Election Commission of Indiaનો કડક નિર્ણય: પશ્ચિમ બંગાળના 15 બૂથ પર 2 મેે ફરી મતદાન

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી દરમિયાન ગેરરીતિઓ અંગે મળેલી ફરિયાદોને ગંભીરતાથી લેતા ચૂંટણી પંચે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. પંચે દક્ષિણ 24 પરગણા જિલ્લામાં આવેલા કુલ 15 મતદાન મથકો પર 2 મેના રોજ ફરી મતદાન (રી-પોલિંગ) કરાવવાનો આદેશ આપ્યો છે.

ક્યાં થશે ફરી મતદાન?
ચૂંટણી પંચના નિર્ણય મુજબ, મગરહાટ પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારના 11 બૂથો પર ફરી મતદાન થશે. સાથે જ Diamond Harbour મતવિસ્તારના 4 બૂથો પર પણ રિ-પોલિંગ કરાવવામાં આવશે. આ બંને વિસ્તારોમાંથી ગેરરીતિ અને મતદાન પ્રક્રિયામાં અનિયમિતતાઓ અંગે વ્યાપક ફરિયાદો મળી હતી.

પારદર્શિતા માટે કડક વલણ
ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને પારદર્શિતા જળવાઈ રહે તે માટે ચૂંટણી પંચે આ કડક નિર્ણય લીધો છે. અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે ફરી મતદાન દરમિયાન તમામ નિયમોનું કડક પાલન થાય અને મતદારોને નિર્ભય રીતે મતદાન કરવાની તક મળે.

ફાલ્ટા બેઠક પર પણ નજર
ચૂંટણી પંચની નજર હજુ પણ અન્ય સંવેદનશીલ વિસ્તારો પર છે. ખાસ કરીને Falta વિધાનસભા મતવિસ્તારમાં મળેલી ફરિયાદોને લઈને જિલ્લા પ્રશાસન પાસેથી રિપોર્ટ માંગવામાં આવ્યો છે. આ રિપોર્ટના આધારે ત્યાં પણ ફરી મતદાન કરાવવાનો નિર્ણય લેવાઈ શકે છે.

 

 

  • Related Posts

    LPG-આધાર પ્રમાણીકરણ: 1 Octoberથી શું ફેરફારો થશે? જાણો કોને કરાવવું પડશે અને કેવી રીતે

    નવી દિલ્હી : દેશના કરોડો ઘરેલુ LPG ગ્રાહકો માટે 1 October 2026થી મહત્વપૂર્ણ નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. કેન્દ્રના પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય મુજબ, સબસિડીવાળા ઘરેલુ LPG સિલિન્ડરનું રિફિલ નિયમિત રિટેલ વેચાણ કિંમત (RSP) પર બુક કરવા માટે બાયોમેટ્રિક આધાર પ્રમાણીકરણ (Biometric Aadhaar Authentication-BAA) પૂર્ણ કરવું જરૂરી રહેશે. એટલે કે જે ગ્રાહકોએ હજુ સુધી આધાર આધારિત બાયોમેટ્રિક ચકાસણી પૂર્ણ કરી નથી, તેમણે આ પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે. સરકારના જણાવ્યા મુજબ આ નિયમનો હેતુ સાચા અને પાત્ર ગ્રાહકો સુધી LPG સબસિડી પહોંચાડવાનો, ડુપ્લિકેટ અથવા અયોગ્ય કનેક્શન દૂર કરવાનો અને સબસિડીવાળા સિલિન્ડરોના વ્યાવસાયિક કે ઔદ્યોગિક ઉપયોગ તરફના ડાયવર્ઝનને રોકવાનો છે. મહત્વની વાત એ છે કે જેઓ પહેલેથી આધાર પ્રમાણીકરણ પૂર્ણ કરી ચૂક્યા છે, તેમને 1 October…

    FBIની સિસ્ટમમાં ઘૂસણખોરીનો દાવો: ‘લગભગ તમામ’ એજન્ટોની માહિતી ચોરી હોવાનો Hacker જૂથનો દાવો….

    વોશિંગ્ટન : અમેરિકાની સૌથી મહત્વપૂર્ણ તપાસ એજન્સીઓમાંની એક FBI (Federal Bureau of Investigation) સાથે જોડાયેલો મોટો સાયબર સુરક્ષા વિવાદ સામે આવ્યો છે. ShinyHunters નામના સાયબર ક્રાઇમ જૂથે દાવો કર્યો છે કે તેણે FBIની સિસ્ટમમાં ઘૂસણખોરી કરીને મોટી સંખ્યામાં વર્તમાન અને ભૂતપૂર્વ કર્મચારીઓ તેમજ FBIમાં નોકરી માટે અરજી કરનારા લોકોનો સંવેદનશીલ ડેટા મેળવી લીધો છે. Hacker જૂથે પોતાના ડાર્ક વેબ લીક પ્લેટફોર્મ પર એવો દાવો કર્યો છે કે તેની પાસે “લગભગ તમામ FBI એજન્ટો” અને FBIમાં નોકરી માટે અરજી કરનારા લોકોની માહિતી છે. જોકે, FBIએ આ દાવાની સંપૂર્ણ પુષ્ટિ કરી નથી. અમેરિકન તપાસ એજન્સીએ માત્ર એટલું જણાવ્યું છે કે FBIjobs.govને અસર કરતી અનધિકૃત પ્રવૃત્તિ અંગે એજન્સી વાકેફ છે અને ઘટનાની તપાસ ચાલી રહી છે. Hacker હેકર જૂથે…