સેરવાય વનઅધિકાર સમિતિના પ્રમુખે ખેડૂતોને આપ્યું સમર્થન, “વર્ષોથી ખેડાણ કરતા ખેડૂતોના હકોનો યોગ્ય નિકાલ થાય તો વિવાદ ટાળી શકાય”
નર્મદાના સાગબારામાં જંગલ જમીન ખેડાણના હકને લઈને આદિવાસી ખેડૂતોનું આંદોલન 11મા દિવસે પણ યથાવત રહ્યું છે. 12 ગામોના ખેડૂતો પોતાના હકની માગ સાથે ધરણાં કરી રહ્યા છે. દરમિયાન સેરવાય વનઅધિકાર સમિતિના પ્રમુખ નરપટ વસાવા ખેડૂતોના સમર્થનમાં ધરણાં સ્થળે પહોંચ્યા હતા. તેમણે ખેડૂતોની માગણી યોગ્ય હોવાનું જણાવી વર્ષોથી જમીન ખેડતા ખેડૂતોના વનઅધિકારના પેન્ડિંગ ઠરાવોનો વહેલી તકે નિકાલ કરવાની માંગ કરી હતી.
નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલ જમીન ખેડાણના હકને લઈને આદિવાસી ખેડૂતોની લડત વધુ લંબાઈ રહી છે. પોતાના હકની માગ સાથે ખેડૂતો દ્વારા શરૂ કરાયેલા ધરણાંનો આજે 11મો દિવસ છે. 12 ગામોના ખેડૂતો હજુ પણ ધરણાં પર બેસીને સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે.

આ પણ વાંચો – Gujarat યુનિવર્સિટી ડેટા લીક: હોલ ટિકિટની વિગતો ઓનલાઈન વાયરલ થતાં વિવાદ… Inspiring Resilience,26
“હક નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે” તેવા અભિગમ સાથે આંદોલનના 11મા દિવસે સેરવાય વનઅધિકાર સમિતિના પ્રમુખ નરપટ વસાવા પણ ખેડૂતોના સમર્થનમાં ધરણાં સ્થળે પહોંચ્યા હતા. તેમણે 12 ગામોના લોકોની હકની માગણી યોગ્ય હોવાનું જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ, વર્ષ 2002થી જંગલ જમીન પર ખેડાણ કરતા ખેડૂતોને પોતાની જમીન ખેડવાનો હક મળવો જોઈએ. વન અધિકાર સંબંધિત જોગવાઈઓનો ઉલ્લેખ કરતાં તેમણે લાંબા સમયથી જમીન ખેડતા ખેડૂતોને અટકાવવાને બદલે તેમના હક અંગે યોગ્ય નિર્ણય કરવાની વાત કરી હતી.

આ પણ વાંચો – દાઉદ ઇબ્રાહિમના નેટવર્ક સાથે જોડાયેલા અખ્તર મર્ચન્ટની દિલ્હી એરપોર્ટ પરથી ધરપકડ
નરપટ વસાવાએ ઉમરપાડાના ખેડૂત ભાઈઓને પણ આદિવાસી સમાજ એક થઈને રહેવાની સલાહ આપી હતી. વનઅધિકાર સમિતિના પેન્ડિંગ ઠરાવોનો યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તો વિવાદ ટાળી શકાય તેમ હોવાનું તેમણે જણાવ્યું હતું. હાલ ખેડૂતો અહિંસક રીતે આંદોલન ચલાવી રહ્યા છે અને જ્યાં સુધી તેમના હકોનો નિકાલ નહીં થાય ત્યાં સુધી સરકાર સામે લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવા સંકેતો વચ્ચે સમગ્ર મામલે સરકારના નિર્ણય પર સૌની નજર છે.
Follow us on
- WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
- WEBSITE : https://bindia.co/
- INSTAGRAM : https:// bindia.in
- FACEBOOK : https://www.facebook.com/buletinindialive
- X : https://x.com/bindia276





