અમેરિકા–ઈરાન વચ્ચે ફરી વાતચીતની શક્યતા, અબ્બાસ અરાઘચી ઈસ્લામાબાદ પહોંચશે

મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે હવે ફરી શાંતિ મંત્રણા તરફ પગલાં લેવામાં આવી રહ્યા છે. ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી આજે ઈસ્લામાબાદ જવા રવાના થયા છે, જ્યાં યુનાઇટેડ સ્ટેટ્સ સાથે બીજી તબક્કાની વાતચીત યોજાવાની શક્યતા છે.

અરાઘચીએ સોશિયલ મીડિયા પર પોતાના પ્રવાસ અંગે માહિતી આપતા જણાવ્યું કે તેઓ ઈસ્લામાબાદ ઉપરાંત મસ્કત અને મોસ્કોની પણ મુલાકાત લેશે. આ પ્રવાસનો હેતુ સહયોગી દેશો સાથે સંકલન મજબૂત બનાવવાનો અને તાજેતરના સંઘર્ષ અંગે ચર્ચા કરવાનો છે. મીડિયા રિપોર્ટ મુજબ ઈસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા યોજાઈ શકે છે. માહિતી મુજબ, ઈરાનનું પ્રતિનિધિમંડળ પહેલેથી જ ત્યાં પહોંચી ગયું છે, જ્યારે અમેરિકાની લોજિસ્ટિક્સ અને સુરક્ષા ટીમ પણ હાજર છે.

યાદ રહે કે તાજેતરમાં ઈરાન – યુનાઇટેડ સ્ટેટ્સ સાથે બીજી તબક્કાની વાતચીતમાં ભાગ લેવા ઈન્કાર કર્યો હતો. ફેબ્રુઆરીમાં શરૂ થયેલા સંઘર્ષ બાદ યુદ્ધવિરામ લાગુ થયું હતું, જેને અમેરિકાએ આગળ વધાર્યું હતું. આ વચ્ચે અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથએ જણાવ્યું કે ઈરાન પાસે શાંતિ માટે યોગ્ય નિર્ણય લેવાની સારી તક છે.

અહેવાલો અનુસાર પાકિસ્તાન પણ આ પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. પાકિસ્તાની સેનાના વડા આસિમ મુનીર સાથે થયેલી ચર્ચા બાદ આ મુલાકાત આગળ વધી હોવાનું કહેવાય છે.

X : https://x.com/bindia276

  • Related Posts

    લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, Pride Rally

    લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’ યોજાયો: રાજ્યપાલે 21 અનુસૂચિત જાતિ-જનજાતિ પરિવારોનું સન્માન કર્યું, મહાનુભાવોએ સાથે ભોજન લીધું ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગુજરાત લોકભવન ખાતે ‘સામાજિક સમરસતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત રાજ્યપાલે અગાઉ જેમના ઘરે આત્મીયતાથી ભોજન લીધું હતું તે 21 અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ પરિવારોને લોકભવન ખાતે વિશેષ આમંત્રણ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગનો મુખ્ય ઉદ્દેશ સમાજના વિવિધ વર્ગો વચ્ચે સમાનતા, પરસ્પર સન્માન અને આત્મીયતાની ભાવનાને પ્રોત્સાહન આપવાનો રહ્યો હતો. કાર્યક્રમના અંતે રાજ્યપાલ અને ઉપસ્થિત મહાનુભાવોએ વિવિધ…

    લોરેન્સ ગેંગની Canadaને ધમકી: “અમે Canadaપર રાજ કરીશું”, 5000થી વધુ ગેંગ સભ્યો હોવાનો દાવો; Threat Surge

    લોરેન્સ ગેંગની Canadaને ધમકી: “અમે Canadaપર રાજ કરીશું”, 5000થી વધુ ગેંગ સભ્યો હોવાનો દાવો; ગોળીબારની પણ ધમકી Canadaમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલી તપાસ દરમિયાન સામે આવેલા એક કથિત ધમકીભર્યા પત્રને લઈને ચકચાર મચી છે. કેનેડિયન પોલીસને મોકલવામાં આવેલા આ પત્રમાં ગેંગ તરફથી કેનેડામાં 5,000થી વધુ સભ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પત્રમાં કેનેડિયન પોલીસ અને સુરક્ષા એજન્સીઓને પડકાર આપતા “અમે કેનેડા પર રાજ કરીશું” જેવી ધમકી આપવામાં આવી હોવાનો અહેવાલ છે. આ પત્ર મૂળ વર્ષ 2025માં Canadaના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના એબોટ્સફોર્ડ પોલીસ વિભાગને મોકલવામાં આવ્યો હતો. જોકે તેનો સંપૂર્ણ લખાણ તાજેતરમાં જ જાહેર થયેલા દસ્તાવેજોના આધારે સામે આવ્યું છે. CBC News દ્વારા મેળવવામાં આવેલા દસ્તાવેજો મુજબ, આ પત્ર ઈમિગ્રેશન એન્ડ રેફ્યુજી બોર્ડ (IRB)ની એક કાર્યવાહી…