પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની પુત્રી શર્મિષ્ઠા મુખર્જીએ પૂર્વ વડાપ્રધાન ડૉ.મનમોહન સિંહ માટે અલગ સ્મારક બનાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપેલા કૉંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેના પ્રસ્તાવની ટીકા કરી છે. શર્મિષ્ઠાએ આ અંગે તીખી પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોંગ્રેસ નેતૃત્વએ તેમના પિતાના અવસાન બાદ કોઈ શોકસભા પણ બોલાવી નહોતી..શર્મિષ્ઠા મુખર્જીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં આરોપ લગાવ્યો છે કે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) એ ઓગસ્ટ 2020 માં તેમના પિતાના અવસાન પર કોઈ શોકસભા પણ યોજી ન હતી.
-> કોંગ્રેસના વલણ પર નારાજગી :- આ સાથે તેમણે એમ પણ કહ્યું કે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ તેમને કહ્યું હતું કે ભારતીય રાષ્ટ્રપતિ માટે આવી બેઠકોનું આયોજન કરવામાં આવતું નથી, જેને તેમણે “અત્યંત વાહિયાત” ગણાવી હતી.પ્રણવ મુખર્જીની પુત્રીએ કોંગ્રેસના વલણ પર નારાજગી વ્યક્ત કરી હતી શર્મિષ્ઠાએ એ પણ ખુલાસો કર્યો કે તેને તેના પિતાની ડાયરીમાંથી જાણવા મળ્યું છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે.આર. નારાયણનના નિધન પર કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી અને શોક સંદેશનો ડ્રાફ્ટ પણ તેમના પિતા પ્રણવ મુખર્જીએ તૈયાર કર્યો હતો. તેમણે કોંગ્રેસના આ વલણ પર ભારે નારાજગી વ્યક્ત કરી હતી.
-> કોંગ્રેસે 2004માં પીવી નરસિમ્હા રાવનું સ્મારક બનાવ્યું ન હતુઃ શર્મિષ્ઠા :- ભાજપના નેતા સી.આર. કેસવનની પોસ્ટ પણ ટાંકવામાં આવી હતી જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે કેવી રીતે કોંગ્રેસે પક્ષના અન્ય નેતાઓની અવગણના કરી કારણ કે તેઓ “ગાંધી પરિવાર”ના સભ્ય ન હતા. તેમણે એ પણ યાદ અપાવ્યું કે કોંગ્રેસે 2004 માં મૃત્યુ પામેલા ભૂતપૂર્વ વડા પ્રધાન પીવી નરસિમ્હા રાવ માટે દિલ્હીમાં કોઈ સ્મારક બનાવ્યું નથી, ન તો દિલ્હીમાં તેમના અંતિમ સંસ્કાર કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.