યવસ્થાનો ઉદ્દેશ્ય ટેન્ડર મંજૂરી પ્રક્રિયામાં થતો બિનજરૂરી સમય ઘટાડવાનો અને કામોની મંજૂરી ઝડપથી થાય તે સુનિશ્ચિત કરવાનો છે.
-> વિલંબ થાય તો જવાબદારી નક્કી કરાશે : મુખ્યમંત્રીના નિર્ણયમાં અધિકારીઓની જવાબદારી અંગે પણ સ્પષ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે. જો નિર્ધારિત સમયમર્યાદામાં કોઈ દરખાસ્તનો નિકાલ કરવામાં નહીં આવે, તો સંબંધિત કક્ષાએ વિલંબના કારણોની નોંધ લેવાની રહેશે.આ સાથે વિલંબ માટે જવાબદાર અધિકારીની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે. એટલે કે, નક્કી કરાયેલી સમયમર્યાદામાં પ્રક્રિયા પૂર્ણ ન થાય તો માત્ર વિલંબ નોંધવાનો નહીં, પરંતુ તેના કારણો અને જવાબદારી અંગે પણ કાર્યવાહી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
-> અધૂરી દરખાસ્ત માટે રજૂ કરનાર કક્ષા જવાબદાર : ટેન્ડર મંજૂરીની પ્રક્રિયામાં ઘણી વખત અધૂરી દરખાસ્તો રજૂ થવાથી પણ વિલંબ થઈ શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અધૂરી દરખાસ્તને કારણે થયેલા વિલંબની સંપૂર્ણ જવાબદારી જે તે દરખાસ્ત રજૂ કરનાર કક્ષાની રહેશે તેમ નક્કી કરવામાં આવ્યું છે.
આ વ્યવસ્થાથી સંબંધિત કચેરીઓ અને અધિકારીઓ દ્વારા દરખાસ્ત મોકલતા પહેલાં જરૂરી દસ્તાવેજો, વિગતો અને મંજૂરીઓની યોગ્ય રીતે ચકાસણી કરવામાં આવે તેવી અપેક્ષા છે. પરિણામે દરખાસ્ત એક કક્ષાથી બીજી કક્ષાએ પરત મોકલવાની અથવા જરૂરી માહિતીના અભાવે પ્રક્રિયા અટકવાની સ્થિતિ ઘટાડી શકાય છે.

-> Government રસ્તા, પુલ અને સરકારી મકાનોના કામોને ઝડપ : રાજ્ય Governmentના આ નિર્ણયનો સીધો સંબંધ રસ્તા, પુલ, સરકારી મકાનો સહિતના વિવિધ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સાથે છે. ટેન્ડર મંજૂરીની પ્રક્રિયા ઝડપી બનવાથી મંજૂરી બાદ કામો શરૂ કરવામાં પણ સમય ઓછો લાગી શકે છે.Governmentના જણાવ્યા પ્રમાણે, નવી સમયમર્યાદા અને જવાબદારીની વ્યવસ્થાના પરિણામે મંજૂરી પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે. સાથે જ વિકાસ કામો નિયત સમયમર્યાદામાં શરૂ થઈ શકે તે માટે વહીવટી તંત્રને વધુ જવાબદારીપૂર્વક કામગીરી કરવી પડશે.
-> Government પ્રજાજનોને વહેલી સગવડ મળવાની અપેક્ષા : રસ્તા, પુલ અને સરકારી ઈમારતો જેવા પ્રોજેક્ટ્સનો સીધો સંબંધ સામાન્ય નાગરિકોના દૈનિક જીવન સાથે છે. આવા કામો સમયસર શરૂ થાય અને પૂર્ણ થાય તો વાહનવ્યવહાર, જાહેર સેવાઓ તથા અન્ય માળખાકીય સુવિધાઓનો લાભ લોકોને વહેલો મળી શકે છે.રાજ્ય Governmentના જણાવ્યા મુજબ, વિકાસ અને બાંધકામના કામોને ઝડપી ગતિ મળવાથી પ્રજાજનોને જરૂરી સુવિધાઓ વહેલી ઉપલબ્ધ થશે અને Ease of Livingમાં પણ વધારો થશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય હેઠળ ટેન્ડર મંજૂરી માટે 51 અને 66 દિવસની મહત્તમ સમયમર્યાદા, Tender Validityમાં 120થી 90 દિવસનો ઘટાડો, અનાવશ્યક Negotiation ટાળવા સૂચના અને વિલંબની સ્થિતિમાં જવાબદારી નક્કી કરવા જેવી જોગવાઈઓ કરવામાં આવી છે. હવે આ સમયમર્યાદાનું યોગ્ય રીતે પાલન થાય અને વહીવટી પ્રક્રિયા વધુ ઝડપી બને તે મહત્વપૂર્ણ રહેશે.
- us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAFollow GRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





