તમિલનાડુમાં સત્તા માટે જોરદાર રાજકીય સંગ્રામ, AIADMKના ધારાસભ્યો રિસોર્ટમાં શિફ્ટ

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ રાજ્યમાં સરકાર રચવાની પ્રક્રિયા વધુ રસપ્રદ અને રાજકીય રીતે ગરમાઈ ગઈ છે. 108 બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરેલી વિજયની પાર્ટી TVK સરકાર બનાવવાના પ્રયાસોમાં લાગી છે, જ્યારે બીજી તરફ AIADMK એ તેના તમામ 47 ધારાસભ્યોને પુડુચેરીના રિસોર્ટમાં ખસેડી દીધા છે.

હોર્સ ટ્રેડિંગની ભીતિ વચ્ચે રિસોર્ટ પોલિટિક્સ
રાજકીય ગલિયારાઓમાં ચર્ચા છે કે AIADMKના ધારાસભ્યોને પોતાના પક્ષમાં ખેંચવાના પ્રયાસો તેજ બન્યા છે. આ ભંગાણને રોકવા માટે પક્ષે તમામ ધારાસભ્યોને કડક સુરક્ષા વચ્ચે પુડુચેરીના રિસોર્ટમાં રાખ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધારાસભ્યોની હલચલ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને બહારના સંપર્કોને પણ મર્યાદિત કરવામાં આવ્યા છે.

DMK અને AIADMK વચ્ચે ગુપ્ત સમીકરણોની ચર્ચા
રાજ્યની રાજનીતિમાં સૌથી મોટો ચોંકાવનારો મુદ્દો એ છે કે વિજયને સત્તાથી દૂર રાખવા માટે DMK અને AIADMK વચ્ચે પડદા પાછળ ચર્ચાઓ ચાલી રહી હોવાના અહેવાલો સામે આવી રહ્યા છે. ચર્ચા એવી છે કે DMK બહારથી ટેકો આપીને AIADMKની સરકાર રચવામાં મદદ કરી શકે છે અને પોતે વિપક્ષમાં બેસી શકે છે. જો આવું બને તો તે તમિલનાડુની રાજનીતિમાં ઐતિહાસિક ઘટનાસમાન માનવામાં આવશે.

વિજય માટે બહુમતીનો આંકડો હજુ દૂર
TVK ને કોંગ્રેસના 5 ધારાસભ્યોના સમર્થન બાદ કુલ આંકડો 112 સુધી પહોંચ્યો છે. જોકે સરકાર બનાવવા માટે જરૂરી 118ના જાદુઈ આંકડાથી પાર્ટી હજુ દૂર છે. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકરે વિજયને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પૂરતું સંખ્યાબળ સાબિત કર્યા વગર સરકાર રચવાનું આમંત્રણ આપી શકાય નહીં. સૂત્રોના જણાવ્યા મુજબ, વિજયે રાજ્યપાલ સાથે બે વખત મુલાકાત કરી હતી, પરંતુ બંને વખત બહુમતીના પૂરતા આંકડા ન હોવાના કારણે સરકાર રચનાની પ્રક્રિયા આગળ વધી શકી નથી.

AIADMK નું કડક વલણ
AIADMK એ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ પરિસ્થિતિમાં વિજયની સરકાર બનવા દેશે નહીં. બીજી તરફ કોંગ્રેસ પણ આ મુદ્દે આક્રમક વલણ અપનાવી રહી છે અને રાજ્યપાલની ભૂમિકા સામે સોશિયલ મીડિયા પર ખુલ્લી નારાજગી વ્યક્ત કરી છે. હવે આગામી 24 કલાક તમિલનાડુની રાજનીતિ માટે અત્યંત નિર્ણાયક માનવામાં આવી રહ્યા છે. રાજ્યમાં નવી રાજકીય ગોઠવણ સર્જાશે કે સત્તા માટેનું સંઘર્ષ વધુ ઉગ્ર બનશે તેના પર સૌની નજર ટકેલી છે.

 

 

  • Related Posts

    Jio True : મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True5G ડેટા અને કોલિંગ Unlimited

    મુકેશ અંબાણીની કંપનીનો સૌથી સસ્તો 5G પ્લાન, ₹198માં મળશે True 5G ડેટા અને કોલિંગ નવી દિલ્હી: True  રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ઓછા બજેટમાં 5G કનેક્ટિવિટી મેળવવા માગતા હોય તો ₹198નો પ્રીપેડ રિચાર્જ પ્લાન ચર્ચામાં છે. આ પ્લાનમાં યોગ્ય ગ્રાહકોને અનલિમિટેડ Jio True 5G ડેટા સાથે દરરોજ 2GB હાઇ-સ્પીડ ડેટા, અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 100 SMSની સુવિધા મળે છે. પ્લાનની વેલિડિટી 14 દિવસની છે. હાલના રિચાર્જ પ્લાન લિસ્ટિંગ મુજબ ₹198ને જિયોના સૌથી ઓછા ભાવવાળા True 5G Unlimited પ્લાન તરીકે દર્શાવવામાં આવી રહ્યો છે. જોકે અહીં એક મહત્વની શરત છે. અનલિમિટેડ 5Gનો લાભ દરેક પરિસ્થિતિમાં આપમેળે મળતો નથી. તેનો ઉપયોગ કરવા માટે 5G-સપોર્ટેડ ફોન, જિયોનું True 5G કવરેજ અને પ્લાનની પાત્રતા જરૂરી છે. જિયોની પોતાની માહિતી મુજબ…

    Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? Absolute Authority

    Indiaની જમીન, નદીઓ અને જંગલોની માલિકી કોની છે? બંધારણ શું કહે છે? India નવી દિલ્હી: કોઈ વ્યક્તિ જમીનનો એક નાનો ટુકડો ખરીદે છે. રજિસ્ટ્રી થાય છે, દસ્તાવેજો તેના નામે થાય છે અને ત્યારબાદ તે જમીનને પોતાની મિલકત તરીકે ઓળખાવે છે. પરંતુ અહીં એક મોટો બંધારણીય અને કાનૂની સવાલ ઊભો થાય છે—Indiaની જમીન, નદીઓ, જંગલો અને અન્ય કુદરતી સંસાધનોની આખરે માલિકી કોની છે? શું દેશની તમામ જમીન સરકારની છે? શું નદી કે જંગલ કોઈ વ્યક્તિ પોતાની ખાનગી મિલકત તરીકે ખરીદી શકે? અને જો સરકાર કોઈ ખાનગી જમીન કાયદા હેઠળ હસ્તગત કરી શકે છે, તો ખાનગી માલિકીના અધિકારની હદ કેટલી છે?આ સવાલનો જવાબ એક જ કલમમાં મળતો નથી. Indiaના બંધારણમાં મિલકતનો અધિકાર, રાજ્યની કાયદા બનાવવાની સત્તા, કુદરતી સંસાધનોનું…