NEET-UG પરીક્ષા માટે ગુજરાતમાં બહુસ્તરીય સુરક્ષા વ્યવસ્થા, DGPએ તૈયારીઓની કરી સમીક્ષા

આગામી 21 જૂને યોજાનારી નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET-UG)ને સુરક્ષિત, શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે સંપન્ન કરવા માટે ગુજરાત પોલીસ દ્વારા વ્યાપક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકએ મંગળવારે રાજ્યવ્યાપી વિડિયો કોન્ફરન્સ મારફતે તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઈજીપી અને જિલ્લા પોલીસ અધિકારીઓ સાથે તૈયારીઓની સમીક્ષા કરી હતી.

બેઠક દરમિયાન રાજ્યભરના પરીક્ષા કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા તેમજ પરીક્ષાનું સુચારુ આયોજન સુનિશ્ચિત કરવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

રાજ્ય નોડલ અધિકારીની નિમણૂક
NEET-UG પરીક્ષા સંબંધિત સુરક્ષા અને સંકલન કામગીરી માટે મકરંદ ચૌહાણને રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ઉમેદવારોની સંખ્યા અને પરીક્ષા કેન્દ્રોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે વિગતવાર માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રોની આસપાસ આવેલા ફોટોકોપી અને ઝેરોક્સ સેન્ટરો પર વિશેષ નજર રાખવા તેમજ National Testing Agency (NTA) દ્વારા જાહેર કરવામાં આવેલી તમામ માર્ગદર્શિકાઓનું કડક પાલન સુનિશ્ચિત કરવા સૂચનાઓ આપવામાં આવી છે.

પરીક્ષા કેન્દ્રોનું પૂર્વ નિરીક્ષણ
રાજ્યના તમામ પોલીસ એકમોને ઉમેદવારોની સઘન પરંતુ સંવેદનશીલ ચકાસણી કરવા સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને મહિલા ઉમેદવારો સાથે ગૌરવપૂર્ણ અને સંવેદનશીલ વર્તન જાળવવા તેમજ માતા-પિતા અને વાલીઓ સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર રાખવા ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રો પર મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ અને અન્ય પ્રતિબંધિત ઇલેક્ટ્રોનિક ઉપકરણો સુરક્ષિત રીતે જમા કરાવવા માટે અલગ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ અટકાવવા માટે તમામ જિલ્લા પોલીસ વડાઓને 20 જૂનના રોજ NTAના પ્રતિનિધિઓ સાથે સંયુક્ત રીતે પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લઈ નિરીક્ષણ કરવાની સૂચના આપવામાં આવી છે.

રાત્રિ પેટ્રોલિંગ અને સોશિયલ મીડિયા પર નજર
પરીક્ષા સામગ્રીની ગોપનીયતા જાળવવા માટે 19થી 21 જૂન દરમિયાન રાજ્યભરમાં સઘન રાત્રિ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે. સાથે જ, અફવાઓ, ભ્રામક માહિતી અને પરીક્ષા પ્રક્રિયામાં વિક્ષેપ ઊભો કરવાના પ્રયાસોને રોકવા માટે સોશિયલ મીડિયા મોનિટરિંગને વધુ સક્રિય બનાવવામાં આવ્યું છે.

યોગ દિવસ અને પરીક્ષા માટે અલગ વ્યવસ્થા
21 જૂને NEET-UG પરીક્ષા સાથે જ International Day of Yogaની ઉજવણી પણ યોજાવાની હોવાથી, DGPએ તમામ પોલીસ એકમોને બંને કાર્યક્રમો માટે અલગ-અલગ માનવબળ ફાળવવાની સૂચના આપી છે. તેનો હેતુ પરીક્ષાર્થીઓને કોઈપણ પ્રકારની અસુવિધા વિના પરીક્ષા આપી શકે તે સુનિશ્ચિત કરવાનો છે.

 

 

 

  • Related Posts

    સુરેન્દ્રનગર Police પરિવારમાં નવા વર્ષની અનોખી ઉજવણી: SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન, પોલીસ પરિવાર એકસાથે મળ્યો

    B india સુરેન્દ્રનગર : નવા વર્ષના પાવન અવસર નિમિત્તે સુરેન્દ્રનગર Police પરિવારમાં સ્નેહ, સૌહાર્દ અને આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના Police અધિક્ષક (SP) શ્રી પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને પોલીસ પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Police પરિવારના સભ્યો એકત્રિત થયા હતા અને એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ફરજની સતત વ્યસ્તતા વચ્ચે Police પરિવારના સભ્યોને એકબીજા સાથે સમય વિતાવવાની અને આનંદની પળો માણવાની સુંદર તક મળી હતી. SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન નવા વર્ષની શરૂઆત હંમેશાં નવી આશાઓ, નવા સંકલ્પો અને ખુશીઓ સાથે કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પણ નવા વર્ષના અવસરને યાદગાર બનાવવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક શ્રી…

    નોટબંધીનાં 10 વર્ષઃ Cashless ભારતનું સપનું અને રોકડની હકીકત!

    -> ડિજિટલ પેમેન્ટમાં ઐતિહાસિક ઉછાળો, UPIએ બદલી નાખી નાણાંની લેવડદેવડની રીત; છતાં દેશમાં રોકડનું ચલણ ઘટવાને બદલે અનેકગણું વધ્યું : 8 નવેમ્બર, 2016ની રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 500 અને રૂ. 1,000ની જૂની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત કરી ત્યારે સમગ્ર દેશમાં જાણે આર્થિક ભૂકંપ આવ્યો હતો. કાળાં નાણાં પર પ્રહાર, નકલી ચલણનો અંત, આતંકવાદી ફંડિંગ પર રોક અને ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન જેવા મોટા હેતુઓ સાથે નોટબંધીનો નિર્ણય લેવાયો હતો. બેંકોની બહાર લાંબી કતારો, રોકડની અછત અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વચ્ચે શરૂ થયેલી આ ઐતિહાસિક કવાયતને આજે દસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. આટલા વર્ષોમાં ભારતે UPI અને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, Cashless પરંતુ બીજી તરફ રોકડના ચલણમાં પણ મોટો વધારો થયો…