આજનો દિવસ ઈરાન માટે ભયાનક: અમેરિકન સંરક્ષણ મંત્રીએ ધમકી આપી, ઈઝરાયલ પણ તૈયાર

અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટર હેગસેથે અમેરિકાનો ઈઝરાયલ સાથેનો યુદ્ધ દરમિયાન મોટું નિવેદન આપ્યું છે. હેગસેથે કહ્યું કે આજે ઈરાન પર અત્યાર સુધીનો સૌથી મોટો ભીષણ હુમલો થશે. તેમણે જણાવ્યું કે, ઈરાને છેલ્લા 24 કલાકમાં જેટલી મિસાઈલો ફાયર કરી છે, તે યુદ્ધ શરૂ થયા બાદ સૌથી ઓછી છે. અમેરિકન સેનાના જનરલ ડૈન કેને કહ્યું કે ઈરાન વિરુદ્ધ અભિયાન આજે 11મા દિવસે પહોંચી ગયું છે.

ઈઝરાયલના વડાપ્રધાન બેનજામિન નેતન્યાહૂએ પણ ધમકી આપી છે કે, ‘અમે તેઓના હાડકાં તોડી રહ્યા છીએ.’ તેમનો ઉદ્દેશ્ય ઈરાનની સરકારને સત્તા પરથી દૂર કરવાનું છે, જેથી ઈરાની લોકોને દમનમાંથી મુક્તિ મળે.

ઈરાનના પડોશી દેશોમાં તણાવ વધ્યો
યુદ્ધ બાદ ઇરાનના પડોશી દેશોમાં પણ તણાવ વધ્યો છે. કતરના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, ઈરાન તરફથી આવતી એક મિસાઈલ તોડી પાડવામાં આવી છે અને નાગરિકોને સુરક્ષિત રહેવા સલાહ આપવામાં આવી છે. સંયુક્ત આરબ અમીરાત (UAE)એ પણ પોતાની એર ડિફેન્સ સિસ્ટમ સંપૂર્ણ સક્રિય કરી દીધી છે.

રશિયાની મધ્યસ્થીની તૈયારી
અમેરિકા-ઈઝરાયલ અને ઈરાનના યુદ્ધ વચ્ચે ક્રેમલિન અને વોશિંગ્ટન વચ્ચે રાજદ્વારી ગરમાવ્યું છે. રશિયાએ ઈરાન સંઘર્ષમાં મધ્યસ્થી બનવાની તૈયારી દર્શાવી છે. રશિયન રાષ્ટ્રપ્રમુખ પુતિએ અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી શાંતિ પ્રસ્તાવ રજૂ કર્યા છે. ટ્રમ્પે કહ્યું કે પહેલા રશિયાએ યુક્રેન સાથેનું યુદ્ધ સમાપ્ત કરવું જોઈએ.

ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે, રશિયા પોતાના ક્ષમતા મુજબ સહાય કરવા માટે તૈયાર છે, પરંતુ અનેક સમજૂતીઓ અને કરારોની જરૂર પડશે. સાથે જ, મધ્યસ્થી અને સદભાવના માટે અનેક વિકલ્પો પ્રસ્તાવિત થયા છે, જેમાંથી ઘણી વિચારાધીન છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    અકસ્માત પીડિતો માટે મોટી રાહત: હવે FIRથી લઈને પોસ્ટમોર્ટમ રિપોર્ટ સુધીના દસ્તાવેજો મળશે મફતમાં

    વાહન અકસ્માતના પીડિતો અને તેમના પરિવારજનો માટે મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત બાદ વીમા ક્લેમ અને વળતર મેળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બને તે માટે માહિતી આયોગે એક…

    અલ-નીનો સામે ગુજરાત સરકાર એલર્ટ: 300થી વધુ તળાવોમાં ભરાશે નર્મદાનું પાણી, સૌરાષ્ટ્રના ડેમો પણ થશે છલોછલ

    રાજ્યમાં અલ-નીનોની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર દ્વારા આગોતરા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજી રાજ્યની પાણી, કૃષિ અને પશુપાલન સંબંધિત સજ્જતાની…