મધર્સ-ડે/ ઐતિહાસિક ધરોહર ઉપરકોટનાં કિલ્લામાં નોકરી કરતા સ્ટાફની માતાઓએ માણી મોજ

@કૃતાર્થ વૈશ્નવ, સંવાદદાતા – જૂનાગઢ

આપણી સંસ્કૃતિ પ્રમાણે મધર્સ-ડે હોય જ ન શકે, કારણ કે આપણી સંસ્કૃતિમાં માઁ ને ભગવાન કરતા પણ ઉપરનો દરજ્જો પ્રાપ્ત છે. અહીં માઁ નો દિવસ હોય જ ન શકે અહીં તો સમગ્ર જીવન અને જીવન પર્યાતનો કાળ પણ માઁ માટે સમર્પિત છે. પરંતુ આજે વિશ્વની તમામ સંસ્કૃતિ એક સાથે ચાલતી દેખાય છે. અને સનાતની ભારત તમામને નાત-જાત, દેશ, ઘર્મને સાથે રાખીને ચાલતો દેશ છે. ભારતએ વિશ્વનો એક માત્ર એવો દેશ છે જેની માતૃ વિભક્તિ છે અને માટે જ ભારત માતા ની જય કહેવામાં આવે છે. આવા ઐતિહાસિક દેશનાં ઐતિહાસિક જૂનાગઢનાં ઐતિહાસિક સ્થળ એવા ઉપરકોટનાં કિલ્લા ખાતે પણ માઁ માટે અને માઁ સાથે ઉજવણી કરવામાં આવી.

આ પણ વાંચો – સોનું નહીં ખરીદીએ તો દેશને શું ફાયદો? PM મોદીની અપીલ પાછળનું આર્થિક ગણિત સમજીએ

ઉપરકોટ કિલ્લો મેનેજ કરતી સવાણી હેરિટેજ કન્ઝર્વેશન પ્રાઈવેટ લિમિટેડ કંપની ઉપરકોટ કિલ્લા, મહાબ્બત મકબરા, મજેવડી ગેટસ્થિત એન્ટીક કોઈન મ્યુઝિયમ તથા સરદાર ગેટ ગેલેરીનું સંચાલન કરી રહી છે. કંપનીનાં ટુરીઝમ ડેસ્ટિનેશન હેડ રાજેશ તોતલાણી એ જણાવ્યું કે આજ ઉપરકોટ કિલ્લા ખાતે મધર્સ ડે નિમિત્તે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

મધર્સ ડે પ્રસંગે કંપનીનાં તમામ સ્ટાફ સભ્યોની માતાઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વિવિધ મનોરંજક રમતો, ફન એક્ટિવિટી સાથે આનંદ ભર્યો સમય પસાર કરવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉપસ્થિત તમામ માતાઓએ કાર્યક્રમની પ્રશંસા કરી અને આ અનોખી પહેલ બદલ કંપની પ્રત્યે આભાર વ્યક્ત કર્યો.

આ પણ વાંચો – “માત્ર દીકરીઓને નહીં, દીકરાઓને પણ સંસ્કાર આપો”: અનાર પટેલની સમાજને ટકોર

સામાન્ય રીતે માતા ભોજન પીરસતી હોઈ છે, પણ અહીં સ્ટાફ દ્વારા માતાઓને ભોજન પિરસી ને પૂણ્યતાની અનુભૂતી લેવામાં આવી. સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને પરિવારિક વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક પૂર્ણ ઉજવવામાં આવ્યો અને માતાઓ પ્રત્યે ખરેખર આભાર વ્યક્ત કરવાની અનોખી સફળ કોશિશ કરવામાં આવી.

 

#Mothers_of_staff  #historic #heritage #Uparkot_Fort  #MothersDay #Maa

Follow us on

  • Related Posts

    Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? Absolute Authority

    Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? India નવી દિલ્હી: કોઈ વ્યક્તિ જમીનનો એક નાનો ટુકડો ખરીદે છે. રજિસ્ટ્રી થાય છે, દસ્તાવેજો તેના નામે થાય છે અને ત્યારબાદ તે જમીનને પોતાની મિલકત તરીકે ઓળખાવે છે. પરંતુ અહીં એક મોટો બંધારણીય અને કાનૂની સવાલ ઊભો થાય છે—Indiaની જમીન, નદીઓ, જંગલો અને અન્ય કુદરતી સંસાધનોની આખરે માલિકી કોની છે? શું દેશની તમામ જમીન સરકારની છે? શું નદી કે જંગલ કોઈ વ્યક્તિ પોતાની ખાનગી મિલકત તરીકે ખરીદી શકે? અને જો સરકાર કોઈ ખાનગી જમીન કાયદા હેઠળ હસ્તગત કરી શકે છે, તો ખાનગી માલિકીના અધિકારની હદ કેટલી છે?આ સવાલનો જવાબ એક જ કલમમાં મળતો નથી. Indiaના બંધારણમાં મિલકતનો અધિકાર, રાજ્યની કાયદા બનાવવાની સત્તા, કુદરતી સંસાધનોનું…

    GMDC : તત્કાલિન નરેન્દ્ર મોદી સરકારના નિર્ણયને ફેરવી તોળતી ભૂપેન્દ્ર પટેલની સરકાર ! GMDC ગ્રાઉન્ડમાં રૂપિયાથી પાસ ખરીદીને ગરબા રમવાની સલવતનો આક્ષેપ ! 1 Constructive

    તત્કાલિન નરેન્દ્ર મોદી સરકારના નિર્ણયને ફેરવી તોળતી ભૂપેન્દ્ર પટેલની સરકાર? GMDC ગ્રાઉન્ડમાં રૂપિયાથી પાસ ખરીદીને ગરબા રમવાની સુવિધાનો કોંગ્રેસનો આક્ષેપ અમદાવાદ GMDC : ગુજરાતની ઓળખ અને સાંસ્કૃતિક વારસાનો મહત્વનો હિસ્સો ગણાતા ગરબાને વિશ્વભરમાં પહોંચાડવા માટે ગુજરાત સરકાર અને ગુજરાત ટુરિઝમ દ્વારા વર્ષોથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાતો વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ પણ આ પરંપરાનો મહત્વનો ભાગ રહ્યો છે. જોકે, 2026ની નવરાત્રિ પહેલાં આ કાર્યક્રમમાં પ્રવેશ માટે પાસ અને ટિકિટની વ્યવસ્થા શરૂ થતાં રાજકીય વિવાદ ઊભો થયો છે. અહેવાલો અનુસાર, આ વર્ષે GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાનારા વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં પ્રથમ દિવસ બાદ ચૂકવણી કરીને પ્રવેશ મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત ટુરિઝમની સોશિયલ મીડિયા પોસ્ટમાં પણ ખેલૈયાઓને પાસ બુક કરાવવા અને સવારે…