NEET-UG પુનઃપરીક્ષા માટે NTAની નવી માર્ગદર્શિકા: ડ્રેસ કોડ અને સુરક્ષા વ્યવસ્થા જાહેર

National Testing Agency દ્વારા NEET-UG પુનઃપરીક્ષા માટે વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. પરીક્ષા 21 જૂન, રવિવારે યોજાવાની છે, જેમાં ડ્રેસ કોડ, સુરક્ષા તપાસ અને પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા અંગે વિગતવાર સૂચનાઓ આપવામાં આવી છે.

ડ્રેસ કોડ અંગે સૂચના
NTAએ સ્પષ્ટ કર્યું છે કે પાઘડી, હિજાબ, સિંદૂર, મંગળસૂત્ર જેવા ધાર્મિક પ્રતિકો પર કોઈ પ્રતિબંધ નથી. જોકે આવા ઉમેદવારોએ વધારાની સુરક્ષા તપાસને કારણે પરીક્ષા કેન્દ્ર પર વહેલા પહોંચી જવું જરૂરી રહેશે. વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ હળવા રંગના કપડાં, અડધી બાંયના શર્ટ/ટી-શર્ટ/કુર્તા પહેરે. ફૂલ બાંયના કપડાં અથવા શિયાળાના વસ્ત્રો પર પ્રતિબંધ નથી, પરંતુ તેની તપાસમાં વધુ સમય લાગી શકે છે. ચપ્પલ અથવા ઓછી હીલવાળા સેન્ડલ પહેરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

પ્રતિબંધિત વસ્તુઓ
પરીક્ષા કેન્દ્રમાં નીચેની વસ્તુઓ પર કડક પ્રતિબંધ રહેશે:
– મોબાઈલ ફોન અને સ્માર્ટ ડિવાઇસ
– બ્લૂટૂથ ઉપકરણો અને સ્માર્ટ વોચ
– મોટા બકલવાળા બેલ્ટ
– ભારે ઘરેણાં
– હાઈ હીલ્સ
– સુરક્ષા વ્યવસ્થા કડક

પરીક્ષા કેન્દ્રોમાં બે સ્તરની સુરક્ષા તપાસ રહેશે:
– એડમિટ કાર્ડ અને ફોટો ઓળખપત્રની ચકાસણી
– બાયોમેટ્રિક અને ફોટો વેરિફિકેશન
જરૂર પડે તો પરીક્ષા દરમિયાન ઓનલાઈન ફોટો મેચિંગ પણ કરવામાં આવશે. સમગ્ર પરીક્ષા પ્રક્રિયા CCTV કેમેરા દ્વારા લાઈવ મોનિટરિંગ હેઠળ રહેશે.

પરીક્ષા સમય અને કેન્દ્રો
પરીક્ષા બપોરે 2:00 વાગ્યાથી સાંજે 5:15 વાગ્યા સુધી પેન-પેપર પદ્ધતિથી લેવામાં આવશે. દિવ્યાંગ ઉમેદવારો માટે વધારાનો સમય આપી પરીક્ષા સાંજે 6:20 વાગ્યા સુધી ચાલશે. આ પરીક્ષા દેશના 551 શહેરો અને વિદેશના 14 શહેરોમાં યોજાશે, જેમાં 22.79 લાખથી વધુ ઉમેદવારો નોંધાયેલા છે.

વહીવટી વ્યવસ્થા
પરીક્ષા સુચારુ રીતે યોજાય તે માટે 674 સિટી કોઓર્ડિનેટર અને 6,669 ઓબ્ઝર્વર્સની નિમણૂક કરવામાં આવી છે. દરેક કેન્દ્ર પર સુપરિન્ટેન્ડેન્ટ અને ઇન્વિજિલેટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. NTAએ વિદ્યાર્થીઓને સમયસર અને નિયમોનું પાલન કરીને પરીક્ષા આપવા અપીલ કરી છે.

 

 

 

  • Related Posts

    AMC ઉત્તર ઝોન: મ્યુનિ. પોલ ચણી લેવાયા બાદ વોર્ડ ઇન્સ્પેક્ટર વરૂણ રાવલને નાછૂટકે આપી શો-કોઝ નોટિસ!

    – સાતેય ઝોનમાં ગેરકાયદે બાંધકામોની તપાસ થાય તો આખું એસ્ટેટ તંત્ર નોટિસને પાત્ર: ઉચ્ચ અધિકારીઓ કેમ મૌન? પંકજ મકવાણા – અમદાવાદ: અમદાવાદ મહાનગરપાલિકાના ઉત્તર ઝોનમાં એસ્ટેટ-TDO વિભાગ અને સ્થાનિક ભૂમાફિયાઓની…

    હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો જ છે : ઈરાનના સ્પષ્ટીકરણથી વૈશ્વિક બજારોમાં રાહત

    ઈરાનએ સ્પષ્ટતા કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલ્લો છે અને ત્યાં કોઈ પ્રકારની અવરોધક સ્થિતિ નથી. આ નિવેદન બાદ વૈશ્વિક તેલ બજારોમાં ચાલી રહેલી ચિંતા ઘણી હદ સુધી ઘટી…