Vadnagar Shravanotsav 2026: ઐતિહાસિક નગરી Spiritual Convergence વડનગરમાં શ્રાવણની ભવ્ય ઉજવણી

Vadnagar શ્રાવણોત્સવમાં ઉમટ્યું પ્રવાસીઓનું ઘોડાપૂર: ચાર રવિવારે 53,515થી વધુ પ્રવાસીઓએ માણ્યો ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો સંગમ

શર્મિષ્ઠા તળાવના રમણીય કિનારે શિવ આરાધના, સંગીત, નૃત્ય, હુડો રાસ અને લાઇટ એન્ડ સાઉન્ડ શો બન્યા આકર્ષણનું કેન્દ્ર

ગાંધીનગર, તા. 7 સપ્ટેમ્બર, 2026:
ઐતિહાસિક નગરી Vadnagarમાં આ વર્ષે શ્રાવણ માસ દરમિયાન ભક્તિ અને સંસ્કૃતિનો અદભૂત સંગમ જોવા મળ્યો હતો. ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પવિત્ર શ્રાવણ માસના દર રવિવારે શર્મિષ્ઠા તળાવના મુખ્ય ઘાટ ખાતે આયોજિત **‘વડનગર શ્રાવણોત્સવ’**ને પ્રવાસીઓ અને શ્રદ્ધાળુઓનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. ચારેય રવિવારે મોટી સંખ્યામાં પ્રવાસીઓ વડનગર પહોંચ્યા હતા અને શિવ આરાધના સાથે સંગીત, નૃત્ય, લોકસંસ્કૃતિ તથા ઐતિહાસિક વારસાનો અનુભવ કર્યો હતો. શર્મિષ્ઠા તળાવના મનોહર કિનારે યોજાયેલા આ મહોત્સવે Vadnagarને શ્રાવણ માસ દરમિયાન એક વિશિષ્ટ સાંસ્કૃતિક પ્રવાસન સ્થળ તરીકે પ્રસ્થાપિત કર્યું હતું. ખાસ કરીને સાંજના સમયે યોજાતા સાંસ્કૃતિક કાર્યક્રમો, ભવ્ય લાઇટિંગ અને લાઇટ એન્ડ સાઉન્ડ શોએ સમગ્ર પરિસરને આકર્ષક બનાવી દીધું હતું.

-> પ્રથમ રવિવારથી જ ભક્તિમય માહોલ :- શ્રાવણોત્સવનો પ્રારંભ 16 ઓગસ્ટ, 2026ના રોજ થયો હતો. પ્રથમ રવિવારે ગણેશ વંદના સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ શિવ તાંડવ, શિવ પંચાક્ષર સ્તોત્રમ, શંખનાદ અને ઘંટનાદ સાથે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. વૈદિક રુદ્રપાઠ, શિવ કથા અને શિવ ભજનોની રજૂઆતથી ઉપસ્થિત શ્રદ્ધાળુઓમાં આધ્યાત્મિક ભાવના વધુ ગાઢ બની હતી. પ્રથમ જ દિવસે મોટી સંખ્યામાં પ્રવાસીઓએ કાર્યક્રમની મુલાકાત લેતા આગામી રવિવારો માટે પણ ઉત્સાહનો માહોલ સર્જાયો હતો.

Vadnagar

-> બીજા રવિવારે શાસ્ત્રીય સંગીત અને નૃત્યની મોહક રજૂઆત :- 23 ઓગસ્ટ, 2026ના રોજ યોજાયેલા બીજા રવિવારના કાર્યક્રમમાં ગણેશ વંદના નૃત્ય, સિતાર અને વાંસળીની સુંદર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. ક્લાસિકલ પર્ફોર્મન્સ સાથે ‘ભૂ શંભુ’ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ શિવ આરતી અને શિવ સંગીત આધારિત વિવિધ પ્રસ્તુતિઓએ શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. સંગીતના સુમધુર સૂર અને શિવભક્તિના વાતાવરણ વચ્ચે પ્રવાસીઓએ શર્મિષ્ઠા તળાવના કુદરતી સૌંદર્યનો પણ આનંદ માણ્યો હતો.

-> ત્રીજા રવિવારે Vadnagarની વિરાસતનો પરિચય :- 30 ઓગસ્ટ, 2026ના રોજ યોજાયેલા ત્રીજા રવિવારના કાર્યક્રમમાં ગણેશ વંદના બાદ Vadnagarના આરાધ્ય દેવ હાટકેશ્વર મહાદેવ તથા Vadnagarના ઐતિહાસિક મહત્વને રજૂ કરવામાં આવ્યું હતું. શિવ સ્તુતિ, શિવ તાંડવ અને ઓમકાર નાદ સાથે શાસ્ત્રીય સંગીતની રજૂઆતે કાર્યક્રમને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક રંગ આપ્યો હતો. આ દિવસે ખાસ કરીને તરણેતરના મેળાના હુડો રાસની રજૂઆત આકર્ષણનું કેન્દ્ર બની હતી. લોકસંગીત અને લોકનૃત્યની આ રજૂઆતથી ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિની ઝલક પ્રવાસીઓને જોવા મળી હતી. શિવ ભજનો અને ગીતોએ પણ ઉપસ્થિત શ્રોતાઓને ભાવવિભોર કર્યા હતા.

