કેન્દ્ર સરકારની મોટી કાર્યવાહી, વોટ્સઅપના ‘યુઝરનેમ’ ફીચરના લોન્ચ પર હાલ પૂરતો બ્રેક, મેટાને નોટિસ

વોટ્સઅપના પ્રસ્તાવિત ‘યુઝરનેમ’ ફીચરને લઈને કેન્દ્ર સરકારે કડક વલણ અપનાવ્યું છે. મીડિયા અહેવાલો અનુસાર સરકારે વોટ્સઅપની પેરેન્ટ કંપની મેટાને નોટિસ પાઠવી છે અને આ ફીચર અંગે સરકાર સાથે સંપૂર્ણ ચર્ચા ન થાય ત્યાં સુધી તેનું લોન્ચિંગ હાલ પૂરતું સ્થગિત રાખવા જણાવ્યું છે.

મેટાને ત્રણ દિવસમાં જવાબ આપવા સૂચના
સરકારે મેટાને નોટિસનો વિગતવાર જવાબ આપવા માટે ત્રણ દિવસનો સમય આપ્યો હોવાનું જાણવા મળ્યું છે. સરકાર આ નવા ફીચરના સુરક્ષા અને પ્રાઇવસી સંબંધિત પાસાઓની સમીક્ષા કરી રહી છે. જો તપાસ દરમિયાન કોઈ ગંભીર ખામી સામે આવશે તો કંપની સામે વધુ કડક કાર્યવાહી પણ થઈ શકે છે.

શું છે ‘યુઝરનેમ’ ફીચર?
વોટ્સઅપના આ નવા ફીચર હેઠળ યુઝર્સ પોતાના મોબાઇલ નંબરને જાહેર કર્યા વગર એક યુનિક યુઝરનેમ દ્વારા અન્ય લોકો સાથે સંપર્ક કરી શકશે. આ સુવિધા મેસેજિંગ એપ ટેલિગ્રામની યુઝરનેમ સિસ્ટમ જેવી માનવામાં આવે છે. કંપનીના જણાવ્યા મુજબ, આ ફીચરનો મુખ્ય હેતુ યુઝર્સની પ્રાઇવસી વધારવાનો છે, જેથી દરેક વ્યક્તિને પોતાનો મોબાઇલ નંબર શેર કરવાની જરૂર ન પડે.

સરકારને શું છે ચિંતા?
કેન્દ્ર સરકારને આશંકા છે કે જો યોગ્ય સુરક્ષા વ્યવસ્થા નહીં હોય તો આ ફીચરનો ઉપયોગ સાયબર ઠગાઈ, નકલી ઓળખ અને ઓનલાઇન ફ્રોડ માટે થઈ શકે છે. નકલી યુઝરનેમ બનાવીને કોઈ વ્યક્તિ જાણીતી વ્યક્તિ, સંસ્થા અથવા કંપનીના નામે લોકોને ગેરમાર્ગે દોરી શકે તેવી શક્યતા પણ સરકાર તપાસી રહી છે. અગાઉ અન્ય મેસેજિંગ પ્લેટફોર્મ પર આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે.

કંપનીનો શું છે દાવો?
મેટાનું કહેવું છે કે દરેક યુઝરનેમ સંપૂર્ણપણે યુનિક રહેશે અને તેની નકલ શક્ય નહીં બને. ઉપરાંત, હાઇ-પ્રોફાઇલ વ્યક્તિઓ અને બ્રાન્ડ્સ સાથે જોડાયેલા કેટલાક નામો પહેલેથી જ સુરક્ષિત રાખવામાં આવશે. કંપનીએ એમ પણ જણાવ્યું છે કે કોઈ જાહેર યુઝરનેમ ડિરેક્ટરી ઉપલબ્ધ નહીં હોય. એટલે કે માત્ર જે વ્યક્તિને તમારું યુઝરનેમ ખબર હશે તે જ તમને શોધી શકશે. હાલ સરકાર અને કંપની વચ્ચે આ મુદ્દે ચર્ચા ચાલી રહી છે. સરકારની સમીક્ષા પૂર્ણ થયા બાદ જ આ ફીચરના લોન્ચ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે.

 

 

 

 

  • Related Posts

    સુરેન્દ્રનગર Police પરિવારમાં નવા વર્ષની અનોખી ઉજવણી: SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન, પોલીસ પરિવાર એકસાથે મળ્યો

    B india સુરેન્દ્રનગર : નવા વર્ષના પાવન અવસર નિમિત્તે સુરેન્દ્રનગર Police પરિવારમાં સ્નેહ, સૌહાર્દ અને આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના Police અધિક્ષક (SP) શ્રી પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને પોલીસ પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Police પરિવારના સભ્યો એકત્રિત થયા હતા અને એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ફરજની સતત વ્યસ્તતા વચ્ચે Police પરિવારના સભ્યોને એકબીજા સાથે સમય વિતાવવાની અને આનંદની પળો માણવાની સુંદર તક મળી હતી. SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન નવા વર્ષની શરૂઆત હંમેશાં નવી આશાઓ, નવા સંકલ્પો અને ખુશીઓ સાથે કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પણ નવા વર્ષના અવસરને યાદગાર બનાવવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક શ્રી…

    નોટબંધીનાં 10 વર્ષઃ Cashless ભારતનું સપનું અને રોકડની હકીકત!

    -> ડિજિટલ પેમેન્ટમાં ઐતિહાસિક ઉછાળો, UPIએ બદલી નાખી નાણાંની લેવડદેવડની રીત; છતાં દેશમાં રોકડનું ચલણ ઘટવાને બદલે અનેકગણું વધ્યું : 8 નવેમ્બર, 2016ની રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 500 અને રૂ. 1,000ની જૂની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત કરી ત્યારે સમગ્ર દેશમાં જાણે આર્થિક ભૂકંપ આવ્યો હતો. કાળાં નાણાં પર પ્રહાર, નકલી ચલણનો અંત, આતંકવાદી ફંડિંગ પર રોક અને ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન જેવા મોટા હેતુઓ સાથે નોટબંધીનો નિર્ણય લેવાયો હતો. બેંકોની બહાર લાંબી કતારો, રોકડની અછત અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વચ્ચે શરૂ થયેલી આ ઐતિહાસિક કવાયતને આજે દસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. આટલા વર્ષોમાં ભારતે UPI અને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, Cashless પરંતુ બીજી તરફ રોકડના ચલણમાં પણ મોટો વધારો થયો…