નવા ઇરાની સુપ્રીમ લીડરની પસંદગી વચ્ચે ઇઝરાયલનો હુમલો, એસેમ્બલી ઑફ એક્સપર્ટ્સની બિલ્ડિંગ નિશાન પર

ઇરાનમાં નવા સુપ્રીમ લીડરની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે ઇઝરાયલે કોમ શહેરમાં હવાઈ હુમલો કર્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. માહિતી મુજબ ‘એસેમ્બલી ઑફ એક્સપર્ટ્સ’ની તે ઇમારતને નિશાન બનાવવામાં આવી, જ્યાં વરિષ્ઠ ધર્મગુરુઓ બેઠક માટે એકત્રિત થયા હતા.

‘એસેમ્બલી ઑફ એક્સપર્ટ્સ’માં 88 સભ્યો હોય છે, જેઓ દેશના સુપ્રીમ લીડરની પસંદગી માટે જવાબદાર છે. હુમલામાં ઇમારતને ભારે નુકસાન થયું હોવાનું જણાવાયું છે, પરંતુ તે સમયે અંદર કેટલા લોકો હાજર હતા તેની સત્તાવાર પુષ્ટિ હજુ સુધી થઈ નથી.

જંગના પહેલા દિવસે અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત હુમલામાં ઇરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનીના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યારથી સુપ્રીમ લીડરનું પદ ખાલી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ચાર દિવસમાં ભારે જાનહાનિ
ઇરાની રેડ ક્રેસન્ટ સોસાયટીના જણાવ્યા મુજબ ચાર દિવસમાં:
– 787 લોકોના મોત
– 153 શહેરોને નિશાન
-504 સ્થળોએ કુલ 1,039 હુમલા

અલ-જઝીરાના અહેવાલ મુજબ અમેરિકા અને ઇઝરાયલે અત્યાર સુધી ઇરાનના 1000થી વધુ ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. શરૂઆતના 30 કલાકમાં 2000થી વધુ બોમ્બ ફેંકવામાં આવ્યા હોવાનો દાવો છે.

અહેવાલો અનુસાર અત્યાર સુધી 742 લોકોનાં મોત થયા છે, જેમાં 176 બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે 750થી વધુ લોકો ઘાયલ થયા છે. 28 ફેબ્રુઆરીએ શરૂ થયેલી આ લડાઈના પહેલા જ દિવસે ભારે બોમ્બમારો થયો હતો. રવિવારે 3 અમેરિકી સૈનિકોના મોત થયાની માહિતી પણ સામે આવી છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

2027ની ચૂંટણી પહેલા BJP પંજાબમાં 13 દિવસના ડ્રગ વિરોધી અભિયાનની યોજના બનાવી રહ્યું….

-> ચૂંટણી પહેલા નશાનો મુદ્દો કેન્દ્રમાં લાવવાની તૈયારી, 117 વિધાનસભા બેઠકો સુધી પહોંચવાની ભાજપની રણનીતિ; AAP સરકારને ઘેરવાની તૈયારી : પંજાબમાં 2027ની વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની રહી છે. ભારતીય જનતા પાર્ટી (BJP) હવે રાજ્યમાં નશાની સમસ્યાને ચૂંટણીના મુખ્ય મુદ્દાઓમાં સામેલ કરવાની દિશામાં આગળ વધી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, BJP પંજાબમાં નશા વિરોધી અભિયાનને વધુ મોટા સ્તરે લઈ જવાની તૈયારી કરી રહ્યું છે અને લગભગ 13 દિવસ સુધી ચાલનારી વિશેષ રાજકીય-જનજાગૃતિ ઝુંબેશની યોજના પર કામ થઈ રહ્યું છે. તાજેતરના અહેવાલો અનુસાર, ભાજપે સપ્ટેમ્બર દરમિયાન રાજ્યની તમામ 117 વિધાનસભા બેઠકો સુધી નશા વિરોધી યાત્રા અને કાર્યક્રમો પહોંચાડવાની યોજના બનાવી છે. પાર્ટીના રાષ્ટ્રીય સંગઠન મહાસચિવ બી.એલ. સંતોષે Punjabના નેતાઓ અને કાર્યકરો સાથેની બેઠકોમાં નશા વિરોધી…

Ahmedabad સિવિલના તબીબોની કમાલ: 72 દિવસની સઘન સારવાર બાદ રાજસ્થાનના 22 વર્ષીય યુવાનને મળ્યું નવજીવન Life-Saving Triumph

Ahmedabad સિવિલના તબીબોની કમાલ: 72 દિવસની સઘન સારવાર બાદ રાજસ્થાનના 22 વર્ષીય યુવાનને મળ્યું નવજીવન Ahmedabad: Ahmedabadની રાજ્ય સરકાર સંચાલિત સિવિલ હોસ્પિટલના તબીબો અને મેડિકલ ટીમે ગંભીર ટિટેનસ એટલે કે ધનુરની બીમારીથી પીડાતા 22 વર્ષીય યુવાનને 72 દિવસની સઘન સારવાર બાદ સંપૂર્ણ સ્વસ્થ કરીને નવજીવન આપ્યું છે. રાજસ્થાનના રાજસમંદના રહેવાસી વિનોદ સોહનલાલ રેગરને અત્યંત નાજુક સ્થિતિમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. દર્દીની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી અને લાંબા સમય સુધી ICUમાં રાખીને સારવાર કરવામાં આવી હતી. ટિટેનસની ગંભીર અસરને કારણે દર્દીને મોં ખોલવામાં મુશ્કેલી, શરીરમાં તીવ્ર અકડાઈ અને શ્વાસ લેવામાં તકલીફ જેવી ગંભીર સમસ્યાઓ હતી. સારવાર દરમિયાન દર્દીને અનેક જટિલતાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. જોકે તબીબો,…