-> અંતિમ રવિવારે ભવ્ય શિવ આરતીથી શ્રાવણોત્સવનું સમાપન :- 6 સપ્ટેમ્બર, 2026ના રોજ શ્રાવણોત્સવના અંતિમ રવિવારે સાંસ્કૃતિક કાર્યક્રમોની શ્રેણીમાં શિવ તાંડવ સ્તોત્રમ આધારિત પ્રભાવશાળી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કલાકારો દ્વારા જીવંત સંગીત સાથે શિવ ભજનોની રજૂઆત કરવામાં આવી હતી, જેમાં નૃત્ય કલાકારોએ પણ સુંદર સાથ આપ્યો હતો. મહોત્સવના અંતિમ તબક્કામાં સમગ્ર શર્મિષ્ઠા તળાવ પરિસર ભક્તિમય બની ગયું હતું. 11 બ્રાહ્મણો અને 14 કલાકારો દ્વારા શંખનાદ, ઘંટનાદ અને ઢોલના નાદ સાથે ભવ્ય શિવ આરતી કરવામાં આવી હતી. આ ભવ્ય આરતી સાથે શ્રાવણોત્સવનું સમાપન થયું હતું.

-> ચાર રવિવારે 53,515 પ્રવાસીઓની મુલાકાત :- Vadnagar શ્રાવણોત્સવ દરમિયાન પ્રવાસીઓની સંખ્યામાં સતત વધારો જોવા મળ્યો હતો. આંકડા પ્રમાણે 16 ઓગસ્ટે 10,427, 23 ઓગસ્ટે 13,644, 30 ઓગસ્ટે 14,048 અને 6 સપ્ટેમ્બરે 15,396 પ્રવાસીઓએ Vadnagarની મુલાકાત લીધી હતી. આમ, ચારેય રવિવારે કુલ 53,515 પ્રવાસીઓ Vadnagar પહોંચ્યા હતા. સાંજે યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ પ્રવાસીઓનો ઉત્સાહ નોંધપાત્ર રહ્યો હતો. 16 ઓગસ્ટે 2,573, 23 ઓગસ્ટે 3,305, 30 ઓગસ્ટે 4,330 અને 6 સપ્ટેમ્બરે 5,266 પ્રવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમ, ચારેય સાંસ્કૃતિક કાર્યક્રમોમાં કુલ 15,474 પ્રવાસીઓ જોડાયા હતા.

-> લાઇટિંગ અને લાઇટ એન્ડ સાઉન્ડ શોએ વધારી ભવ્યતા :- શ્રાવણોત્સવ દરમિયાન શર્મિષ્ઠા તળાવ અને કાર્યક્રમ સ્થળ પર ગુજરાત પ્રવાસન દ્વારા વિશેષ લાઇટિંગ અને સુશોભન કરવામાં આવ્યું હતું. સાંજ પડતાં જ રંગબેરંગી લાઇટિંગથી ઐતિહાસિક પરિસરનું સૌંદર્ય વધુ ખીલી ઊઠતું હતું. લાઇટ એન્ડ સાઉન્ડ તથા લેસર શોએ પ્રવાસીઓને ભક્તિ સાથે એક અનોખો દૃશ્ય અનુભવ પણ કરાવ્યો હતો. આ આયોજનથી શર્મિષ્ઠા તળાવ માત્ર ધાર્મિક કાર્યક્રમનું સ્થળ ન રહેતાં સાંસ્કૃતિક અને પ્રવાસન આકર્ષણ તરીકે પણ ઉભરી આવ્યું હતું.

-> શ્રાવણોત્સવ સાથે Vadnagarની ઐતિહાસિક વિરાસતની મુલાકાત :- શ્રાવણોત્સવમાં આવેલા પ્રવાસીઓ માટે Vadnagarની સમૃદ્ધ ઐતિહાસિક વિરાસતને જાણવાની પણ ઉત્તમ તક મળી હતી. પ્રવાસીઓ હાટકેશ્વર મહાદેવ મંદિર, કીર્તિ તોરણ, શર્મિષ્ઠા તળાવ, તાના-રીરીની સમાધિ તેમજ Vadnagarના ઐતિહાસિક અને પુરાતત્વીય મ્યુઝિયમ જેવા સ્થળોની મુલાકાત લઈ શક્યા હતા. આ રીતે ધાર્મિક કાર્યક્રમ સાથે ઐતિહાસિક સ્થળોની મુલાકાતે પ્રવાસીઓને Vadnagarના ભવ્ય ભૂતકાળ અને સાંસ્કૃતિક વારસાનો નજીકથી પરિચય કરાવ્યો હતો.

