ઈરાનનો અમેરિકાને ટાંકોઃ યુદ્ધના ખર્ચ પર આંકડાઓને લઈને વિવાદ તેજ

મધ્યપૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાન – યુનાઇટેડ સ્ટેટ્સ પર યુદ્ધના ખર્ચ અંગે ખોટી માહિતી આપવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ દાવો કર્યો છે કે અમેરિકા વાસ્તવિક આંકડાઓ છુપાવી રહ્યું છે અને યુદ્ધનો ખર્ચ જાહેર કરાયેલા આંકડા કરતા ઘણો વધારે છે.

ઈરાનનો મોટો દાવો
અબ્બાસ અરગચીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે પેન્ટાગોન યુદ્ધના ખર્ચ અંગે પારદર્શિતા રાખતું નથી. તેમના મુજબ, અત્યાર સુધીમાં અમેરિકા પર 100 અબજ ડોલરથી વધુનો ખર્ચ આવ્યો છે, જ્યારે સત્તાવાર રીતે માત્ર 25 અબજ ડોલર બતાવવામાં આવ્યા છે. તેમણે એવો પણ દાવો કર્યો કે આ ખર્ચનો બોજ સામાન્ય અમેરિકન નાગરિકો પર પડી રહ્યો છે, અને દરેક પરિવારે દર મહિને આશરે 500 ડોલર જેટલો ભાર સહન કરવો પડી રહ્યો છે.

અમેરિકાનું શું કહેવું?
અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથએ સંસદમાં નિવેદન આપતા કહ્યું હતું કે ઈરાન સામેની સૈન્ય કાર્યવાહી પર અત્યાર સુધીમાં આશરે 25 અબજ ડોલરનો ખર્ચ થયો છે. જોકે, કેટલાક ડેમોક્રેટિક નેતાઓ અને અર્થશાસ્ત્રીઓ આ આંકડાને અધૂરા ગણાવી રહ્યા છે. નિષ્ણાતોના અંદાજ મુજબ યુદ્ધનો કુલ ખર્ચ 630 અબજ ડોલરથી લઈને 1 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી શકે છે.

ઈરાની સ્પીકરનો કટાક્ષ
ઈરાનની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલીબાફએ અમેરિકાની નીતિઓ પર કટાક્ષ કરતા કહ્યું કે ઈરાનને ઘેરવું સરળ નથી. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે જો ન્યુ યોર્ક શહેર થી લોસ એન્જલસ સુધી બે દીવાલો બનાવવામાં આવે તો પણ તેની લંબાઈ ઈરાનની સરહદો કરતાં ઓછી રહેશે. આ મુદ્દે બંને દેશો વચ્ચે આરોપ-પ્રત્યારોપનો સિલસિલો વધુ તેજ બન્યો છે, જે ભવિષ્યમાં વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ પર પણ અસર કરી શકે છે.

 

 

  • Related Posts

    ગુજરાતમાં એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ પર લાદવામાં આવશે સંપૂર્ણ પ્રતિબંધ

    ગુજરાત સરકાર રાજ્યના નાગરિકોના આરોગ્યને પ્રાથમિકતા આપતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી છે કે 6 ઓગસ્ટથી સમગ્ર ગુજરાતમાં એનાલોગ ડેરી પ્રોડક્ટ્સ જેવી કે એનાલોગ પનીર, એનાલોગ ચીઝ અને એનાલોગ બટરનું ઉત્પાદન, સંગ્રહ, પરિવહન, વિતરણ અને વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ અમલમાં આવશે. સરકારનું માનવું છે કે બજારમાં ભેળસેળયુક્ત અને ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા ઉત્પાદનો સામે કડક કાર્યવાહી જરૂરી બની ગઈ હતી. હવે આ પ્રતિબંધના અમલ બાદ નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિઓ તેમજ ફૂડ બિઝનેસ ઓપરેટર્સ સામે ફૂડ સેફ્ટી કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર લોકોના સ્વાસ્થ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરશે નહીં. છેલ્લા કેટલાક સમયથી ડેરી પ્રોડક્ટ્સના નામે બજારમાં એવા ઉત્પાદનો…

    ગુજરાતમાં આગામી 5 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, 27 ડેમ ઓવરફ્લો

    ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બનતા હવામાન વિભાગે આગામી પાંચ દિવસ રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર યથાવત રહેવાની સંભાવના છે, જ્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે. રાજ્યમાં અત્યાર સુધી સારો વરસાદ નોંધાતા જળાશયોમાં પાણીની આવક વધી છે અને હાલમાં 27 ડેમ સંપૂર્ણ ભરાઈને ઓવરફ્લો થઈ રહ્યા છે. જોકે રાજ્યની જીવાદોરી ગણાતા સરદાર સરોવર નર્મદા ડેમમાં હજુ પણ આશરે 22 ટકા જેટલી સંગ્રહ ક્ષમતા ખાલી છે. આગામી પાંચ દિવસ કેવું રહેશે હવામાન? હવામાન વિભાગની આગાહી અનુસાર 5 ઓગસ્ટથી 10 ઓગસ્ટ દરમિયાન છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા-નગર હવેલીના…