આ માત્ર પ્રશાસનિક સહાય નહીં, પરંતુ દિલીપ સંઘાણી નુ “પરિવાર ભાવ”નું જીવંત ઉદાહરણ છે।

ગાંધીનગર : યુદ્ધ જેવી ભયાનક અને અનિશ્ચિત પરિસ્થિતિમાં જ્યારે એક પરિવારની આશાઓ તૂટવા લાગે, ત્યારે જો કોઈ સહારો બનીને ઊભો રહે — એ જ સાચી માનવીય સેવા છે।

દેશની દીકરી કેનેડાથી ભારત પરત ફરતી વખતે જોર્ડનમાં ફસાઈ ગઈ ચિંતિત માતા-પિતાએ જ્યારે ઇફકો ના અધ્યક્ષ દિલીપ સંઘાણીને મળી પોતાની વ્યથા વ્યક્ત કરી, ત્યારે તેમણે માત્ર પદાધિકારી તરીકે નહીં, પરંતુ પરિવારના સદસ્ય જેવી સંવેદનશીલતા દર્શાવી.

દિલીપ સંઘાણી એ દિલ્હી ખાતે ઇફકો માં એમ ડી કે જે પટેલ અને જોર્ડન સ્થિત ઇફકોના સંયુક્ત ઉપક્રમ JIFCO સાથે સંપર્ક કર્યો, પોતે સ્વયં પણ સતત ફોન પર પરિસ્થિતિની દેખરેખ રાખી, ત્યાંના અધિકારીઓ અને કર્મચારીઓએ દીકરી ના વિઝા, રહેઠાણ અને દરેક જરૂરી વ્યવસ્થા તરત જ સુનિશ્ચિત કરી. આજે એ દીકરી સુરક્ષિત છે અને એક પરિવારનુ સ્મિત ફરી પાછું આવ્યું છે.

આ માત્ર પ્રશાસનિક સહાય નહીં, પરંતુ દિલીપ સંઘાણી નુ “પરિવાર ભાવ”નું જીવંત ઉદાહરણ છે।

હૃદયપૂર્વક આભાર ઇફકોના અધ્યક્ષ દિલીપભાઈ સંઘાણી, એમ ડી કે જે પટેલ તેમજ JIFCO ના CFO દીપક યાદવ અને તેમની ટીમનો.

આપે સાબિત કર્યું કે સાચું નેતૃત્વ એ જ છે, જે સંકટના સમયમાં સાથે ઊભું રહે।

આપનો આ માનવીય સહયોગ હંમેશા સ્મરણિય રહેશે। 🙏

તાજેતરના જીફકો પ્રવાસ ની તસ્વીર માં ઇફકો ના અધ્યક્ષ દિલીપ સંઘાણી, એમ ડી. કે જે પટેલ, જીફકો ના દીપક યાદવ દ્રશ્યમાન થાય છે.

Related Posts

Halvadમાં ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન: સરા નાકા પર આડેધડ પાર્કિંગ… Severe Commuter Frustration 2026

Halvadમાં ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન: સરા નાકા પર આડેધડ પાર્કિંગ, બસ સ્ટેન્ડ રોડ પર શટલ રિક્ષાઓનો અડિંગો; તંત્રની કામગીરી સામે સવાલો Halvad: મોરબી જિલ્લાના Halvad શહેરમાં ટ્રાફિકની સમસ્યા દિવસેને દિવસે ગંભીર બની રહી હોવાની સ્થાનિકોમાં ફરિયાદો ઉઠી રહી છે. શહેરના મુખ્ય માર્ગો અને ખાસ કરીને સરા નાકા વિસ્તારમાં આડેધડ પાર્કિંગના કારણે વારંવાર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. બીજી તરફ બસ સ્ટેન્ડ રોડ પર હાઇસ્કૂલ નજીક ધાંગધ્રા તરફ જતી શટલ રિક્ષાઓ રોડ પર જ ઉભી રાખવામાં આવતી હોવાના કારણે પણ વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે Halvad શહેરમાં ટ્રાફિક જવાનોની હાજરી હોવા છતાં રોડ ઉપર બેફામ પાર્કિંગ અને નિયમોના ભંગ સામે અપેક્ષા મુજબની અસરકારક કાર્યવાહી થતી નથી.…

કેવડિયા સ્વામિનારાયણ Nursing કોલેજમાં ગણેશ ચતુર્થી નિમિત્તે સુંદરકાંડનું આયોજન… Divine Spiritual Convergence 2026

કેવડિયા સ્વામિનારાયણ Nursing કોલેજમાં ગણેશ ચતુર્થી નિમિત્તે સુંદરકાંડનું આયોજન: ભક્તિમય બન્યું સમગ્ર કેમ્પસ, નર્મદા આરતીની ઓરકેસ્ટ્રા ટીમે સંગીતના સૂર રેલાવ્યા Nursing : એકતાનગર (કેવડિયા), નર્મદા, 16 સપ્ટેમ્બર 2026: ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની એટલે કે એકતાનગર ખાતે આવેલા શ્રી સ્વામિનારાયણ Nursing કોલેજમાં ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સત્સંગ શિક્ષા પરિષદ, ગાંધીનગર દ્વારા સંચાલિત શ્રી સ્વામિનારાયણ Nursing કોલેજના કેમ્પસમાં સુંદરકાંડના સામૂહિક પાઠનું આયોજન કરવામાં આવતા સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. ગણેશ ચતુર્થીના પવિત્ર દિવસે યોજાયેલા આ સુંદરકાંડ કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વહીવટી સ્ટાફ તેમજ શ્રી સ્વામી વિવેકાનંદ જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલેન્સના વિદ્યાર્થીઓ અને સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન ધાર્મિક વાતાવરણ વચ્ચે…