અમદાવાદમાં આવતીકાલે જગન્નાથજીની પરંપરાગત જળયાત્રા, 108 કળશથી જળાભિષેક બાદ ગજવેશના થશે દર્શન

અષાઢી બીજની ઐતિહાસિક રથયાત્રા પૂર્વે અમદાવાદના જમાલપુર સ્થિત શ્રી જગન્નાથ મંદિરમાં આવતીકાલે (29 જૂન) પરંપરાગત જળયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ પવિત્ર પ્રસંગને લઈને મંદિર પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં યોજાનારી આ જળયાત્રા દરમિયાન સાબરમતી નદીમાંથી પવિત્ર જળ લાવી ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને સુભદ્રાજીનો જળાભિષેક કરવામાં આવશે.

સાબરમતીમાંથી ભરાશે 108 પવિત્ર કળશ
જળયાત્રા નિજમંદિરથી પ્રસ્થાન કરીને સાબરમતી નદીના ભુદરના તટ સુધી પહોંચશે. અહીં વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પીતળના 108 કળશમાં પવિત્ર જળ ભરવાની વિધિ સંપન્ન થશે.

ત્યારબાદ શ્રદ્ધાળુઓ માથા પર કળશ ધારણ કરીને ભજન-કીર્તન, ઢોલ-નગારાં અને ગજરાજોની આગેવાનીમાં ભવ્ય શોભાયાત્રા સાથે મંદિર પરત ફરશે. સમગ્ર માર્ગ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઊઠશે.

108 કળશથી ભગવાનનો થશે શાહી જળાભિષેક
મંદિરમાં પહોંચ્યા બાદ સાબરમતીના પવિત્ર જળથી ભગવાન જગન્નાથજી, મોટાભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીનો શાહી જળાભિષેક કરવામાં આવશે.

આ ધાર્મિક વિધિ બાદ ભગવાનને વિશેષ ગજવેશ ધારણ કરાવવામાં આવશે. ગજવેશના દર્શન વર્ષમાં માત્ર એક જ વખત થતાં હોવાથી આ પ્રસંગનું ધાર્મિક મહત્વ વિશેષ માનવામાં આવે છે અને મોટી સંખ્યામાં ભક્તો દર્શન માટે ઉમટી પડે છે.

જળસ્નાન બાદ 15 દિવસ સરસપુર ખાતે રહેશે ભગવાન
પરંપરાગત માન્યતા અનુસાર, જળાભિષેક બાદ ભગવાનને તાવ આવતો હોવાનું માનવામાં આવે છે. તેથી તેઓ આગામી 15 દિવસ સુધી આરામ માટે પોતાના મોસાળ એટલે કે સરસપુર ખાતે નિવાસ કરે છે.

આ સમયગાળા બાદ ભગવાન સંપૂર્ણ સ્વસ્થ થયા પછી અષાઢી બીજના પવિત્ર દિવસે ભવ્ય રથમાં બિરાજમાન થઈ અમદાવાદની વિશ્વપ્રસિદ્ધ જગન્નાથ રથયાત્રામાં નગરચર્યાએ નીકળે છે.

રથયાત્રા પૂર્વે ભક્તોમાં ઉત્સાહ
જળયાત્રા અને ગજવેશ દર્શનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર પ્રશાસન અને સ્થાનિક તંત્ર દ્વારા સુરક્ષા, ટ્રાફિક અને ભક્તોની સુવિધાને ધ્યાનમાં રાખીને ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

 

 

 

 

  • Related Posts

    દેશભરમાં ખાનગી હોસ્પિટલોની ‘લૂંટ’? સરકારી કરતાં 8 ગણો મોંઘો ઈલાજ, દર્દીઓ પર વધતો આર્થિક બોજ

    ભારતમાં આરોગ્યસેવા કેટલી પોસાય તેવી છે અને ખાનગી હોસ્પિટલોમાં સારવારના બિલમાં કેટલી પારદર્શિતા છે તે મુદ્દો ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. તાજેતરના નેશનલ સેમ્પલ સર્વેના 80મા રાઉન્ડના આંકડા અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓના અનુભવ અંગેના સર્વે સામે આવ્યા બાદ સારવારના વધતા ખર્ચ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. NSSના 80મા રાઉન્ડમાં જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 દરમિયાન આરોગ્ય સંબંધિત ખર્ચ અને સારવાર અંગે દેશવ્યાપી માહિતી એકત્ર કરવામાં આવી હતી. સરકારી અને ખાનગી હોસ્પિટલના ખર્ચમાં મોટો તફાવત રાષ્ટ્રીય સ્તરના આંકડા મુજબ હોસ્પિટલમાં દાખલ થવા માટે સરકારી અથવા જાહેર આરોગ્ય સંસ્થામાં દર્દીનો સરેરાશ ખિસ્સામાંથી થતો ખર્ચ આશરે રૂ. 6,631 રહ્યો હતો. તેની સામે ખાનગી હોસ્પિટલમાં આ જ ખર્ચ વધીને રૂ. 50,508 થયો છે. એટલે ખાનગી હોસ્પિટલમાં હોસ્પિટલાઇઝેશનનો સરેરાશ ખર્ચ સરકારી…

    બસમાંથી મુસાફર પડી જવાના મોતના કેસમાં નડિયાદ કોર્ટનો મહત્વનો હુકમ

    – ‘અ’ પડત સમરી યથાવત, પરંતુ વિશેષ તપાસ ચાલુ રાખવા આદેશ પંકજ મકવાણા – અમદાવાદ, ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસમાંથી મુસાફર પડી જવાથી થયેલા મૃત્યુના કેસમાં નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટે મહત્વનો હુકમ કર્યો છે. કોર્ટે અગાઉ ટ્રાયલ કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવેલી ‘અ’ પડત સમરીને યથાવત રાખી છે, પરંતુ કેસની તપાસ ચાલુ રાખવાની શરતને મહત્વ આપતાં તપાસ અધિકારીને વિશેષ તપાસ પૂર્ણ કરી તેના પ્રગતિ અહેવાલો નિયમિત રીતે કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો છે. આ હુકમ તા. 5 ઓગસ્ટ 2026ના રોજ જાહેર કરવામાં આવ્યો હતો. કોર્ટના રેકોર્ડ મુજબ, તા. 26 જાન્યુઆરી 2026ના રોજ ગણેશ ટ્રાવેલ્સની સ્લીપર કોચ બસ નંબર GJ-01-Z-0773 વડોદરા-અમદાવાદ નેશનલ એક્સપ્રેસ વે-1 પરથી પસાર થઈ રહી હતી. રાત્રે આશરે 11:45 વાગ્યે બીલોદરા સીમ વિસ્તારમાં મુસાફર…