પાકિસ્તાની સેનાએ મંગળવારે તેના પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં હવાઈ હુમલા કર્યા હતા. તમને જણાવી દઈએ કે 24 ડિસેમ્બરની રાત્રે થયેલા આ હુમલાઓમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા હતા. હવે સવાલ એ છે કે જો તાલિબાન અને પાકિસ્તાની સેના આમને-સામને આવે તો કોણ જીતશે? આજે અમે તમને તેના વિશે જણાવીશું.
-> અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઈ હુમલો :- તમને જણાવી દઈએ કે પાકિસ્તાની વાયુસેનાના લડાકુ વિમાનોએ મંગળવારે રાત્રે પક્તિકા પ્રાંતના બર્મલ જિલ્લાના લામન સહિત સાત ગામોને નિશાન બનાવ્યા છે. પાકિસ્તાની અધિકારીઓએ આ હુમલામાં તાલિબાનના એક ટ્રેનિંગ કેમ્પને નષ્ટ કરવાનો અને ઘણા આતંકવાદીઓને માર્યા હોવાનો દાવો કર્યો છે. ખામા પ્રેસના અહેવાલ મુજબ 24 ડિસેમ્બરની રાત્રે થયેલા આ હુમલાઓમાં મહિલાઓ અને બાળકો સહિત ઓછામાં ઓછા 15 લોકોના મોત થયા છે, મૃત્યુઆંક વધી શકે છે.
-> તાલિબાન અને પાકિસ્તાની સેના વચ્ચે કોણ મજબૂત છે? :- તમને જણાવી દઈએ કે 145 દેશોની રેન્કિંગમાં પાકિસ્તાન 9મા નંબર પર છે. પાકિસ્તાનની સૈન્ય તાકાત તાલિબાન કરતા ઘણી વધારે છે. ગ્લોબલ ફાયરપાવરના રિપોર્ટ અનુસાર પાકિસ્તાનમાં સક્રિય સૈનિકોની કુલ સંખ્યા 6,54,000થી વધુ છે. એટલું જ નહીં, પાકિસ્તાન પાસે કુલ 1,434 એરક્રાફ્ટ અને 60 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે, જ્યારે 4 એરિયલ રિફ્યુલર એરક્રાફ્ટ પણ છે. પાકિસ્તાન પાસે 3,742 ટેન્ક અને 50 હજારથી વધુ સશસ્ત્ર વાહનો છે. આ સિવાય 602 રોકેટ લોન્ચર, 752 સેલ્ફ-પ્રોપેલ્ડ આર્ટિલરી, 2 ડિસ્ટ્રોયર બોટ, 8 સબમરીન અને 114 નેવલ શિપ પણ છે. પાકિસ્તાન પાસે 387 ફાઈટર જેટ છે.
-> અમેરિકાએ તાલિબાન પાસે હથિયારોનો ભંડાર છોડી દીધો છે :- પાકિસ્તાનની સામે તાલિબાનની સેનાની સંખ્યા ઘણી ઓછી છે. પરંતુ 2021માં અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સૈનિકોના ગયા પછી, તાલિબાને અમેરિકા દ્વારા છોડી જવાયેલો શસ્ત્રોનો જથ્થો પોતાના કબ્જામાં લઇ લીધો છે. ફોર્બ્સ અનુસાર, અમેરિકાએ અફઘાનિસ્તાનમાં 8,84,311 આધુનિક સૈન્ય ઉપકરણો છોડી દીધા છે. તેમાં M16 રાઇફલ, M4 કાર્બાઇન, 82 mm મોર્ટાર લોન્ચર, બ્લેક હોક હેલિકોપ્ટર, A29 ફાઇટર એરક્રાફ્ટ, નાઇટ વિઝન, કમ્યુનિકેશન અને સર્વેલન્સમાં વપરાતા સાધનો જેવા પાયદળ હથિયારો સાથેના લશ્કરી વાહનોનો સમાવેશ થાય છે. આ હથિયારોની સંખ્યા લાખોમાં છે.