15 વર્ષ લિવ-ઈનમાં રહ્યા પછી દુષ્કર્મનો આરોપ: સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણીઓ

લિવ-ઈન રિલેશનશિપ અને લગ્નનું ખોટું વચન આપી યૌન શોષણના આરોપ સાથે જોડાયેલા એક મહત્વપૂર્ણ કેસમાં સુપ્રીમ કોર્ટે તીવ્ર ટિપ્પણીઓ કરી છે. મધ્યપ્રદેશના આ કેસમાં એક મહિલા 15 વર્ષ સુધી એક પુરુષ સાથે લિવ-ઈનમાં રહી હતી અને બંનેને સાત વર્ષનુંSantાન પણ છે. બાદમાં મહિલાએ પુરુષ વિરુદ્ધ દુષ્કર્મ અને યૌન શોષણનો કેસ નોંધાવ્યો હતો.

આ મામલે મધ્યપ્રદેશ હાઈકોર્ટે એફઆઈઆર રદ કરી દીધી હતી, જેના વિરોધમાં મહિલાએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાની બેન્ચે મહત્વપૂર્ણ પ્રશ્ન ઉઠાવ્યો કે, જો સંબંધો પરસ્પર સંમતિથી બન્યા હોય, તો તેમાં ગુનો કેવી રીતે ગણાય?

કોર્ટે નોંધ્યું કે મહિલા અને પુરુષ લગ્ન કર્યા વગર લાંબા સમય સુધી સાથે રહ્યા અને તેમનેSantાન પણ છે. આવી પરિસ્થિતિમાં વર્ષો બાદ દુષ્કર્મનો આરોપ લગાવવો ગંભીર મુદ્દો છે.

મહિલાના વકીલે દલીલ કરી કે આરોપીએ લગ્ન કરવાનો ખોટો વચન આપીને સંબંધ બનાવ્યા હતા. જોકે, કોર્ટે સ્પષ્ટ કહ્યું કે લિવ-ઈન રિલેશનશિપમાં કાયદાકીય બંધન ન હોવાને કારણે બંને પક્ષો કોઈપણ સમયે અલગ થઈ શકે છે, અને તેમાં આવા જોખમો રહેલા હોય છે.

બેન્ચે વધુમાં જણાવ્યું કે જો પુરુષે પોતાના પહેલા લગ્નની વાત છુપાવી હોય, તો મહિલાને કાયદાકીય વિકલ્પો ઉપલબ્ધ હતા — જેમ કે બીજા લગ્ન વિરુદ્ધ કાર્યવાહી અથવા ભરણપોષણ માટે દાવો કરવો.

સુપ્રીમ કોર્ટે મહિલાને સલાહ આપી કે તે પોતાનાSantાન માટે ભરણપોષણની માંગ કરી શકે છે. સાથે જ, બંને પક્ષોને સમાધાન માટે વિચારવા જણાવ્યું છે. કોર્ટે જણાવ્યું કે માત્ર પુરુષને જેલમાં મોકલવાથી મહિલાને ખાસ લાભ નહીં મળે, જ્યારેSantાનના ભવિષ્ય માટે ભરણપોષણ વધુ મહત્વપૂર્ણ છે.

  • Related Posts

    અમદાવાદમાં મતગણતરી કેન્દ્રો પર મોબાઈલ અને વાહન પર પ્રતિબંધ, પોલીસ કમિશનરનું જાહેરનામું

    અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણી પછી 28 એપ્રિલ, 2026 ના રોજ મતગણતરી થશે. અમુક મહત્વપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થાય, તે માટે અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જી.એસ. મલિક દ્વારા ખાસ…

    ભારત-ન્યૂઝીલૅન્ડ વચ્ચે ઐતિહાસિક FTA ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, નિકાસકારોને 100% ડ્યુટી ફ્રી

    આજ રોજ નવી દિલ્હીમાં ભારત અને ન્યૂઝીલૅન્ડ વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા, જે બંને દેશોના દ્વિપક્ષીય વેપાર અને આર્થિક સંબંધો માટે એક મહત્વપૂર્ણ મીળનો પથર…