નડિયાદ પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સગીરા પર દુષ્કર્મ આચરી ફોટા વાયરલ કરનારને ૨૦ વર્ષની સખત કેદ

– ઘરમાં ઘૂસી નરાધમે આચર્યું હતું પાપ; ઇન્સ્ટાગ્રામ પર ફોટા અપલોડ કરી પીડિતાને કરી હતી બદનામ
– અદાલતે નરાધમને ફટકાર્યો ₹૪૧,૦૦૦નો દંડ; ભોગ બનનાર સગીરાને ₹૧ લાખનું વળતર ચૂકવવા હુકમ

પંકજ મકવાણા – નડિયાદ, બુધવાર:
ખેડા જિલ્લાની સ્પેશિયલ પોક્સો અદાલતે મહિલા સુરક્ષા અને સાયબર ક્રાઇમના આજના યુગમાં એક અત્યંત મહત્વપૂર્ણ અને દાખલારૂપ ચુકાદો સંભળાવ્યો છે. મહેમદાવાદ પંથકમાં સગીરાને ઘરમાં એકલી જોઈ ધમકીના જોરે હવસનો શિકાર બનાવનાર અને ત્યારબાદ તેના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી બ્લેકમેઇલ કરનાર નરાધમ આરોપીને અદાલતે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. સ્પેશિયલ પોક્સો જજ પી. પી. પુરોહિતે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આરોપીને કુલ ₹૪૧,૦૦૦નો દંડ અને પીડિતાને ₹૧ લાખનું આર્થિક વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

ધમકી આપી અવારનવાર નરાધમ આચરતો હતો દુષ્કર્મ
કેસની વિગતો મુજબ, આ શરમજનક ઘટના મહેમદાવાદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા આકલાચા ગામે બની હતી. ગામમાં જ રહેતો આરોપી હિમંત ઉર્ફે આકલો ઘનશ્યામ શાંતિ પટેલ ફરિયાદીની સગીરવયની દીકરીને ઘરમાં એકલી જોઈ ઘૂસી ગયો હતો. તેણે સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી પ્રથમ વખત દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ, જો આ વાત કોઈને કહેશે તો તેના ફોટા વાયરલ કરી દેવાની ગર્ભિત ધમકીઓ આપીને નરાધમે અવારનવાર પીડિતા પર બળાત્કાર ગુજાર્યો હતો.

ઇન્સ્ટાગ્રામ પર ફોટા અપલોડ કરી વિકૃતિ પ્રદર્શિત કરી
આરોપીની હેવાનિયત અહીં જ ન અટકી, તેણે પીડિતાને સામાજિક રીતે બદનામ કરવાના બદઇરાદાથી પોતાની ઇન્સ્ટાગ્રામ (Instagram) આઇડી પર સગીરાના ફોટા અપલોડ કરી દીધા હતા. આ મામલે પીડિતાના પરિવારે હિંમત દાખવી મહેમદાવાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક ધોરણે આઇપીસી, પોક્સો એક્ટ તેમજ આઇટી એક્ટ (IT Act) હેઠળ ગુનો નોંધી આરોપી ‘આકલા’ની ધરપકડ કરી જેલભેગો કર્યો હતો.

સરકારી વકીલ – યોગીબેન બારોટ

૨૨ દસ્તાવેજી પુરાવા અને ૯ સાક્ષીઓની જુબાની
તપાસ અધિકારીએ આ કેસમાં ટેકનિકલ અને સાયન્ટિફિક પુરાવાઓ એકત્ર કરી અદાલતમાં ચાર્જશીટ રજૂ કરી હતી. અદાલતી સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા કોર્ટ સમક્ષ ધારદાર અને કાયદાકીય દલીલો રજૂ કરવામાં આવી હતી. સ્પે. પ્રોસિક્યુટરે ગુનો સાબિત કરવા માટે અદાલત સમક્ષ ૯ મહત્વના સાક્ષીઓની જુબાની અને ૨૨ જેટલા સચોટ દસ્તાવેજી પુરાવાઓ રજૂ કર્યા હતા, જેને નામદાર અદાલતે ગ્રાહ્ય રાખ્યા હતા.

