ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) પાર્ટીના નેતા ફવાદ ચૌધરીએ પૂર્વ ભારતીય પીએમ મનમોહન સિંહને તેમના નિધન પર શ્રદ્ધાંજલિ આપી. ફવાદ ચૌધરીએ એક્સ પર લખ્યું, ‘ડૉ. મનમોહન સિંહના નિધન વિશે જાણીને દુઃખ થયું. આજે ભારત જે આર્થિક સ્થિરતા માણી રહ્યું છે તે મોટાભાગે તેમની દૂરંદેશી નીતિઓને કારણે છે,
-> ફવાદ ચૌધરીએ વીડિયો જાહેર કર્યો :- પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ પૂર્વ પીએમ મનમોહન સિંહના નિધન પર એક વીડિયો જાહેર કર્યો અને કહ્યું કે થોડા સમય પહેલા જ મને ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના નિધનના સમાચાર મળ્યા. મનમોહન સિંહ જીનો જન્મ અમારા જેલમ જિલ્લાના કાલા ગામમાં થયો હતો, જ્યાં તેમણે તેમનું શિક્ષણ મેળવ્યું હતું, તેઓ ભારત આવ્યા હતા. ભારતની વર્તમાન આર્થિક સમૃદ્ધિ મોટાભાગે મનમોહન સિંહજીના વિઝનનું પરિણામ છે, જેના પર આજે ભારત ઊભું છે
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પણ તેમના પુસ્તકમાં મનમોહનસિંહની ખુબ પ્રશંસા કરેલી છે. તેમણે મનમોહનસિંહને બુદ્ધિમાન, વિચારશીલ અને નિષ્ઠાવાન નેતા ગણાવ્યા હતા.તેમણે મનમોહનસિંહને ભારતમાં આવેલા આર્થિક બદલાવના શિલ્પી કહ્યા હતા અને કહ્યું હતું કે જ્યારે મનમોહનસિંહ બોલે છે ત્યારે આખી દુનિયા સાંભળે છે.