ઈબોલા વાઈરસના ખતરાને લઈને અમદાવાદ એરપોર્ટે જાહેર કરી એડવાઈઝરી, 5 નિયમોનું પાલન ફરજિયાત

વિશ્વભરમાં વધી રહેલા ઈબોલા વાયરસ રોગ ના ખતરાને ધ્યાનમાં રાખીને સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ના વહીવટી તંત્ર દ્વારા મહત્વપૂર્ણ એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જનઆરોગ્યની સુરક્ષા અને સંક્રમણ રોકવાના હેતુથી તમામ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ દ્વારા ભારતમાં આવતા મુસાફરો માટે નવા નિયમો અમલમાં મૂકવામાં આવ્યા છે. એરપોર્ટ સત્તાધીશો દ્વારા તમામ એરલાઈન્સ અને સંબંધિત વિભાગોને આ નિયમોનું કડક પાલન કરવા સૂચના આપવામાં આવી છે.

– તમામ મુસાફરો માટે SDF ફોર્મ ફરજિયાત
ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ની માર્ગદર્શિકા મુજબ હવે તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ‘સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ’ (SDF) ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ ફોર્મનો મુખ્ય હેતુ સંભવિત સંક્રમિત મુસાફરોની ઓળખ કરી દેશમાં ચેપ ફેલાવાનો જોખમ ઘટાડવાનો છે.

– ફ્લાઈટ લેન્ડ થાય પહેલાં કરવી પડશે જાહેરાત
એરપોર્ટ પર ભીડ અને ગેરવ્યવસ્થા ટાળવા માટે હવે ફ્લાઈટ લેન્ડ થાય તે પહેલાં જ વિમાનની અંદર સ્વાસ્થ્ય સંબંધિત સૂચનાઓ અને SDF ફોર્મ અંગેની સત્તાવાર જાહેરાતો પૂર્ણ કરવાની રહેશે.

– 24 કલાક તૈનાત રહેશે હેલ્થ વર્કર્સ
એરપોર્ટના અરાઈવલ વિભાગમાં 24 કલાક હેલ્થ વર્કર્સ તૈનાત રહેશે. સંક્રમણ અટકાવવા માટે તમામ હેલ્થ પ્રોટોકોલ અને SOPનું કડક પાલન કરાશે. વહીવટી તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે મુસાફરો તેમજ હેલ્થ સ્ટાફની સુરક્ષા માટે ચેપ નિયંત્રણના નિયમોમાં કોઈ બેદરકારી ચલાવવામાં આવશે નહીં.

– ‘એર સુવિધા’ પોર્ટલ ફરી શરૂ થઈ શકે
નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) દ્વારા ટૂંક સમયમાં ‘એર સુવિધા’ પોર્ટલ ફરી શરૂ કરવામાં આવી શકે છે. ત્યાં સુધી તમામ મુસાફરોએ મેન્યુઅલી SDF ફોર્મ ભરવાનું રહેશે.

– અન્ય એરલાઈન્સ માટે પણ ખાસ સૂચનાઓ
DGCAના એનેક્સર-1 હેઠળ ન આવતી એરલાઈન્સને પણ મુસાફરોનું ટ્રેસિંગ અને મેડિકલ મોનિટરિંગ સરળ બને તે માટે SDF ફોર્મ એકત્રિત કરવાનું ફરજિયાત બનાવાયું છે. ખાસ કરીને કેટેગરી-1, 2 અને 3 હેઠળ આવતા અથવા ઈબોલા જોખમ ધરાવતા મુસાફરો માટે નિયમો વધુ કડક બનાવવામાં આવ્યા છે.

ઈબોલા વાઈરસના ખતરાને જોતાં અમદાવાદ એરપોર્ટે જાહેર કરી એડવાઈઝરી, 5 નિયમોનું કડક પાલન ફરજિયાત 2 - image

શું છે ઈબોલા વાયરસ?
ઈબોલા વાયરસ રોગ એક અત્યંત ઘાતક અને જીવલેણ વાયરસજન્ય ચેપ છે, જે પ્રાણીઓમાંથી માણસોમાં ફેલાય છે. શરૂઆતમાં તેના લક્ષણો સામાન્ય ફ્લૂ જેવા હોય છે. તેમાં તીવ્ર તાવ, નબળાઈ, માથાનો દુખાવો, ગળામાં ખરાશ, સ્નાયુઓમાં દુખાવો, ઉલટી અને ઝાડા જેવા લક્ષણો જોવા મળે છે. ગંભીર સ્થિતિમાં દર્દીના શરીરમાં આંતરિક અને બાહ્ય બ્લીડિંગ પણ થઈ શકે છે.

