ગુજરાતમાં LPG ગેસની અછત અંગે અફવાઓ ખોટી: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

રાજ્યમાં LPG ગેસની અછત અંગે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો પર ફેલાઈ રહેલી અફવાઓ વચ્ચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં હાલમાં ગેસનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. તેમણે જણાવ્યું કે લોકોને ગેરસમજ કે અફવાઓના આધારે ગભરાવાની જરૂર નથી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે કેટલીક જગ્યાએ ગેસની અછત અંગે ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે, જેના કારણે લોકોમાં અનાવશ્યક પેનિક સર્જાઈ રહ્યો છે. તેમણે નાગરિકોને અપીલ કરી કે કોઈપણ પ્રકારની અફવાઓ પર વિશ્વાસ ન રાખે અને શાંતિ જાળવે.

તેમણે વધુમાં જણાવ્યું કે રાજ્ય પાસે LPG ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને લોકોને ઘરેબેઠા ગેસ સિલિન્ડર મળી રહેશે. ગેસ સપ્લાયમાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે સરકાર અને સંબંધિત વિભાગો સતત દેખરેખ રાખી રહ્યા છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતમાં હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય છે અને રાજ્યમાં શાંતિપૂર્ણ વાતાવરણ છે. લોકોને અપીલ કરવામાં આવી છે કે ખોટી અફવાઓમાં આવીને પેનિક ન ફેલાવે અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખે.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

યુદ્ધના કારણે હવાઈ મુસાફરી મોંઘી, ઈન્ડિગોએ ફ્યુઅલ ચાર્જમાં કર્યો વધારો

એર ઇન્ડિયા બાદ હવે ઈન્ડિગોએ પણ મુસાફરીના ખર્ચમાં વધારો કર્યો છે. એરલાઇનની જાહેરાત મુજબ 14 માર્ચ, 2026 રાત્રે 00:01 વાગ્યાથી (આજે રાત્રે 12 વાગ્યે અને 1 મિનિટે) તમામ નવા બુકિંગ…

UN સુરક્ષા પરિષદમાં ઈરાન મુદ્દે તીવ્ર અથડામણ, રશિયા-ચીનનું ખુલ્લું સમર્થન; અમેરિકા સાથે ગરમાગરમી ચર્ચા

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની બેઠક દરમિયાન ઈરાનના પરમાણુ કાર્યક્રમ મુદ્દે અમેરિકા અને તેના સહયોગી દેશો સામે રશિયા અને ચીને ખુલ્લેઆમ સમર્થન આપતા તીવ્ર ચર્ચા સર્જાઈ હતી. બેઠક દરમિયાન અમેરિકા…