લગ્નને લઈને સુપ્રીમ કોર્ટે મહત્વની ટિપ્પણી કરી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે લગ્ન એ કોઈ વ્યવસાયિક સાહસ નથી અને મહિલાઓ માટે કાયદાની જોગવાઈઓ તેમના કલ્યાણ માટે છે અને તેમના પતિઓને સજા કરવા માટે નથી. કોર્ટે આ ટિપ્પણી એક કેસની સુનાવણી દરમિયાન કરી હતી. જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ પંકજ મિથલની બેન્ચે કહ્યું કે હિંદુ લગ્ન એક પવિત્ર પ્રથા છે. આ પરિવારનો પાયો છે. આ કોઈ વ્યાપારી સાહસ નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહિલાઓએ એ વાતનું ધ્યાન રાખવાની જરૂર છે કે કાયદાની આ કડક જોગવાઈઓ તેમના પોતાના કલ્યાણ માટે છે અને તેમના પતિને સજા કરવા, ડરાવવા, વર્ચસ્વ મેળવવા કે તેમના પાસેથી જબરજસ્તી વસુલી માટે નથીફોજદારી કાયદાની જોગવાઈઓ મહિલાઓની સુરક્ષા અને સશક્તિકરણ માટે છે પરંતુ કેટલીકવાર કેટલીક મહિલાઓ તેનો દુરુપયોગ કરે છે. અને એવા ઉદ્દેશ્યો માટે તેનો ઉપયોગ કરે છે, જેના માટે તે બનાવાયા નથી
-> કેટલીક મહિલાઓ કાયદાનો દુરુપયોગ કરે છે – SC :- જસ્ટિસ બીવી નાગરથના અને જસ્ટિસ પંકજ મિથલની ખંડપીઠે અલગ રહેતા કપલના લગ્નને રદ્દ કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. આ કેસમાં પતિને એક મહિનાની અંદર તેની છૂટી ગયેલી પત્નીને ભરણપોષણ તરીકે 12 કરોડ રૂપિયા ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
-> બેન્ચે કહ્યું કે આ સંબંધ સંપૂર્ણપણે તૂટી ગયો છે. તેથી લગ્ન સમાપ્ત કરવાનો આદેશ આપ્યો :- જો કે, કોર્ટે એવા કિસ્સાઓ પર ચિંતા વ્યક્ત કરી કે જ્યાં કેટલીક મહિલાઓ, ગુનાની ગંભીરતાને જોતા, કાયદાનો દુરુપયોગ કરે છે અને તેમના પતિ અને તેમના પરિવારો પર તેમની માંગણીઓ પૂરી કરવા દબાણ કરે છે.સુપ્રીમ કોર્ટે કહ્યું કે પોલીસ કેટલીકવાર પસંદગીના કેસોમાં ઉતાવળમાં કામ કરે છે. વૃદ્ધ અને પથારીવશ માતા-પિતા અને દાદા-દાદી સહિત પતિ અથવા તેના સંબંધીઓની ધરપકડ કરે છે. FIRમાં ગુનાની ગંભીરતાને કારણે ટ્રાયલ કોર્ટ આરોપીઓને જામીન આપવાનું ટાળે છે.