ભારતમાં નાગરિકતા નિયમોમાં મોટો ફેરફાર, 3 દેશોના નાગરિકો માટે પાસપોર્ટ સરન્ડર ફરજિયાત

કેન્દ્ર સરકારે નાગરિકતા મેળવવા સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 18 મે 2026ના રોજ જાહેર કરાયેલા નવા નોટિફિકેશન મુજબ હવે પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના નાગરિકોએ ભારતની નાગરિકતા મેળવવા માટે પોતાનો પાસપોર્ટ સરન્ડર કરવો ફરજિયાત રહેશે.

આ નવા નિયમો નાગરિકતા સુધારા કાયદા (CAA) હેઠળ ભારતની નાગરિકતા માટે અરજી કરનાર લોકો પર લાગુ પડશે. ખાસ કરીને પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના અરજદારો માટે સરકારે આ નિયમોમાં ફેરફાર કર્યો છે.

નવા નિયમો અનુસાર હવે અરજદારે એફિડેવિટ આપીને જાહેર કરવું પડશે કે તેમની પાસે હાલમાં અથવા અગાઉ આ ત્રણ દેશોમાંથી કોઈ દેશનો પાસપોર્ટ હતો કે નહીં. જો અરજદાર પાસે માન્ય અથવા મુદત પૂર્ણ થયેલો પાસપોર્ટ હશે તો તેની સંપૂર્ણ વિગતો આપવી ફરજિયાત રહેશે.

સરકારે નાગરિકતા નિયમો 2009ની અનુસૂચિ ICમાં સુધારો કરીને આ પ્રસ્તાવને સત્તાવાર રીતે અમલમાં મૂક્યો છે. અરજદારે પાસપોર્ટ નંબર, પાસપોર્ટ ક્યારે અને ક્યાંથી જારી થયો હતો તેમજ તેની એક્સપાયરી તારીખ જેવી માહિતી આપવાની રહેશે.

આ ઉપરાંત, નાગરિકતા મંજૂર થયા બાદ 15 દિવસની અંદર અરજદારે પોતાના માન્ય અને મુદત પૂર્ણ થયેલા બંને પ્રકારના પાસપોર્ટ સંબંધિત સિનિયર સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ અથવા સુપ્રિટેન્ડન્ટ ઓફ પોસ્ટ પાસે સરન્ડર કરવાની સંમતિ પણ આપવી પડશે. કેન્દ્ર સરકારના આ નિર્ણયને નાગરિકતા પ્રક્રિયામાં વધુ પારદર્શિતા અને દસ્તાવેજી ચકાસણી મજબૂત બનાવવાના પગલા તરીકે જોવામાં આવી રહ્યો છે.

 

 

 

  • Related Posts

    UDPના 8 MLA ભાજપમાં જોડાયા, મેઘાલયમાં ભાજપ બીજો સૌથી મોટો રાજકીય પક્ષ બન્યો….

    નવી દિલ્હી : મેઘાલયની રાજનીતિમાં બુધવારે મોટો ફેરફાર જોવા મળ્યો છે. યુનાઇટેડ ડેમોક્રેટિક પાર્ટી (UDP)ના 8 MLA ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે આ MLAનું પાર્ટીમાં ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પક્ષપલટા બાદ 60 સભ્યોની મેઘાલય વિધાનસભામાં ભાજપની સંખ્યા વધીને 10 થઈ ગઈ છે, જેના કારણે ભાજપ હવે સત્તાધારી નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) બાદ રાજ્યનો બીજો સૌથી મોટો પક્ષ બની ગયો છે. બીજી તરફ, આઠ MLAના પક્ષપલટા બાદ UDPની સંખ્યા ઘટીને 4 MLA પર આવી ગઈ છે. ભાજપ અને UDP બંને હાલ NPPના નેતૃત્વવાળા મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ (MDA) સરકારના ઘટક પક્ષો છે. આથી આ ફેરફારથી માત્ર વિપક્ષી રાજકારણ જ નહીં પરંતુ સત્તાધારી ગઠબંધનની અંદરની રાજકીય ગણિતમાં પણ ફેરફાર આવ્યો છે. દિલ્હીમાં…

    LPG-આધાર પ્રમાણીકરણ: 1 Octoberથી શું ફેરફારો થશે? જાણો કોને કરાવવું પડશે અને કેવી રીતે

    નવી દિલ્હી : દેશના કરોડો ઘરેલુ LPG ગ્રાહકો માટે 1 October 2026થી મહત્વપૂર્ણ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. કેન્દ્રના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય મુજબ, સબસિડીવાળા ઘરેલુ LPG સિલિન્ડરનું રિફિલ નિયમિત રિટેલ વેચાણ કિંમત (RSP) પર બુક કરવા માટે બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ (Biometric Aadhaar Authentication-BAA) પૂર્ણ કરવું જરૂરી રહેશે. એટલે કે જે ગ્રાહકોએ હજુ સુધી આધાર આધારિત બાયોમેટ્રિક ચકાસણી પૂર્ણ કરી નથી, તેમણે આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. સરકારના જણાવ્યા મુજબ આ નિયમનો હેતુ સાચા અને પાત્ર ગ્રાહકો સુધી LPG સબસિડી પહોંચાડવાનો, ડુપ્લિકેટ અથવા અયોગ્ય કનેક્શન દૂર કરવાનો અને સબસિડીવાળા સિલિન્ડરોના વ્યાવસાયિક કે ઔદ્યોગિક ઉપયોગ તરફના ડાયવર્ઝનને રોકવાનો છે. મહત્વની વાત એ છે કે જેઓ પહેલેથી આધાર પ્રમાણીકરણ પૂર્ણ કરી ચૂક્યા છે, તેમને 1 October…