વાવમાં ડીઝલ અછતની અફવાએ મચાવ્યો હાહાકાર: પેટ્રોલ પંપ પર લાગી કેરબાઓની લાંબી કતારો

વાવ-થરાદ વિસ્તારમાં ડીઝલની અછતની અફવા ફેલાતા ખેડૂતો અને વાહનચાલકોમાં ભારે ફફડાટનો માહોલ સર્જાયો છે. ખેતીની સિઝન વચ્ચે ડીઝલ નહીં મળે તેવી ભીતિને કારણે વાવ-થરાદ હાઈવે પર આવેલા જીઓ પેટ્રોલ પંપ પર વહેલી સવારથી જ લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી. ખેડૂતો પોતાના ટ્રેક્ટર અને વાહનો સાથે મોટી સંખ્યામાં ડીઝલ ભરાવવા પહોંચતા લાંબી કતારો જોવા મળી હતી.

સ્થિતિ એટલી ગંભીર બની ગઈ હતી કે અનેક ખેડૂતો પોતાના સાથે 200-200 લીટરના પ્લાસ્ટિકના કેરબા લઈને આવ્યા હતા અને તેમાં ડીઝલનો સંગ્રહ કરતા જોવા મળ્યા હતા. સામાન્ય રીતે જ્વલનશીલ પદાર્થો માટે સુરક્ષિત ધાતુના કન્ટેનરનો ઉપયોગ થવો જોઈએ, પરંતુ અહીં ખુલ્લેઆમ પ્લાસ્ટિકના પાત્રોમાં ડીઝલ ભરાતું હોવાથી સુરક્ષાના નિયમો પર સવાલો ઊભા થયા છે.

પ્લાસ્ટિકના ડબ્બાઓમાં ડીઝલનો સંગ્રહ અને પરિવહન કરવું અત્યંત જોખમી માનવામાં આવે છે. જો પરિવહન દરમિયાન કોઈ ચિનગારી કે અકસ્માત સર્જાય તો મોટી આગ લાગવાની અને જાનહાનિ થવાની શક્યતા નકારી શકાય નહીં. તેમ છતાં પેટ્રોલ પંપ પર સુરક્ષાના નિયમોનું પાલન થતું ન હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

અફવાઓના કારણે ઉભી થયેલી આ પરિસ્થિતિ વચ્ચે સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક ડીઝલની ઉપલબ્ધતા અંગે સ્પષ્ટતા કરે અને જોખમી રીતે થઈ રહેલા ડીઝલના સંગ્રહ તથા વેચાણ પર કડક કાર્યવાહી કરે. સમયસર યોગ્ય પગલાં નહીં લેવાય તો વાવ-થરાદ હાઈવે પર મોટી હોનારત સર્જાઈ શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

 

 

  • Related Posts

    જાહેર પરીક્ષા સુધારા બિલ લોકસભામાં પાસ: 10 વર્ષ જેલ અને ₹10 કરોડ દંડ Revolutionary

    જાહેર પરીક્ષા સુધારા બિલ લોકસભામાં પાસ: પેપર લીક અને ગેરરીતિઓ સામે હવે 10 વર્ષ સુધીની જેલ, ₹10 કરોડ સુધીના દંડની જોગવાઈ  હેર પરીક્ષા સુધારા બિલ લોકસભામાં પાસ: 10 વર્ષ સુધીની…

    અમરનાથ 2026 : Amarnath Yatra Update : ભારે વરસાદ વચ્ચે કડક સુરક્ષામાં અમરનાથ યાત્રા યથાવત Safe Passage

    Amarnath Yatra 2026: વરસાદી પડકારો વચ્ચે પણ અટકી નહીં આસ્થાની યાત્રા, ચંદેરકોટથી સુરક્ષિત રીતે રવાના થયા હજારો યાત્રાળુઓ શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં સતત પડી રહેલા ભારે વરસાદ વચ્ચે પણ દેશની સૌથી પવિત્ર…