ચૂંટણી નિરીક્ષકઅવંતિકા સિંઘ ઔલખે અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારના વિવિધ મતદાન મથકોની મુલાકાત લીધી

અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા ચૂંટણી નિરીક્ષકઅવંતિકા સિંઘ ઔલખ (IAS) દ્વારા આજે મતદાનના દિવસે શહેરના વિવિધ મતદાન મથકોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી.

ચૂંટણી નિરીક્ષક એ સવારે એસ.પી. સ્ટેડિયમની વિદ્યાનગર હાઇસ્કૂલ, ઉસ્માનપુરાના વિવિધ બુથ, નારણપુરાની સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કૂલના બુથ, નવરંગપુરાની એ.જી. ટીચર્સ હાઇસ્કૂલના બુથ તેમજ સી.એન. વિદ્યાલયના વિવિધ બુથની મુલાકાત લીધી હતી.

આ મુલાકાત દરમિયાન તેમણે મતદાન મથકો પર મતદારો માટેની સુવિધાઓ અને સુરક્ષા વ્યવસ્થા નિહાળી હતી. ચૂંટણી નિરીક્ષકએ મતદાન મથકો પર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવેલી વ્યવસ્થાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી અને તંત્રની કામગીરી પ્રત્યે સંતોષ વ્યક્ત કર્યો હતો.

  • Related Posts

    લોરેન્સ ગેંગની Canadaને ધમકી: “અમે Canadaપર રાજ કરીશું”, 5000થી વધુ ગેંગ સભ્યો હોવાનો દાવો; Threat Surge

    લોરેન્સ ગેંગની Canadaને ધમકી: “અમે Canadaપર રાજ કરીશું”, 5000થી વધુ ગેંગ સભ્યો હોવાનો દાવો; ગોળીબારની પણ ધમકી Canadaમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલી તપાસ દરમિયાન સામે આવેલા એક કથિત ધમકીભર્યા પત્રને લઈને ચકચાર મચી છે. કેનેડિયન પોલીસને મોકલવામાં આવેલા આ પત્રમાં ગેંગ તરફથી કેનેડામાં 5,000થી વધુ સભ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પત્રમાં કેનેડિયન પોલીસ અને સુરક્ષા એજન્સીઓને પડકાર આપતા “અમે કેનેડા પર રાજ કરીશું” જેવી ધમકી આપવામાં આવી હોવાનો અહેવાલ છે. આ પત્ર મૂળ વર્ષ 2025માં Canadaના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના એબોટ્સફોર્ડ પોલીસ વિભાગને મોકલવામાં આવ્યો હતો. જોકે તેનો સંપૂર્ણ લખાણ તાજેતરમાં જ જાહેર થયેલા દસ્તાવેજોના આધારે સામે આવ્યું છે. CBC News દ્વારા મેળવવામાં આવેલા દસ્તાવેજો મુજબ, આ પત્ર ઈમિગ્રેશન એન્ડ રેફ્યુજી બોર્ડ (IRB)ની એક કાર્યવાહી…

    એન. ચંદ્રશેખરન વધુ ૫ વર્ષ TATA સન્સના ચેરમેન રહેશે: બોર્ડે કાર્યકાળ લંબાવ્યો Elite Hold 2026

    ચંદ્રશેખરન વધુ 5 વર્ષ Tataસન્સના ચેરમેન રહેશે: બોર્ડે કાર્યકાળ વધાર્યો; અગાઉ પુનઃનિયુક્તિ નહીં સ્વીકારવાની કરી હતી જાહેરાત Tata ગ્રુપની હોલ્ડિંગ કંપની ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનના કાર્યકાળને લઈને છેલ્લા કેટલાક મહિનાથી ચાલી રહેલી અનિશ્ચિતતાનો નવો વળાંક આવ્યો છે. ટાટા સન્સના બોર્ડે ચંદ્રશેખરનને વધુ પાંચ વર્ષ માટે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ચાલુ રાખવાની મંજૂરી આપી છે. આ નિર્ણય અગાઉના ઘટનાક્રમથી ખાસ મહત્વનો બની રહ્યો છે, કારણ કે ઓગસ્ટ 2026માં ચંદ્રશેખરને પોતાના વર્તમાન કાર્યકાળ બાદ પુનઃનિયુક્તિ નહીં સ્વીકારવાની જાહેરાત કરી હતી. તે સમયે ટાટા સન્સના બોર્ડમાં તેમની આગામી ટર્મને લઈને સર્વસંમતિ બની શકી નહોતી. હવે Tata સન્સના બોર્ડે ફરી એકવાર તેમના નામને આગામી પાંચ વર્ષની ટર્મ માટે મંજૂરી આપી છે. જોકે આ નિર્ણયને અંતિમ અસરકારક બનવા માટે કંપનીની વાર્ષિક…