ગુજરાત માટે મોટા સમાચાર: કડાણા ડેમ 52.39% ભરાયો!

ગુજરાત માટે સૌથી મોટા અને રાહતના સમાચાર: 8 જિલ્લાની જીવાદોરી સમાન કડાણા ડેમમાં પાણીનો બમ્પર જથ્થો, ખેડૂતો ખુશખુશાલ!

ખેડૂતો અને સામાન્ય જનતા માટે ચોમાસા પહેલા જ મહીસાગરથી ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ત્રીજા સૌથી મહત્વના એવા કડાણા ડેમમાં ગત વર્ષ કરતા અંદાજે 11 ફૂટ વધુ પાણીનો લાઈવ જથ્થો ઉપલબ્ધ છે. ડેમ હાલમાં 52.39% ભરાઈ ચૂક્યો છે, જેના કારણે જો ચોમાસું થોડું મોડું પણ થાય, તો પણ ગુજરાતના 8 જિલ્લાઓમાં પીવાના કે સિંચાઈના પાણીની કોઈ જ તંગી નહીં સર્જાય!

મહીસાગર: ગુજરાત રાજ્યના ત્રીજા સૌથી મહત્વપૂર્ણ અને મહીસાગર સહિત ઉત્તર તેમજ મધ્ય ગુજરાતના 8 જિલ્લાઓની જીવાદોરી સમાન કડાણા ડેમમાંથી ખુબ જ આશ્વાસનરૂપ સમાચાર સામે આવ્યા છે. ઉનાળાની સીઝન પૂર્ણ થવાના આરે છે ત્યારે કડાણા ડેમમાં હાલ પાણીનો વિપુલ જથ્થો ઉપલબ્ધ હોવાથી વહીવટી તંત્ર અને નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

ગત વર્ષ કરતાં 11 ફૂટ વધુ પાણીનું સ્તર

સરકારી આંકડા મુજબ, કડાણા ડેમ હાલમાં 52.39% ભરાયેલો છે, જે ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર રીતે વધુ છે. વર્તમાન સમયમાં ડેમની પાણીની સપાટી 396 ફૂટ 11 ઇંચ નોંધાઈ છે, જ્યારે ગત વર્ષે આ જ સમયે પાણીનું સ્તર માત્ર 386 ફૂટ હતું. આમ, ડેમમાં ગત વર્ષની સરખામણીએ અંદાજે 11 ફૂટ વધુ પાણી સંગ્રહિત છે.

પાણીના લાઈવ જથ્થાની વર્તમાન સ્થિતિ

મદદનીશ ઇજનેરના જણાવ્યા અનુસાર, કડાણા ડેમમાં હાલમાં કુલ 23,114 મિલિયન ઘનફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેમાં 21,080 મિલિયન ઘનફૂટ જીવંત (લાઈવ) જથ્થો સામેલ છે. જો ગત વર્ષની વાત કરીએ તો, આ સમયે ડેમમાં કુલ 15,921 મિલિયન ઘનફૂટ પાણી અને 13,887 મિલિયન ઘનફૂટ લાઈવ જથ્થો જ ઉપલબ્ધ હતો, અને ડેમ માત્ર 36% ભરાયેલો હતો.

8 જિલ્લાઓ અને હજારો હેક્ટર ખેતીને સીધો લાભ

કડાણા ડેમ માત્ર એક જળાશય નથી પરંતુ તે મહીસાગર, અરવલ્લી, મહેસાણા, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, પાટણ અને બનાસકાંઠા સહિત કુલ 8 જિલ્લાઓને પીવાનું તેમજ સિંચાઈનું પાણી પૂરું પાડે છે.

  • ડાબા કાંઠાની કેનાલ: આના મારફતે હાલ 11,059 હેક્ટર વિસ્તારમાં પાણી પહોંચાડાય છે.

  • જમણા કાંઠાની કેનાલ: આ કેનાલ દ્વારા 3,344 હેક્ટર વિસ્તારમાં ખેતી માટે પાણી અપાઈ રહ્યું છે.

  • ઉદવહન યોજના: આ ખાસ યોજના હેઠળ છેક દાહોદ સુધી પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે.

