સુરતમાં 2 કલાકમાં 4.41 ઇંચ વરસાદ: રસ્તાઓ નદી બન્યા, ઘૂંટણસમા પાણીમાં વાહનો ફસાયા

સુરત શહેરમાં સોમવારે બપોર બાદ પડેલા ધોધમાર વરસાદે જનજીવનને ભારે અસર પહોંચાડી હતી. માત્ર બે કલાકમાં 4.41 ઇંચ વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ સર્જાયો હતો, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાતાં વાહનચાલકો અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
ભારે વરસાદના કારણે અડાજણ, સલાબતપુરા, કતારગામ, વરાછા, પાલનપુર, ઉધના સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. કેટલાક વિસ્તારોમાં ડ્રેનેજનું પાણી પાછું વળતાં રસ્તાઓ પર ગંદુ પાણી ફરી વળ્યું હતું. મુખ્ય રસ્તાઓ ઉપરાંત આંતરિક માર્ગો પણ પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો.

રાજ્યમાં સુરતમાં સૌથી વધુ વરસાદ
ગુજરાતમાં સોમવારે મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 98 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. તેમાં સુરત શહેરમાં સૌથી વધુ 4.41 ઇંચ વરસાદ નોંધાયો હતો. ઉપરાંત કામરેજમાં 3.31 ઇંચ, વલસાડના વાપીમાં 4.13 ઇંચ, પારડીમાં 4.09 ઇંચ અને નાનપોંઢામાં 2.99 ઇંચ વરસાદ નોંધાયો હતો.

વરસાદ બાદ ટ્રાફિક જામ
બપોર પછી શરૂ થયેલા ભારે વરસાદને કારણે ઓફિસ છૂટવાના સમયે રસ્તાઓ પર વાહનોની ભારે અવરજવર હતી. અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતાં લાંબા ટ્રાફિક જામ સર્જાયા હતા. પાણીમાં ફસાયેલા અનેક વાહનો બંધ પડી જતાં વાહનચાલકોને લાંબા સમય સુધી રસ્તા પર અટવાઈ રહેવું પડ્યું હતું.

અડાજણમાં વૃક્ષ ધરાશાયી, વાહનચાલકો મુશ્કેલીમાં
અડાજણના ઋષભ ચાર રસ્તા વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થતાં મુખ્ય માર્ગ તળાવમાં ફેરવાઈ ગયો હતો. ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં અનેક બાઇક અને કાર પાણીમાં ફસાઈ ગઈ હતી. ભારે પવનના કારણે એક વૃક્ષ ધરાશાયી થતાં વાહનવ્યવહાર વધુ પ્રભાવિત થયો હતો. કેટલાક વિસ્તારોમાં ગટરના ઢાંકણામાંથી ગંદુ પાણી બહાર આવતાં લોકોની મુશ્કેલી વધી હતી.

સલાબતપુરા સહિતના વિસ્તારોમાં પાલિકાની કામગીરી
સલાબતપુરા વિસ્તારમાં સપ્તશૃંગી માતાના મંદિર નજીક ફરી એકવાર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો. ભારે વરસાદ બાદ સુરત મહાનગરપાલિકાની ટીમો વિવિધ વિસ્તારોમાં પાણીના ઝડપી નિકાલ માટે મેદાનમાં ઉતરી હતી. જોકે અનેક સ્થળોએ લાંબા સમય સુધી પાણી ભરાયેલા રહેતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

 

 

 

 

  • Related Posts

    Ahmedabad GMDC ગ્રાઉન્ડ પર દેશભક્તિનો અદભુત નજારો: 6500 + વિદ્યાર્થીઓએ રચી ભવ્ય માનવ રંગોળી! Pride

    Ahmedabad GMDC ગ્રાઉન્ડમાં ભવ્ય માનવ રંગોળી, 6500થી વધુ વિદ્યાર્થીઓએ રચ્યો રાષ્ટ્રભાવનાનો રંગ -> ‘સેવાના રંગો, રાષ્ટ્રના સંગ’ના સંદેશ સાથે યોજાયું અનોખું આયોજન, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો Ahmedabad : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જનસેવા, સુશાસન અને સમર્પણના 25 ગૌરવપૂર્ણ વર્ષ નિમિત્તે ગુજરાતમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. Ahmedabad આ જ શ્રેણીના ભાગરૂપે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગતAhmedabad GMDC ગ્રાઉન્ડ ખાતે ભવ્ય માનવ આકૃતિ એટલે કે માનવ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘સેવાના રંગો, રાષ્ટ્રના સંગ’ના સંદેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં અમદાવાદ શહેરની વિવિધ શાળા, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓના અંદાજે સાડા છ હજાર જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ અનોખા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે માનવ રંગોળીમાં સહભાગી થયેલા વિદ્યાર્થીઓને મળીને તેમનો…

    6 ઓક્ટોબર 2026, મંગળવારનું વિગતવાર Horoscope

    ♈ મેષ રાશિ Horoscope આજનો દિવસ તમારા માટે ઉત્સાહ અને નવી તક લઈને આવી શકે છે. નોકરીમાં કોઈ મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. વેપારમાં નવા ગ્રાહકો અથવા નવી ડીલની શક્યતા છે. પૈસાની બાબતમાં દિવસ સારો રહેશે, પરંતુ ઉતાવળમાં રોકાણ કરવાનું ટાળો. પરિવારના સભ્યો સાથે સમય પસાર કરવાથી મન પ્રસન્ન રહેશે.Horoscopeકરિયર: નવી જવાબદારી મળશે.ધન: આવક વધારવાની તક.પરિવાર: સહયોગ મળશે.લકી નંબર: 9 | લકી કલર: લાલ ♉ વૃષભ રાશિ તમારી મહેનતનું પરિણામ મળવાનો દિવસ છે. કાર્યસ્થળે અધિકારીઓ તમારા કામથી ખુશ થઈ શકે છે. વેપારીઓ માટે નવી ડીલ ફાયદાકારક બની શકે છે. અટકેલા પૈસા પાછા મળવાની શક્યતા છે. પરિવારની કોઈ જૂની સમસ્યા વાતચીતથી ઉકેલી શકશો.કરિયર: પ્રગતિના સંકેત.ધન: જૂનું પેમેન્ટ મળી શકે.પરિવાર: વાતાવરણ ખુશનુમા રહેશે.લકી નંબર: 6 | લકી કલર:…