યુદ્ધ વચ્ચે ટ્રમ્પનો મોટો નિર્ણય અને ઈરાનના નવા સુપ્રીમ લીડર અંગે સનસનાટીભર્યા દાવા

પશ્ચિમ એશિયામાં અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે યુદ્ધના 14મા દિવસે સ્થિતિ તણાવસભર બની છે. મિસાઈલોના હુમલાઓ અને ઊર્જા બજાર પર કાબૂ મેળવવાના પ્રયાસ વચ્ચે એક તરફ દાવાઓ અને બીજા તરફ વૈશ્વિક ઓઈલ સપ્લાયની ચિંતા વધી રહી છે.

મોજતબા ખામેનેઈની તબિયત અંગે સનસનાટી ભર્યા દાવા
બ્રિટિશ અખબાર ‘ધ સન’ના અહેવાલ અનુસાર, ઈરાનના નવા સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ હાલ કોમામાં છે અને 28 ફેબ્રુઆરીના હુમલામાં તેમને પેટ અને લિવરમાં ગંભીર ઈજાઓ આવી છે. અહેવાલ મુજબ, મોજતબાએ એક પગ ગુમાવ્યો છે અને તેઓ તેહરાનની સિના યુનિવર્સિટી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 8 માર્ચે સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત થવા છતાં તેઓ અત્યાર સુધી જાહેરમાં દેખાયા નથી.

AI દ્વારા ફેરફાર કરેલી તસવીર વાઈરલ
ઈરાનના સરકારી મીડિયા દ્વારા પ્રસારિત મોજતબાની નવી તસવીર એ હકીકતમાં AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) દ્વારા બદલાયેલી જૂની રેલીની તસવીર છે. આ તસવીર SynthID ટૂલની તપાસમાં અસલી ન હોવાનું બહાર આવ્યું છે. 28 ફેબ્રુઆરીના હુમલાઓ બાદ મોજતબાની ગુપ્તતા અને ફેરફાર કરેલી તસવીરોને કારણે તેમની ગંભીર ઈજાગ્રસ્તી અંગે સંકેત વધ્યો છે.

ટ્રમ્પનો રશિયન ઓઈલ સંબંધિત મોટો નિર્ણય
LPG અને ઈંધણના ભાવમાં વધારો થવા પામતા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 11 એપ્રિલ 2026 સુધી રશિયન ક્રૂડ ઓઈલ અને પેટ્રોલિયમ ઉત્પાદનો પરના પ્રતિબંધો હટાવી દીધા છે. આ નિર્ણયનો હેતુ બજારમાં સપ્લાય વધારવો અને $100 પાર થયેલા તેલના ભાવને નીચે લાવવાનો છે. આ પગલાં ભારત અને ચીન જેવા દેશમાં ઊર્જા બજાર માટે રાહત આપશે.

ઈરાનની ખુલ્લી ધમકી
ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ પર દબાણ વચ્ચે ઈરાનની સૈન્ય પ્રવક્તાએ ચેતવણી આપી છે કે, જો ઇઝરાયલ કે અમેરિકાએ તેમના ઉર્જા મથકો પર હુમલો કર્યો તો ઈરાન સમગ્ર મિડલ ઈસ્ટના તેલ અને ગેસ સંસાધનો તબાહ કરી નાખશે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે આ કાર્યવાહીથી અમેરિકાને અને તેના સહયોગી દેશોને મળતા ફાયદા કાયમ માટે ખતમ થઈ જશે.

અત્યાર સુધી, મિડલ ઈસ્ટમાં તણાવ વધી રહ્યો છે અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેલના ભાવ અને સપ્લાયને લગતી ચિંતા વધતી જ રહી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    ધોરણ 9માં ત્રણ ભાષાની નીતિ ફરજિયાત ન બનાવવાની માંગ, CBSEની પોલિસી સામે સુપ્રીમ કોર્ટમાં અરજી

    કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) દ્વારા ધોરણ-9ના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષાની નીતિને ફરજિયાત બનાવવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી દરમિયાન મહત્વપૂર્ણ દલીલો રજૂ કરવામાં આવી હતી. અરજદારો તરફથી રજૂઆત કરવામાં આવી કે દેશની અનેક શાળાઓમાં જરૂરી શિક્ષકો, પાઠ્યપુસ્તકો અને અન્ય શૈક્ષણિક સુવિધાઓના અભાવે વિદ્યાર્થીઓને એવી ભાષા ભણવાની ફરજ પડી રહી છે, જેના માટે પૂરતી વ્યવસ્થા જ ઉપલબ્ધ નથી. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાન્તની અધ્યક્ષતાવાળી પીઠ સમક્ષ અરજદારોના વરિષ્ઠ વકીલ ગોપાલ શંકર નારાયણે તાત્કાલિક સુનાવણીની માંગ કરતાં જણાવ્યું કે આ મુદ્દો હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે સીધો જોડાયેલો છે. તાત્કાલિક સુનાવણીની કોર્ટમાં માંગ સુનાવણી દરમિયાન વકીલ ગોપાલ શંકર નારાયણે જણાવ્યું કે આ મામલો અગાઉ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તેને યાદીમાંથી…

    NEET આંદોલન બાદ કોકરોચ જનતા પાર્ટીનો નવો રોડમેપ, દેશભરમાં ‘લિસનિંગ ટૂર’ યોજવાની જાહેરાત

    NEET પેપર લીક મુદ્દે થયેલા આંદોલન બાદ ચર્ચામાં આવેલી કોકરોચ જનતા પાર્ટી (CJP) હવે પોતાના સંગઠનને રાષ્ટ્રીય સ્તરે મજબૂત બનાવવાની દિશામાં આગળ વધી રહી છે. પાર્ટીએ દેશભરમાં યુવાનો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવા માટે ‘લિસનિંગ ટૂર’ યોજવાની જાહેરાત કરી છે. આ નિર્ણય મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં યોજાનારી બે દિવસીય વ્યૂહાત્મક બેઠક પહેલાં જાહેર કરવામાં આવ્યો છે. પાર્ટીનું કહેવું છે કે, આગામી સમયમાં યુવાનોના મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને સંગઠનનો વિસ્તાર કરવામાં આવશે અને દેશના વિવિધ રાજ્યોમાં જઈને યુવાનોના વિચારો, અપેક્ષાઓ અને સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરવામાં આવશે. બે દિવસીય વ્યૂહાત્મક બેઠકમાં બનશે ભવિષ્યની રણનીતિ આંદોલન બાદ કોકરોચ જનતા પાર્ટી બુધવાર અને ગુરુવારે મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં મહત્વપૂર્ણ બેઠક યોજશે. આ બેઠકમાં પાર્ટીના સ્થાપક અભિજિત દીપકે, મુખ્ય પ્રવક્તાઓ તેમજ સંગઠનાત્મક નેતાઓ ભાગ…