    પાણીની સાથે દરરોજ ભારે વીજ ઉત્પાદન

    તળાવો ભરવાની યોજના અંતર્ગત મહીસાગર નદીમાં હાલમાં 120 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત પાવર હાઉસ મારફતે 1,500 ક્યુસેક પાણી વણાકબોરી વિયર તરફ છોડાઈ રહ્યું છે, જેનો સીધો ઉપયોગ ખેડા, નડિયાદ અને આણંદ વિસ્તારના લોકો કરે છે. સૌથી મોટી વાત એ છે કે કડાણા ડેમના પાવર હાઉસમાં એક યુનિટ દરરોજ આશરે 7 કલાક કાર્યરત રહીને રોજના 365 થી 385 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરી રહ્યું છે, જે રાજ્ય માટે બેવડો ફાયદો છે.

  • તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને સાવચેતીની અપીલ

    ડેમમાં પાણીનો આટલો મોટો જથ્થો હોવાથી જો આગામી ચોમાસું થોડું મોડું શરૂ થાય તો પણ સંબંધિત જિલ્લાઓમાં પાણીની કોઈ તંગી સર્જાશે નહીં. જોકે, તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે આગામી ચોમાસા દરમિયાન જ્યારે પણ ડેમમાંથી પાણી છોડવાની સ્થિતિ સર્જાય, ત્યારે નદીના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો ખાસ સાવચેતી રાખે અને નદી કિનારે જવાનું સખત રીતે ટાળે.

  • Follow us on WHATSAPP :- https://whatsapp.com/channel/0029Va4r…
  • WEBSITE : https://bindia.co/
  • INSTAGRAM : https:// bindia.in
  • FACEBOOK : https://www.facebook.com/buletinindialive 
  • X : https://x.com/bindia276

  • Related Posts

    ગુજરાત પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર, 23 ઓગસ્ટે યોજાશે પરીક્ષા

    ગુજરાત પોલીસમાં નોકરીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ ભરતીની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે. બોર્ડની જાહેરાત મુજબ આગામી 23 ઓગસ્ટે અમદાવાદ ખાતે લેખિત પરીક્ષા યોજાશે. પરીક્ષામાં ભાગ લેનારા ઉમેદવારો માટે કોલ લેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા પણ જાહેર કરવામાં આવી છે. ઉમેદવારો 17 ઓગસ્ટના બપોરે 2 વાગ્યાથી ગુજરાત સરકારની OJAS વેબસાઇટ પરથી પોતાનું કોલ લેટર મેળવી શકશે. ગુજરાતમાં ઉમેદવારો માટે મહત્વપૂર્ણ તારીખો જાહેર ગુજરાત પોલીસ ભરતી બોર્ડે પરીક્ષાની તારીખ સાથે ઉમેદવારો માટે જરૂરી માર્ગદર્શિકા પણ જાહેર કરી છે. જે ઉમેદવારો આ ભરતી પ્રક્રિયામાં સામેલ છે તેમણે સમયસર કોલ લેટર ડાઉનલોડ કરીને તેમાં આપવામાં આવેલી તમામ વિગતો ચકાસી લેવી પડશે. કોલ લેટરમાં પરીક્ષા કેન્દ્ર, સમય,…

    પાકિસ્તાનમાં ફરી રાજકીય સંકટના સંકેત? મોહસીન નકવીના નિવેદનોથી વધ્યો સત્તા પરિવર્તનનો ચર્ચા

    પાકિસ્તાનમાં ફરી એકવાર રાજકીય હલચલ તેજ બની છે. ગૃહમંત્રી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ મોહસીન નકવીના તાજેતરના નિવેદનો બાદ દેશમાં સત્તા પરિવર્તન અને રાજકીય સમીકરણોને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. નકવીએ દેશની વહીવટી વ્યવસ્થા પર ગંભીર સવાલો ઉઠાવતા ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે. નકવીના આ નિવેદનો બાદ પાકિસ્તાનના રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું આ માત્ર ભ્રષ્ટાચાર વિરોધી અભિયાનનો ભાગ છે કે પછી દેશની સત્તા વ્યવસ્થામાં કોઈ મોટા ફેરફારની તૈયારી ચાલી રહી છે. પાકિસ્તાનમાં નકવીએ સરકાર અને સિસ્ટમ પર ઉઠાવ્યા સવાલ પાકિસ્તાન આર્થિક સમિટ દરમિયાન ગૃહમંત્રી મોહસીન નકવીએ દેશની હાલની વહીવટી વ્યવસ્થા અંગે આકરી ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની જૂની શાસન પદ્ધતિમાં અનેક ખામીઓ છે અને તેને…