ઈરાન સામે ટ્રમ્પની કડક ચેતવણી: “શરણાગતિ સ્વીકારો નહીં તો મોટો હુમલો થઈ શકે”

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામે કડક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો ઈરાન બિનશરતી શરણાગતિ સ્વીકારશે નહીં, તો અમેરિકાની તરફથી મોટો લશ્કરી હુમલો શક્ય છે. ટ્રમ્પે જણાવ્યું કે અત્યાર સુધી કેટલાક વિસ્તારો પર હુમલો થયો નથી, પરંતુ હવે તે વિસ્તારો અને ત્યાંના લોકો પણ ટાર્ગેટ બની શકે છે. ટ્રમ્પના આ નિવેદન પછી મધ્ય પૂર્વની રાજકીય સ્થિતિ વધુ તંગ બની ગઈ છે.

“ઈરાન હવે પ્રબળ શક્તિ નથી”
ટ્રમ્પએ દાવો કર્યો કે ઈરાન હવે મધ્ય પૂર્વમાં શક્તિશાળી દેશ નથી. તેમના મતે, અમેરિકાના અને ઇઝરાયલના સતત હુમલાઓને કારણે ઈરાનની સ્થિતિ નબળી પડી છે. ટ્રમ્પએ કહ્યું કે જ્યાં સુધી ઈરાન બિનશરતી શરણાગતિ સ્વીકારશે નહીં, ત્યાં સુધી પરિસ્થિતિ પર દબાણ ચાલુ રહેશે.

ઈરાનના રાષ્ટ્રપતિ પર કટાક્ષ
ટ્રમ્પે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન પર પણ ટિપ્પણી કરી, તેઓએ જણાવ્યું હતું કે ઈરાન તેના પડોશી દેશો પર હુમલો નહીં કરે, જો સુધી તેના પર પહેલા હુમલો ન થાય. ટ્રમ્પનો દાવો છે કે ઈરાન પર અમેરિકા-ઇઝરાયલના દબાણના કારણે તેને પડોશી દેશો પાસે માફી માંગવી પડી છે.

મધ્ય પૂર્વમાં વધતો તણાવ
ટ્રમ્પના નિવેદન બાદ દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ નજીક ડ્રોન ક્રેશની ઘટના નોંધાઈ, તેમજ સાઉદી અરેબિયા, બહેરીન અને કતારમાં પણ હુમલાના અહેવાલો આવ્યા. સમગ્ર પ્રદેશમાં સુરક્ષા ચિંતાઓ વધી ગઈ છે. હાલમાં અમેરિકા અને ઇઝરાયલ ઈરાન પર સતત હુમલો કરી રહ્યા છે, જ્યારે ઈરાન પણ જવાબ આપી રહ્યું છે.

યુદ્ધ કેટલો સમય ચાલશે?
વિશ્લેષકોના મતે આ યુદ્ધનો અંત ટૂંકા સમયમાં જોવા મળશે તેવી શક્યતા ઓછી છે. અમેરિકા ઇઝરાયલને 151 મિલિયન ડોલરના નવા શસ્ત્રો વેચવાની મંજૂરી આપી ચુક્યું છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી ઈરાન બિનશરતી શરણાગતિ સ્વીકારશે નહીં, ત્યાં સુધી કોઈ વાટાઘાટો નહીં થાય. અમેરિકી અધિકારીઓએ વધુ મોટી બોમ્બમારીની તૈયારી અંગે ચેતવણી આપી છે, જેથી મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધવાની શક્યતા છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

102 ડિગ્રી તાવ અને H1N1! અભિનેત્રી શબાના આઝમી આઇસોલેશનમાં, પ્રદર્શનને આપ્યું સમર્થન : Shocking Update

મુંબઈ: જાણીતી દિગ્ગજ અભિનેત્રી અને સામાજિક કાર્યકર શબાના આઝમીને H1N1 (સ્વાઇન ફ્લૂ) હોવાનું નિદાન થયું છે. તબિયત બગડતાં ડૉક્ટરોએ તેમને ઓછામાં ઓછા પાંચ દિવસ સુધી સંપૂર્ણ આરામ કરવા અને આઇસોલેશનમાં…

2026 : શિક્ષણ : Social Media પર પોસ્ટ કરી આપી જાણ: “મેં PM મોદીને મોકલી આપ્યું રાજીનામું : Resigns. Major Victory

સનસનાટીભર્યા સમાચાર: દેશના રાજકારણ અને શિક્ષણ ક્ષેત્રે મોટો ભૂકંપ ભારતના શિક્ષણ ક્ષેત્રે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા ભારે ઘર્ષણ અને વિવાદો વચ્ચે એક અત્યંત સનસનાટીભર્યા રાજકીય સમાચાર સામે આવ્યા છે.…