અંબાજી મંદિર હવે માઈભક્તો માટે ડિજિટલ બન્યું: કલેક્ટર મિહિર પટેલના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ

વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આવતા કરોડો માઈ ભક્તોની સુવિધા અને પારદર્શિતા વધારવા માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક મોબાઈલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા કલેકટર અને આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલના વરદ હસ્તે આ એપ્લિકેશનનું વિધિવત લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ એપ્લિકેશન ગૂગલ પ્લે સ્ટોર અને એપલ આઈ સ્ટોર પર ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના દ્વારા યાત્રિકો હવે ગમે ત્યાંથી મંદિરની વિવિધ સેવાઓનો લાભ લઈ શકશે.

આ મોબાઈલ એપ્લિકેશન માઇભકત દ્વારા નિશુલ્ક બનાવવામાં આવી છે. જેમાં યાત્રિકો માટે દર્શનનો સમય, જનરલ ડોનેશન, સુવર્ણ શિખર દાન, ભોજનાલય માટે દાન, પ્રસાદની ઓનલાઇન બુકિંગ અને ઈ-સ્ટોર જેવી સુવિધાઓ મેળવી શકશે. આ ઉપરાંત, ભાદરવી પૂનમના મેળા દરમિયાન પદયાત્રી સંઘો માટે રજીસ્ટ્રેશન અને સેવા કેમ્પની માહિતી પણ ડિજિટલ માધ્યમથી ઉપલબ્ધ થશે.

ઉલ્લેખનીય છે કે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે અંદાજે 1 કરોડ 20 લાખ જેટલા મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ અને કરોડોનું દાન મેળવવામાં આવે છે, ત્યારે આ નવી ટેકનોલોજી અને સેન્ટ્રલાઈઝ્ડ સર્વર દ્વારા વહીવટમાં વધુ ગુડ ગવર્નન્સ અને સુગમતા આવશે.

  • Related Posts

    Ahmedabadમાં ₹519 કરોડના કથિત રાજકીય ભંડોળ કૌભાંડનો ખુલાસો… Breakthrough

    Ahmedabadમાં ₹519 કરોડના કથિત રાજકીય ભંડોળ કૌભાંડનો ખુલાસો: ‘સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી’ સામે CID ક્રાઈમમાં ફરિયાદ Ahmedabad: Ahmedabadમાં કથિત રાજકીય ભંડોળ અને હવાલા વ્યવહારને લઈને મોટો મામલો સામે આવ્યો છે. આવકવેરા વિભાગના અધિકારીની ફરિયાદના આધારે Ahmedabad સ્થિત ‘સ્વતંત્રતા અભિવ્યક્તિ પાર્ટી’ સામે CID ક્રાઈમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે. ફરિયાદમાં આશરે ₹519 કરોડના કથિત બોગસ રાજકીય દાનના વ્યવહાર અને તેના મારફતે અંદાજે ₹155 કરોડની કરચોરીને મદદ કરવામાં આવી હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. -> પાર્ટીના નામે કથિત રીતે મોટું નાણાકીય નેટવર્ક : અહેવાલ મુજબ, આ મામલામાં તપાસકર્તાઓનો આરોપ છે કે રાજકીય પક્ષનો ઉપયોગ કથિત રીતે બોગસ દાન મેળવવા અને દાતાઓને આવકવેરામાં કપાતનો લાભ અપાવવા માટે કરવામાં આવ્યો હતો. ફરિયાદ મુજબ દાતાઓ દ્વારા બેંકિંગ માધ્યમથી…

    Chotilaના દરજી પ્રવીણભાઈ 45 વર્ષ જૂના સંચાથી સિલાઈ કરે છે: પગેથી ચાલતા મશીનથી કાઠિયાવાડી સંસ્કૃતિને જીવંત રાખે છે Fine Skill

    Chotilaના દરજી પ્રવીણભાઈ 45 વર્ષ જૂના સંચાથી સિલાઈ કરે છે: પગેથી ચાલતા મશીનથી કાઠિયાવાડી સંસ્કૃતિને જીવંત રાખે છે Chotila | અહેવાલ : લઘુભાઈ ધાધલ આજના આધુનિક યુગમાં ટેક્નોલોજીના કારણે જીવનના લગભગ દરેક ક્ષેત્રમાં મોટા ફેરફારો થયા છે. સિલાઈકામ પણ હવે આધુનિક ઈલેક્ટ્રિક અને કોમ્પ્યુટરાઈઝ્ડ મશીનો સુધી પહોંચી ગયું છે. જોકે, Chotilaમાં આજે પણ એક કારીગર એવા છે, જેઓ વર્ષો જૂની પરંપરાને જાળવી રાખીને પોતાના હાથ અને પગની મહેનતથી સિલાઈકામ કરી રહ્યા છે. ચોChotilaના દરજી પ્રવીણભાઈ પરમાર આજે પણ અંદાજે 40થી 45 વર્ષ જૂના દેશી સંચા પર સિલાઈ કરીને કાઠિયાવાડી સંસ્કૃતિ અને પરંપરાગત કારીગરીને જીવંત રાખી રહ્યા છે.પ્રવીણભાઈના સિલાઈ મશીનમાં આજના સમયની જેમ ઈલેક્ટ્રિક મોટર નથી. તેઓ પગના પેડલથી સંચો ચલાવે છે અને સાથે હાથથી કપડાંને સંભાળીને…