કોણીની કાળાશ દૂર કરવા અપનાવો 2 સરળ ઘરેલુ ઉપાય, અજમાવો આ ખાસ ટિપ્સ

ગરમીની શરૂઆત સાથે સ્કિન ટેનિંગની સમસ્યા વધી જાય છે, જેમાં કોણીની કાળાશ પણ એક સામાન્ય ચિંતા બની જાય છે. કોણીની ત્વચા જાડી હોવાને કારણે અને તેમાં તેલ ગ્રંથિઓ ઓછી હોવાથી અહીં ડેડ સ્કિન ઝડપથી જમા થાય છે, જે કાળાશનું મુખ્ય કારણ બને છે.

ઘણા લોકો મોંઘા ક્રીમ અને પાર્લર ટ્રીટમેન્ટ પર ખર્ચ કરે છે, છતાં યોગ્ય પરિણામ મળતા નથી. પરંતુ કેટલીક સરળ ઘરેલુ વસ્તુઓથી પણ કોણીની કાળાશ દૂર કરી શકાય છે.

લીંબુ અને બેકિંગ સોડાનો ઉપાય
લીંબુ કુદરતી બ્લીચિંગ એજન્ટ તરીકે કામ કરે છે, જ્યારે બેકિંગ સોડા ત્વચાને એક્સફોલિએટ કરવામાં મદદ કરે છે. અડધું લીંબુ લઈને તેના પર થોડું બેકિંગ સોડા છાંટી કોણી પર હળવા હાથે 5થી 7 મિનિટ સુધી ઘસવું. ત્યારબાદ તેને 10 મિનિટ રહેવા દઈને હૂંફાળા પાણીથી ધોઈ લો. આ ઉપાય નિયમિત કરવાથી કાળાશ ધીમે ધીમે ઓછી થઈ શકે છે.

નારિયેળ તેલ અને ખાંડનો સ્ક્રબ
આ ઉપાય ડ્રાય અને કાળી કોણી માટે ખૂબ અસરકારક માનવામાં આવે છે. એક ચમચી નારિયેળ તેલમાં એક ચમચી ખાંડ મિક્સ કરીને કોણી પર 3થી 4 મિનિટ સુધી હળવો સ્ક્રબ કરવો. ત્યારબાદ ધોઈને સાફ કરી લેવું. ખાંડ ડેડ સ્કિન દૂર કરે છે, જ્યારે નારિયેળ તેલ ત્વચાને નરમ અને ચમકદાર બનાવે છે.

વધુ સારા પરિણામ માટે નિયમિત મોઇશ્ચરાઇઝિંગ કરવું, બહાર જતા સમયે સનસ્ક્રીન લગાવવું અને લાંબા સમય સુધી કોણી પર ટેકો ન આપવો જરૂરી છે. આ સરળ ટિપ્સ અપનાવવાથી કોણીની કાળાશ ઘટાડવામાં મદદ મળી શકે છે.

Disclaimer: લેખમાં દર્શાવેલ સલાહ અને સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે અને તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. જો તમારી પાસે કોઈ પ્રશ્નો અથવા ચિંતાઓ હોય, તો હંમેશા તમારા ડૉક્ટરની સલાહ લો.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    Gujarat TAT-S Main Exam 2026: શિક્ષક બનવાના સપનાનો મહામુકાબલો.. Skill Test..

    Gujaratમાં આજે TAT-S મુખ્ય પરીક્ષા, 403 કેન્દ્રો પર 75,992 ઉમેદવારો પરીક્ષા આપી રહ્યા છે Gujaratમાં શિક્ષક બનવા ઇચ્છુક ઉમેદવારો માટે આજનો દિવસ મહત્વનો છે. 20 સપ્ટેમ્બર, 2026ના રોજ રાજ્યમાં શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે TAT-Sની મુખ્ય પરીક્ષા યોજાઈ રહી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આયોજિત આ પરીક્ષામાં અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા સહિતના શહેરોમાં કુલ 403 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા લેવામાં આવી રહી છે. આ પરીક્ષામાં કુલ 75,992 ઉમેદવારો ભાગ લઈ રહ્યા છે. પરીક્ષાને ધ્યાનમાં રાખીને વિવિધ કેન્દ્રો પર જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે. TAT-S એટલે કે Teacher Aptitude Test – Secondary માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે કારકિર્દી બનાવવા ઇચ્છતા ઉમેદવારો માટે મહત્વપૂર્ણ પરીક્ષા છે. આજની મુખ્ય પરીક્ષા માટે ઉમેદવારો અગાઉની પ્રાથમિક પરીક્ષામાં સફળ થયા બાદ લાયક…

    Ambaji ભાદરવી પૂનમ મેળો 2026: પદયાત્રીઓની સુવિધા માટે તંત્ર સજ્જ; ભોજનશાળા, વિશ્રામ ગૃહો અને પાર્કિંગ ઝોન કાર્યરત…

    B India બનાસકાંઠા : ગુજરાતના પ્રસિદ્ધ શક્તિપીઠ Ambajiમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી પૂનમનો મહામેળો ભક્તિ અને આસ્થાના માહોલ વચ્ચે યોજાવા જઈ રહ્યો છે. 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન યોજાનારા આ મહામેળામાં ગુજરાત ઉપરાંત દેશના વિવિધ રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ Ambaji પહોંચે તેવી શક્યતા છે. મોટી સંખ્યામાં પગપાળા સંઘો અને યાત્રાળુઓ આવવાના હોવાથી બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર અને અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા યાત્રિકોની સુવિધા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. 38 પાર્કિંગ વિસ્તારોમાં વાહનોની વ્યવસ્થા Ambaji ભાદરવી પૂનમના મેળા દરમિયાન અંબાજીમાં સૌથી મોટો પડકાર ટ્રાફિક અને પાર્કિંગનો રહે છે. મોટી સંખ્યામાં કાર, બસ, ખાનગી વાહનો અને યાત્રાળુઓના વાહનો Ambaji તરફ આવતા હોવાથી મુખ્ય યાત્રાધામ વિસ્તારમાં વાહનોની ભીડ ન વધે તે માટે અલગ-અલગ…