– UPના રિઢા ગુનેગાર ‘લલ્લા’એ લોકલ સાગરીત સાથે મળી ખેલ્યો હતો ખૂની ખેલ; PI કલસરિયાની ટીમે 7 દિવસમાં દબોચ્યા
| પંકજ મકવાણા – અમદાવાદ | શહેરના કુબેરનગર વિસ્તારમાં હોળીની રાત્રે 65 વર્ષીય વૃદ્ધાની હત્યા કરીને દાગીના લૂંટી લેવાની સનસનાટીભરી ઘટનાનો અમદાવાદ પોલીસે પર્દાફાશ કર્યો છે. સરદારનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવીના આધારે ઉત્તર પ્રદેશના રિઢા ગુનેગાર સલમાન ઉર્ફે લલ્લા સહિત બે શખ્સોની ધરપકડ કરી છે. વૃદ્ધા એકલા રહેતા હોવાની જાણ હોવાથી આરોપીઓએ રેકી કરીને આ જઘન્ય અપરાધને અંજામ આપ્યો હતો.
કેવી રીતે ઉકેલાયો ભેદ? : આ ઘટનાની ગંભીરતા જોઈ મહિલા પીઆઈ એન.બી. કલસરિયાએ તપાસનો દોર સંભાળ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ હિલચાલ અને મોબાઈલ લોકેશનના આધારે પોલીસ રાજસ્થાન અને કુબેરનગરમાં સઘન તપાસ આદરી હતી. જેમાં સલમાન અલ્વીસૈયદ ઉર્ફે લલ્લા (મૂળ UP) અને સોનુસીંગ સિકરવાર (કુબેરનગર) પોલીસના સકંજામાં આવી ગયા હતા. આરોપીઓ પાસેથી લૂંટની કાનની વાળી અને રોકડ રકમ રિકવર કરવામાં આવી છે.
ઘટનાનો ઘટનાક્રમ
– ટાર્ગેટ: હિતેન્દ્રભાઈ બજરંગે (વકીલ) ના માતા ભારતીબહેન (ઉં. 65).
– ક્યારે: 3-4 માર્ચની મધ્યરાત્રિએ કુબેરનગર બી-વોર્ડમાં.
– મોડસ ઓપરેન્ડી: દરવાજો ખખડાવીને બળપૂર્વક પ્રવેશી લૂંટ સાથે હત્યા.
– શું લૂંટાયું: સોનાના દાગીના અને અંદાજે ₹1 લાખની રોકડ.
વડીલોની સુરક્ષા પર સવાલ?
1]. સોફ્ટ ટાર્ગેટ: એકલા રહેતા વડીલો ગુનેગારોના નિશાને છે, ખાસ કરીને તહેવારોના સમયે.
2]. પરપ્રાંતીય કનેક્શન: UPનો રિઢો ગુનેગાર રાજસ્થાનથી અમદાવાદ લૂંટ કરવા આવ્યો, જે સુરક્ષા એજન્સીઓ માટે ચિંતાનો વિષય છે.
3]. લોકલ રેકી: સ્થાનિક શખ્સ સોનુસીંગે વૃદ્ધાની હિલચાલની વિગતો લલ્લાને આપી હોવાની આશંકા.
પીઆઈની બાજ નજર:
“અમે સીસીટીવીના ફૂટેજ ખંગાળ્યા હતા. આરોપીઓની મોડસ ઓપરેન્ડી પરથી લાગતું હતું કે આ કોઈ પ્રોફેશનલ ગેંગનું કામ છે. ટેકનિકલ ડેટાના આધારે અમે આરોપીઓ સુધી પહોંચવામાં સફળ રહ્યા છીએ.” — એન.બી. કલસરિયા, PI, સરદારનગર પોલીસ સ્ટેશન
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in