ઈબોલા કેવી રીતે ફેલાય છે?
ઈબોલા હવામાંથી ફેલાતો નથી, પરંતુ સંક્રમિત વ્યક્તિના લોહી, લાળ, પરસેવો, ઉલટી, મળ અથવા શરીરના અન્ય પ્રવાહી સાથે સીધા સંપર્કથી ઝડપથી ફેલાય છે. સંક્રમિત વ્યક્તિના કપડાં, પથારી અથવા અન્ય વસ્તુઓના સંપર્કથી પણ ચેપ ફેલાઈ શકે છે. ઉપરાંત ઈબોલાના કારણે મૃત્યુ પામેલા વ્યક્તિના શવના સંપર્કમાં આવવું પણ અત્યંત જોખમી માનવામાં આવે છે.

 

 

 

  • Related Posts

    એક ડોઝ કે બે? HPV રસીકરણની ભલામણો વિશે શું જાણવું જરૂરી…..

    હ્યુમન પેપિલોમાવાયરસ એટલે કે HPV સામેનું રસીકરણ સર્વાઇકલ કેન્સર સહિત HPVથી સંબંધિત અનેક પ્રકારના કેન્સરથી બચાવ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જોકે HPV રસીકરણ અંગે લોકોમાં વારંવાર એક સવાલ જોવા મળે છે—રસીના એક ડોઝથી કામ થઈ જાય કે બે ડોઝ જરૂરી છે? આ પ્રશ્નનો જવાબ દરેક વ્યક્તિ માટે એકસરખો નથી. રસી કઈ ઉંમરે શરૂ કરવામાં આવી, વ્યક્તિની રોગપ્રતિકારક સ્થિતિ કેવી છે અને કયા દેશની રસીકરણ માર્ગદર્શિકા લાગુ પડે છે તેના આધારે ડોઝની સંખ્યા બદલાઈ શકે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) 9થી 14 વર્ષની છોકરીઓ માટે એક અથવા બે ડોઝની ભલામણને માન્ય રાખે છે, જ્યારે કેટલીક રાષ્ટ્રીય માર્ગદર્શિકાઓ બે ડોઝને પ્રમાણભૂત શેડ્યૂલ તરીકે સૂચવે છે. HPV શું છે અને રસી કેમ મહત્વની છે? HPV એક સામાન્ય વાયરસ…

    રાજ ઠાકરે અને Uddhav Thackeray 4 ઓક્ટોબરે મુંબઈમાં જનમોર્ચાનું નેતૃત્વ કરશે, SIR મુદ્દે ચૂંટણી પંચ સામે વિરોધ

    મુંબઈ : મહારાષ્ટ્રના રાજકારણમાં લાંબા સમય બાદ ફરી એકવાર રાજ ઠાકરે અને Uddhav Thackeray એક જ મુદ્દે સાથે જોવા મળવાના છે. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે અને શિવસેના (UBT)ના પ્રમુખ Uddhav Thackeray 4 ઓક્ટોબર 2026ના રોજ મુંબઈમાં સંયુક્ત જનમોર્ચાનું નેતૃત્વ કરશે. આ માર્ચ ચૂંટણી પંચની મતદાર યાદીના Special Intensive Revision (SIR) સહિત ચૂંટણી પ્રક્રિયા અંગેના વિરોધને કેન્દ્રમાં રાખીને યોજાશે. બંને પક્ષોએ આ માર્ચમાં મોટી સંખ્યામાં લોકો અને અન્ય રાજકીય પક્ષોને જોડાવાનું આહ્વાન કર્યું છે. રાજ ઠાકરેએ સોશિયલ મીડિયા પોસ્ટ મારફતે માર્ચની જાહેરાત કરી હતી. તેમના જણાવ્યા પ્રમાણે MNS અને શિવસેના (UBT)ના બેનર હેઠળ યોજાનારી આ રેલીને માત્ર બે પક્ષોની રાજકીય પ્રવૃત્તિ તરીકે નહીં પરંતુ મતદાર યાદી અને ચૂંટણી પ્રક્રિયા અંગેની ચિંતાઓને લઈને જનઆંદોલન તરીકે…