તમામ સજાઓ એકસાથે ભોગવવી પડશે: કોર્ટ
બંને પક્ષોની દલીલો અને પુરાવાઓની ચકાસણી બાદ સ્પેશિયલ પોક્સો જજ પી. પી. પુરોહિતે આરોપી હિમંત ઉર્ફે આકલાને કસૂરવાર ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે અને સ્પષ્ટ કર્યું છે કે આરોપીએ તમામ સજાઓ એકસાથે ભોગવવાની રહેશે. આ ઉપરાંત, રાજ્ય સરકારના ગૃહ વિભાગના પ્રવર્તમાન ઠરાવને આધીન રહીને, ભોગ બનનાર સગીરાને થયેલા માનસિક આઘાત અને પીડાના વળતર પેટે ₹ ૧ લાખ ચૂકવવાનો પણ અદાલતે ઐતિહાસિક હુકમ કર્યો છે.

 

 

 

  • Related Posts

    PM Modi Congratulates Giorgia Meloni: Big Achievement! 2026:ઇટાલીમાં સૌથી લાંબા સમય સુધી PM રહેવાનો રેકોર્ડ Big Achievement

    PM મોદીએ Giorgia Meloniને પાઠવ્યા અભિનંદન: ઇટાલીમાં સૌથી લાંબા સમય સુધી PM રહેવાનો રેકોર્ડ, સતત 1413 દિવસથી સત્તામાં ઇટાલીના વડાપ્રધાન Giorgia Meloni એ દેશના રાજકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. તેઓ ઇટાલીના એવા વડાપ્રધાન બન્યા છે, જેમણે સતત સૌથી લાંબા સમય સુધી આ પદ પર રહીને નવો રેકોર્ડ બનાવ્યો છે. મેલોનીની આ સિદ્ધિ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા છે. PM મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને મેલોનીને પોતાની મિત્ર ગણાવી હતી અને તેમની આ સિદ્ધિને ઇટાલીના લોકોના તેમના નેતૃત્વ પરના વિશ્વાસ સાથે જોડીને વખાણી હતી. મોદીએ ભારત અને ઇટાલી વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મેલોનીની ભૂમિકાને પણ મહત્વપૂર્ણ ગણાવી હતી. ->Giorgia Meloni : 1413 દિવસથી સતત સત્તામાં મેલોની : Giorgia Meloni…

    શ્રીકૃષ્ણનો 5253મો જન્મોત્સવ: Dwarka, ડાકોર અને શામળાજી મંદિરોમાં ભક્તોની હકડેઠઠ મેદની! Spiritual Fervor

    Dwarka ભગવાન શ્રીકૃષ્ણનો 5253મો જન્મોત્સવ: દ્વારિકાના નાથને જોવા ભક્તો ઘેલા, ડાકોરના ઠાકોરના દર્શને હકડેઠઠ મેદની, જનમેદનીથી ઉભરાયું શામળાજી મંદિર Dwarka : સમગ્ર ગુજરાત આજે ભક્તિ અને આસ્થાના રંગે રંગાયું છે. ભગવાન શ્રીકૃષ્ણના 5253મા જન્મોત્સવ નિમિત્તે રાજ્યના પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપૂર જોવા મળી રહ્યું છે. Dwarkaના જગતમંદિરથી લઈને ડાકોરના રણછોડરાય મંદિર અને અરવલ્લીના શામળાજી ધામ સુધી સર્વત્ર **’જય શ્રીકૃષ્ણ’ અને ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલ કી’**ના જયઘોષ ગુંજી રહ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને લઈને મંદિરોમાં વિશેષ પૂજા, મંગળા આરતી, પંચામૃત અભિષેક અને ભવ્ય શણગારનું આયોજન કરવામાં આવ્યું છે. -> Dwarkaના નાથના દર્શન માટે ભક્તોનું ઘોડાપૂર : ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ અને પવિત્ર ચારધામ પૈકીના એક એવા Dwarkaમાં જન્માષ્ટમીનો ઉત્સાહ અનોખો જોવા મળી રહ્યો…