ઈરાનના પરમાણુ પ્લાન્ટ પર હુમલો: યુરેનિયમ પ્રોસેસિંગ યુનિટ નિશાન પર

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાન ના પરમાણુ સંકુલ પર મોટા હુમલાના અહેવાલો સામે આવ્યા છે. રાજ્ય મીડિયાના જણાવ્યા મુજબ, હેવી-વોટર પ્લાન્ટ અને યેલોકેક પ્રોડક્શન યુનિટને નિશાન બનાવવામાં આવ્યા હતા, જે ઈરાનના પરમાણુ કાર્યક્રમ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

અહેવાલ મુજબ, મધ્ય મરકઝી પ્રાંત માં આવેલા ખોંદાબ હેવી વોટર કોમ્પ્લેક્સ પર બે તબક્કામાં હુમલો કરવામાં આવ્યો હતો. આ સ્થળ અગાઉ અરાક હેવી વોટર રિએક્ટર તરીકે ઓળખાતું હતું. ઈરાનની IRGC એ આ હુમલાને ગંભીર ગણાવી અમેરિકન અને ઇઝરાયલી ઔદ્યોગિક કંપનીઓના કર્મચારીઓને તાત્કાલિક તેમના કાર્યસ્થળો છોડી દેવાની ચેતવણી આપી છે. સાથે જ જવાબી કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી છે.

અહેવાલોમાં જણાવાયું છે કે આ હુમલામાં યેલોકેક પ્રોડક્શન યુનિટને પણ નિશાન બનાવવામાં આવ્યું હતું. યેલોકેક એ યુરેનિયમનું પ્રારંભિક સંકેન્દ્રિત સ્વરૂપ છે, જે પરમાણુ ઈંધણ બનાવવા માટેનો પહેલો તબક્કો ગણાય છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ જણાવ્યું હતું કે તેઓ 10 દિવસ માટે ઈરાનના મુખ્ય કેન્દ્રો પરના હુમલાઓ સ્થગિત રાખશે.

અહેવાલો મુજબ ખોંદાબ સંકુલ પર અનેક વખત હુમલા કરવામાં આવ્યા છે અને સ્થળ પરથી કાળો ધુમાડો ઊઠતો જોવા મળ્યો છે. જોકે અત્યાર સુધી કોઈ જાનહાનિ કે રેડિયેશન લીક થવાના અહેવાલ પ્રાપ્ત થયા નથી.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    સંસદમાં હોબાળા વચ્ચે સરકારે પસાર કર્યા અનેક મહત્વપૂર્ણ બિલ, FCRA સુધારા વિધેયક પર સૌની નજર

    સંસદના ચોમાસુ સત્ર દરમિયાન સતત હોબાળા અને વિરોધ વચ્ચે પણ કેન્દ્ર સરકાર પોતાના વિધાયી એજન્ડાને ઝડપથી આગળ ધપાવી રહી છે. લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના વિરોધ છતાં સરકારે અત્યાર સુધી અનેક મહત્વપૂર્ણ વિધેયકો પસાર કરાવવામાં સફળતા મેળવી છે. નોંધનીય છે કે આમાંથી મોટાભાગના વિધેયકો પર વિસ્તૃત ચર્ચા થઈ શકી નથી અને ગૃહમાં હંગામા વચ્ચે જ તેમને મંજૂરી આપવામાં આવી છે. હવે સરકારનું આગામી લક્ષ્ય વિદેશી ફાળો નિયમન કાયદા (FCRA)માં સુધારા માટેનું વિધેયક માનવામાં આવી રહ્યું છે. સતત હોબાળાથી પ્રભાવિત થઈ રહી છે સંસદની કાર્યવાહી ચોમાસુ સત્રના શરૂઆતના દિવસથી જ સંસદના બંને ગૃહોમાં વિપક્ષ વિવિધ મુદ્દાઓને લઈને સરકાર સામે આક્રમક વલણ અપનાવી રહ્યો છે. વિપક્ષ દ્વારા સતત વિરોધ અને સૂત્રોચ્ચાર થતાં પ્રશ્નકાળ તથા શૂન્યકાળની કાર્યવાહી વારંવાર ખોરવાઈ રહી…