SPIEFમાં પુતિનનું મોટું નિવેદન: “BRICS, G7 કરતાં આગળ નીકળી ગયું છે”

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીનએ સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ (SPIEF)માં એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો છે કે આર્થિક શક્તિના માપદંડે BRICS હવે ઘણા સમયથી G7 દેશોને પાછળ છોડી ચૂક્યું છે અને આવનારા સમયમાં આ અંતર વધુ વધશે.

“વૈશ્વિક અર્થતંત્રનું કેન્દ્ર ગ્લોબલ સાઉથ તરફ ખસે છે”
પુતિને પોતાના ભાષણમાં જણાવ્યું કે વિશ્વ આર્થિક વ્યવસ્થામાં મોટો ફેરફાર થઈ રહ્યો છે. તેમના મતે ભારત, ચીન અને રશિયા જેવા દેશો સાથે બનેલું BRICS હવે વૈશ્વિક વિકાસનું નવું કેન્દ્ર બની રહ્યું છે. તેમણે કહ્યું કે વૈશ્વિક અર્થતંત્રનું કેન્દ્ર હવે ધીમે-ધીમે “ગ્લોબલ સાઉથ” તરફ શિફ્ટ થઈ રહ્યું છે, જે ભવિષ્યના વિકાસ માટે નિર્ણાયક સાબિત થશે.

BRICS અને G7 વચ્ચે આર્થિક તફાવતનો દાવો
પુતિને આંકડાઓનો હવાલો આપતા જણાવ્યું કે:
– G7 દેશોની અર્થવ્યવસ્થા આશરે 1.1%ના ધીમા દરે આગળ વધી શકે છે
– જ્યારે BRICS દેશોનો વિકાસ દર લગભગ 4% આસપાસ રહી શકે છે
– BRICS દેશો વચ્ચેનો વાર્ષિક વેપાર હવે લગભગ 1 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે
તેમણે કહ્યું કે આ આંકડા દર્શાવે છે કે વૈશ્વિક અર્થતંત્રમાં BRICSની ભૂમિકા સતત મજબૂત બની રહી છે.

અમેરિકી નીતિઓ અને ટ્રમ્પની ટિપ્પણી વચ્ચે નિવેદન
પુતિનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા ના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump BRICS પર સતત આક્ષેપ કરી રહ્યા છે. ટ્રમ્પે અગાઉ BRICSને અમેરિકી ડોલર માટે ખતરો ગણાવીને 100% ટેરિફ લગાવવાની ચેતવણી આપી હતી. BRICS મૂળરૂપે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોનું સંગઠન હતું, પરંતુ હવે તેમાં ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઇરાન અને UAE જેવા નવા દેશો પણ જોડાયા છે.

પશ્ચિમી દેશો પર આકરા પ્રહારો
SPIEFમાં ભાષણ દરમિયાન પુતિને પશ્ચિમી દેશોની નીતિઓ પર પણ ટીકા કરી હતી. તેમણે યુરોપિયન નેતૃત્વને ટૂંકી દ્રષ્ટિવાળી નીતિઓ અપનાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે આવી નીતિઓ વૈશ્વિક અર્થતંત્ર અને સુરક્ષા બંને માટે જોખમ ઉભું કરે છે. તેમના મતે, પશ્ચિમી દેશોની વર્તમાન નીતિઓ યુરોપની પોતાની આર્થિક સ્થિતિને પણ નબળી પાડી રહી છે.

“નવું વૈશ્વિક આર્થિક સંતુલન બની રહ્યું છે”
પુતિને અંતમાં જણાવ્યું કે વિશ્વ હવે વધુ સંતુલિત આર્થિક વ્યવસ્થાની તરફ આગળ વધી રહ્યું છે, જેમાં નવા શક્તિશાળી આર્થિક કેન્દ્રો ઉભા થઈ રહ્યા છે. તેમના કહેવા મુજબ BRICS આ પરિવર્તનમાં મુખ્ય ભૂમિકા ભજવશે. SPIEFમાં આપેલું આ નિવેદન વૈશ્વિક રાજનીતિ અને અર્થતંત્રના દ્રષ્ટિકોણથી ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.

 

 

 

  • Related Posts

    સુરેન્દ્રનગર Police પરિવારમાં નવા વર્ષની અનોખી ઉજવણી: SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન, પોલીસ પરિવાર એકસાથે મળ્યો

    B india સુરેન્દ્રનગર : નવા વર્ષના પાવન અવસર નિમિત્તે સુરેન્દ્રનગર Police પરિવારમાં સ્નેહ, સૌહાર્દ અને આત્મીયતાનો માહોલ જોવા મળ્યો હતો. સુરેન્દ્રનગરના Police અધિક્ષક (SP) શ્રી પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને પોલીસ પરિવારના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં Police પરિવારના સભ્યો એકત્રિત થયા હતા અને એકબીજાને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. ફરજની સતત વ્યસ્તતા વચ્ચે Police પરિવારના સભ્યોને એકબીજા સાથે સમય વિતાવવાની અને આનંદની પળો માણવાની સુંદર તક મળી હતી. SP પ્રેમસુખ ડેલુના નિવાસસ્થાને યોજાયું સ્નેહમિલન નવા વર્ષની શરૂઆત હંમેશાં નવી આશાઓ, નવા સંકલ્પો અને ખુશીઓ સાથે કરવામાં આવે છે. ત્યારે સુરેન્દ્રનગર પોલીસ પરિવાર દ્વારા પણ નવા વર્ષના અવસરને યાદગાર બનાવવા માટે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સુરેન્દ્રનગરના પોલીસ અધિક્ષક શ્રી…

    નોટબંધીનાં 10 વર્ષઃ Cashless ભારતનું સપનું અને રોકડની હકીકત!

    -> ડિજિટલ પેમેન્ટમાં ઐતિહાસિક ઉછાળો, UPIએ બદલી નાખી નાણાંની લેવડદેવડની રીત; છતાં દેશમાં રોકડનું ચલણ ઘટવાને બદલે અનેકગણું વધ્યું : 8 નવેમ્બર, 2016ની રાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. 500 અને રૂ. 1,000ની જૂની ચલણી નોટો બંધ કરવાની જાહેરાત કરી ત્યારે સમગ્ર દેશમાં જાણે આર્થિક ભૂકંપ આવ્યો હતો. કાળાં નાણાં પર પ્રહાર, નકલી ચલણનો અંત, આતંકવાદી ફંડિંગ પર રોક અને ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન જેવા મોટા હેતુઓ સાથે નોટબંધીનો નિર્ણય લેવાયો હતો. બેંકોની બહાર લાંબી કતારો, રોકડની અછત અને સામાન્ય નાગરિકોની મુશ્કેલીઓ વચ્ચે શરૂ થયેલી આ ઐતિહાસિક કવાયતને આજે દસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યાં છે. આટલા વર્ષોમાં ભારતે UPI અને ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રે વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે, Cashless પરંતુ બીજી તરફ રોકડના ચલણમાં પણ મોટો વધારો થયો…