ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઘટાડો: હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા જ બજારમાં 10% સુધીનો કડાકો

હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખુલવાની અને મધ્ય પૂર્વમાં તણાવ ઘટવાની આશંકાઓને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. બ્રેન્ટ ક્રૂડ લગભગ 10% સુધી ઘટીને 90 ડોલર પ્રતિ બેરલની આસપાસ પહોંચી ગયું છે, જ્યારે WTI ક્રૂડ પણ 83થી 86 ડોલર વચ્ચે ટ્રેડ થઈ રહ્યું છે.

અહેવાલ મુજબ, અગાઉ ઈરાન-સંબંધિત તણાવને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાની ભીતિ હતી, જેના કારણે વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી જોવા મળી હતી. પરંતુ હવે આ મહત્વપૂર્ણ સમુદ્રી માર્ગ ફરીથી સંપૂર્ણ રીતે ખુલતા જ સપ્લાય ચેઇન સ્થિર થવાની આશા વધી છે અને બજારમાં રહેલી ગભરાટ ઘટી છે.

બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, આ ઘટાડો માત્ર સપ્લાય સ્થિતિ સુધરવાના કારણે નહીં પરંતુ રોકાણકારોની પ્રોફિટ બુકિંગ અને સુધરતા વૈશ્વિક સેન્ટિમેન્ટને કારણે પણ જોવા મળ્યો છે. તાજેતરના યુદ્ધવિરામ અને રાજદ્વારી સંકેતોએ પણ બજાર પર સકારાત્મક અસર પાડી છે.

આ ઘટાડાનો સીધો લાભ ભારત જેવા આયાત આધારિત દેશોને મળી શકે છે. ક્રૂડ ઓઈલ સસ્તું થવાથી આયાત બિલમાં ઘટાડો થશે અને વિદેશી મુદ્રા ભંડાર પર દબાણ ઘટશે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી જળવાઈ રહેશે તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ નરમી આવવાની શક્યતા છે, જે મોંઘવારી ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

શેરબજારમાં પણ તેની સકારાત્મક અસર જોવા મળી શકે છે. ખાસ કરીને પેઇન્ટ, ટાયર અને ઓઈલ આધારિત ઉદ્યોગોની કંપનીઓને કાચા માલના ખર્ચમાં ઘટાડાનો સીધો લાભ મળશે. નિષ્ણાતોનું કહેવું છે કે ક્રૂડ ઓઈલની આગળની દિશા સંપૂર્ણપણે ભૂ-રાજકીય પરિસ્થિતિ પર નિર્ભર રહેશે. જો તણાવ વધુ ઘટશે તો ભાવમાં વધુ નરમી આવી શકે છે, પરંતુ કોઈ નવો સંકટ ઊભો થાય તો ફરી તેજી જોવા મળી શકે છે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    ધોરણ 9માં ત્રણ ભાષાની નીતિ ફરજિયાત ન બનાવવાની માંગ, CBSEની પોલિસી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી

    કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાની નીતિને ફરજિયાત બનાવવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ દલીલો રજૂ કરવામાં આવી હતી. અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી કે દેશની અનેક શાળાઓમાં જરૂરી શિક્ષકો, પાઠ્યપુસ્તકો અને અન્ય શૈક્ષણિક સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓને એવી ભાષા ભણવાની ફરજ પડી રહી છે, જેના માટે પૂરતી વ્યવસ્થા જ ઉપલબ્ધ નથી. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાન્તની અધ્યક્ષતાવાળી પીઠ સમક્ષ અરજદારોના વરિષ્ઠ વકીલ ગોપાલ શંકર નારાયણે તાત્કાલિક સુનાવણીની માંગ કરતાં જણાવ્યું કે આ મુદ્દો હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે. તાત્કાલિક સુનાવણીની કોર્ટમાં માંગ સુનાવણી દરમિયાન વકીલ ગોપાલ શંકર નારાયણે જણાવ્યું કે આ મામલો અગાઉ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને યાદીમાંથી…

    NEET આંદોલન બાદ કોકરોચ જનતા પાર્ટીનો નવો રોડમેપ, દેશભરમાં ‘લિસનિંગ ટૂર’ યોજવાની જાહેરાત

    NEET પેપર લીક મુદ્દે થયેલા આંદોલન બાદ ચર્ચામાં આવેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) હવે પોતાના સંગઠનને રાષ્ટ્રીય સ્તરે મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. પાર્ટીએ દેશભરમાં યુવાનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવા માટે ‘લિસનિંગ ટૂર’ યોજવાની જાહેરાત કરી છે. આ નિર્ણય મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં યોજાનારી બે દિવસીય વ્યૂહાત્મક બેઠક પહેલાં જાહેર કરવામાં આવ્યો છે. પાર્ટીનું કહેવું છે કે, આગામી સમયમાં યુવાનોના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને સંગઠનનો વિસ્તાર કરવામાં આવશે અને દેશના વિવિધ રાજ્યોમાં જઈને યુવાનોના વિચારો, અપેક્ષાઓ અને સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરવામાં આવશે. બે દિવસીય વ્યૂહાત્મક બેઠકમાં બનશે ભવિષ્યની રણનીતિ આંદોલન બાદ કોકરોચ જનતા પાર્ટી બુધવાર અને ગુરુવારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજશે. આ બેઠકમાં પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે, મુખ્ય પ્રવક્તાઓ તેમજ સંગઠનાત્મક નેતાઓ ભાગ…