-> વિશ્વ ફલક પર વડનગરની ઓળખ મજબૂત કરવાનો પ્રયાસ :- ‘વડનગર શ્રાવણોત્સવ’ દ્વારા ગુજરાત પ્રવાસન નિગમે ભક્તિ, સંગીત, લોકકલા, શાસ્ત્રીય કલા અને ઐતિહાસિક વારસાને એક મંચ પર લાવવાનો સફળ પ્રયાસ કર્યો છે. ચાર રવિવારે 53,515 પ્રવાસીઓની મુલાકાત એ આ મહોત્સવની લોકપ્રિયતાનો સ્પષ્ટ સંકેત છે. શર્મિષ્ઠા તળાવના રમણીય કિનારે યોજાયેલા આ મહોત્સવે પ્રવાસીઓને માત્ર શિવભક્તિનો અનુભવ જ કરાવ્યો નથી, પરંતુ વડનગરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક સમૃદ્ધિ સાથે પણ પરિચિત કરાવ્યા છે. ભવ્ય લાઇટિંગ, લાઇટ એન્ડ સાઉન્ડ શો, શાસ્ત્રીય સંગીત, લોકનૃત્ય અને ભક્તિ સંગીતના સંગમથી આ વર્ષનો શ્રાવણોત્સવ પ્રવાસીઓ માટે યાદગાર બની રહ્યો છે. ગુજરાત પ્રવાસન દ્વારા કરવામાં આવેલા આ આયોજનથી વડનગરની સાંસ્કૃતિક ધરોહરને વધુ વ્યાપક સ્તરે ઉજાગર કરવાની સાથે ધાર્મિક અને વારસા આધારિત પ્રવાસનને પણ પ્રોત્સાહન મળ્યું છે.

Related Posts

Patan News 2026: કિંજલ રબારી અપહરણના હાઈડ્રામાનો વળતો પ્રહાર Tension and Escalation

કિંજલ રબારી અપહરણ વિવાદ વચ્ચે સીનાડ ગામે પોલીસ પર ટોળાનો હુમલો, PSI સહિત પોલીસકર્મીઓ ઘાયલ Patan 50થી વધુ લોકોના ટોળાએ પોલીસને ઘેરી હુમલો કર્યો; મંદિર દર્શનના મુદ્દે વિવાદ બાદ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત Patan: ગુજરાતી સિંગર કિંજલ રબારી સાથે જોડાયેલા અપહરણના વિવાદ વચ્ચે રાધનપુર તાલુકાના સીનાડ ગામમાં પોલીસ પર ટોળા દ્વારા હુમલો કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. ગામમાં અગાઉથી પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવા છતાં સોમવારે અગિયારસના દિવસે લાખનેશ્વર મહાદેવ મંદિરે દર્શન કરવા જવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો. મામલો ઉગ્ર બનતાં 50થી 60 જેટલા લોકોના ટોળાએ પોલીસકર્મીઓ સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ પોલીસ પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે. Patan આ હુમલાની ઘટનામાં રાધનપુર પોલીસ સ્ટેશનના PSI એચ.વી. ચૌધરી સહિત અન્ય…

Mandva-Chandod Development 2026: માંડવા–ચાંદોદમાં ‘સ્વચ્છતા સે સ્વાગત’ મહાઅભિયાન Infrastructure Growth

વડાપ્રધાનશ્રીના સ્વાગત પૂર્વે Mandva-Chandod ખાતે ‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાન રૂ. ૪.૫૧ કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ, યાત્રિકોની સુવિધામાં થશે વધારો; સેવાસેતુ કેમ્પનો નાગરિકોએ લીધો લાભ વડોદરા: વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આગમનને અનુલક્ષીને વડોદરા જિલ્લાના Mandva-Chandod વિસ્તારમાં સ્વચ્છતા અને વિકાસલક્ષી કામગીરીને વેગ આપવામાં આવ્યો છે. વડાપ્રધાનશ્રીના સ્વાગત પૂર્વે Mandva-Chandod ખાતે ‘સ્વચ્છતા સે સ્વાગત’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છ અને સુંદર પરિસર તૈયાર કરીને વડાપ્રધાનશ્રીનું સ્વાગત કરવાની સાથે નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ અને જવાબદારીની ભાવના મજબૂત કરવાનો હતો. આ સ્વચ્છતા અભિયાનમાં ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા પણ સહભાગી બન્યા હતા. સ્થાનિક આગેવાનો, વિવિધ પ્રતિનિધિઓ અને નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક સ્વચ્છતા કામગીરીમાં જોડાઈને જાહેર સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવામાં યોગદાન આપ્યું હતું. અભિયાન દરમિયાન વિસ્તારના વિવિધ સ્થળોએ સફાઈ…

One thought on “Vadnagar Shravanotsav 2026: ઐતિહાસિક નગરી Spiritual Convergence વડનગરમાં શ્રાવણની ભવ્ય ઉજવણી

Comments are closed.