B India અમદાવાદ : કાલુપુર રેલવે સ્ટેશન નજીક સારંગપુર બ્રિજ અઢી વર્ષ સુધી ટ્રાફિકની અવરજવર માટે બંધ રહેવાનો છે. સારંગપુર બ્રિજની જગ્યાએ નવો બ્રિજ બનાવવામાં આવશે, જેથી શહેર પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ 2 જાન્યુઆરી 2025થી 30 જૂન 2026 સુધી બ્રિજના બંને છેડા વાહનની અવરજવર માટે 24 કલાક બંધ રહેશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભારતીય રેલવે મળીને ₹439 કરોડના ખર્ચે સારંગપુર બ્રિજ અને કાલુપુર બ્રિજ બંનેના નવીનીકરણ માટે એક મોટો રિનોવેશન પ્રોજેક્ટ હાથ ધરશે. જો કે હાલની સ્થિતિએ માત્ર સારંગપુર બ્રિજ જ ટ્રાફિક માટે બંધ રહેશે.
આ બ્રિજ બંધ થવાના કારણે અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધશે. આ દરમિયાન દર્શાવ્યા મુજબ ડાયવર્ઝન આપવામાં આવશે.