કિરણ રાવ દિગ્દર્શિત ફિલ્મ ‘મિસિંગ લેડીઝ’ને પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય પુરસ્કારો ‘ધ એકેડમી’ એટલે કે ઓસ્કાર એવોર્ડ્સની 97મી આવૃત્તિ માટે ભારતમાંથી પસંદ કરવામાં આવી હતી. પરંતુ ચાહકો માટે ખરાબ સમાચાર છે, કારણ કે આ ફિલ્મ હવે ઓસ્કારની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
-> મિસિંગ લેડીઝ’ ઓસ્કારમાંથી બહાર :- એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ, આર્ટસ એન્ડ સાયન્સે મંગળવારે 2025 ઓસ્કારમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ફીચર ફિલ્મ એવોર્ડ માટે 15 ફિલ્મોની શોર્ટલિસ્ટ જાહેર કરી, જેમાં આમિર ખાન અને કિરણ રાવ નિર્દેશિત-નિર્મિત 2024ની ફિલ્મ ‘મિસિંગ લેડીઝ’ ખૂટે છે. જો કે તેમાં યુનાઇટેડ કિંગડમની એક હિન્દી ફિલ્મ ચોક્કસપણે સામેલ કરવામાં આવી છે.
-> આ હિન્દી ફિલ્મને સ્થાન મળ્યું :- તમને જણાવી દઈએ કે, ‘મિસિંગ લેડીઝ’ ઓસ્કરમાંથી બહાર રહી ગઈ છે પરંતુ બ્રિટિશ-ભારતીય ફિલ્મ નિર્માતા સંધ્યા સૂરી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સંતોષ’ને ઓસ્કર માટે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મ યુકે દ્વારા ઓસ્કાર માટે મોકલવામાં આવી હતી અને ટોપ 15ની યાદીમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. ‘સંતોષ’ ફિલ્મમાં શહાના ગોસ્વામી અને સુનીતા રાજવાર લીડ રોલમાં છે. આ ફિલ્મને આ વર્ષે 77મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં અન સર્ટન રિગાર્ડ વિભાગમાં નામાંકન મળ્યું હતું, જ્યાં તેનું પ્રીમિયર થયું હતું.