સાણંદમાં માઇક્રોનનો મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટ AI ટેક્નોલોજીના ભવિષ્યને સશક્ત બનાવશે

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભગીરથ પ્રયાસોથી ભારત હવે નેશનલ સેમિકન્ડક્ટર મિશન અંતર્ગત સેમિકન્ડક્ટર ચીપ ઉત્પાદન ક્ષેત્રમાં પણ ડંકો વગાડવા તૈયાર છે. આગામી 28 ફેબ્રુઆરી 2026 ના રોજ ગુજરાતના સાણંદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માઇક્રોન ટેક્નોલોજીના અદ્યતન ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેક્નોલોજી ઇન્ડિયા પ્રા. લિમિટેડ દ્વારા ₹22,516 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે અને ગુજરાતમાં માઇક્રોનની ATMP સુવિધાના શરૂ થવાથી, ભારતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિનો શુભારંભ થશે.

માઇક્રોનના સાણંદ પ્લાન્ટમાં 2000 લોકોની ટીમ કાર્યરત, દિવ્યાંગ નાગરિકો માટે પણ તક

સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં નેતૃત્વની ભૂમિકામાં છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સઘન પ્રયાસોથી સાણંદમાં માઇક્રોનનો પ્લાન્ટ નિર્ધારિત સમયસીમામાં કાર્યરત થવા જઇ રહ્યો છે. આ પ્લાન્ટ એક ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) સુવિધા છે જેમાં SSD (સોલિડ સ્ટેટ ડ્રાઇવ-હાર્ડ ડિસ્ક ડ્રાઇવ પ્રકારનું સ્ટોરેજ માટેનું આધુનિક ઉપકરણ) અને રેમ પ્રકારના DRAM અને NAND ઉત્પાદનો તૈયાર કરવામાં આવશે. સાણંદ પ્લાન્ટમાં અત્યારે 2000 લોકોની ટીમ કાર્યરત છે, જેમાં આગામી સમયમાં 5 હજાર લોકોને સીધી રોજગારીની તકો ઉપલબ્ધ બનશે. માઇક્રોન ટીમ દ્વારા જણાવ્યા અનુસાર અહીં દિવ્યાંગ નાગરિકો પણ ઓપરેટર અને ટેક્નિશિયન તરીકે કામ કરે છે અને કૌશલ્યથી સજ્જ તમામ પ્રકારના નાગરિકો માટે નોકરીની તકો ઉપલબ્ધ છે.

સાણંદ પ્લાન્ટમા બનતા ઉત્પાદનો AI ટેક્નોલોજી માટે જરૂરી

માઇક્રોન ટેક્નોલોજીના પ્રમુખ અને સીઇઓ, સંજય મેહરોત્રાએ જણાવ્યું હતું કે આજની ટેકનોલોજીમાં, ખાસ કરીને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં, મેમરી અને સ્ટોરેજ ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમણે જણાવ્યું કે મજબૂત મેમરી અને સ્ટોરેજ સપોર્ટ વિના AI પ્રણાલીઓ યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી. જેમ જેમ AI વધુ ઝડપી અને રિઅલ-ટાઇમ પ્રતિભાવો આપવાનું શરૂ કરે છે, તેમ તેને વધારે અને વધુ અદ્યતન મેમરીની જરૂરિયાત પડે છે.

ATMP પ્લાન્ટમાં કેવી રીતે કાર્ય થાય છે?

ATMP પ્લાન્ટની કામગીરી વેફર ચીપ્સથી શરૂ થાય છે. સૌથી પહેલા આપણે એ સમજીએ કે ATMP સુવિધા સુધી પહોંચ્યા પહેલા આ ચીપ્સ કેવી રીતે બને છે. સેમિકન્ડક્ટર ચીપ બનાવવાની પ્રક્રિયા રેતીથી (Sand) શરૂ થાય છે. સૌથી પહેલા રેતીમાંથી પ્યૉર સિલિકોનને અલગ કરવામાં આવે છે. આ સિલિકોનને ઓગાળીને તેનું સિલિન્ડર બનાવવામાં આવે છે જેને ઇનગોટ કહેવામાં આવે છે. આ સિલિન્ડરને કાપીને તેમાંથી બારીક પ્લેટ્સ બનાવવામાં આવે છે, જેને વેફર્સ કહેવાય છે. ત્યારબાદ ફેબ્રિકેશન પ્લાન્ટમાં આ વેફર્સ પર ઇલેક્ટ્રિક પેટર્ન પ્રિન્ટ કરવામાં આવે છે અને ઘણા આવરણો (લેયર્સ) તેના પર ચડાવવામાં આવે છે. આ આવરણોને ફોટોલિથોગ્રાફી દ્વારા યોગ્ય રીતે ગોઠવવાથી વેફર્સ પર ટ્રાન્ઝિસ્ટર્સ બને છે. તેના દ્વારા વેફર્સ પર મેમરી બને છે અને આ વેફર્સમાં મેમરી ચીપ ગોઠવાઇ જાય છે. ત્યારબાદ વેફર્સના નાના ચોરસ ટુકડા કરવામાં આવે છે જેને ચીપ કહેવાય છે.

આ ચીપ ત્યારબાદ ATMP પ્લાન્ટમાં પહોંચે છે. અહીં પહેલા તેની એસેમ્બલી કરવામાં આવે છે.ત્યારબાદ ટેસ્ટિંગના તબક્કામાં તેની સ્પીડ, મેમરી અને કામગીરીનું સંપૂર્ણ ટેસ્ટિંગ કરવામાં આવે છે. ત્યારબાદ તેનું વિગતવાર માર્કિંગ કરીને છેલ્લે પેકેજિંગ કરવામાં આવે છે, જેથી એ માર્કેટમાં પહોંચી શકે. સાણંદ પ્લાન્ટમાં સમગ્ર વિશ્વભરના માર્કેટને અનુરૂપ ઇન્ટિગ્રેટેડ સર્કિટ પેકેજ, મોડ્યુલ અને સોલિડ સ્ટેટ ડ્રાઇવ્સનું નિર્માણ કરવામાં આવશે. તેના માટે માઇક્રોનની વૈશ્વિક ફેક્ટરીઓમાં નિર્મિત અદ્યતન DRAM અને NAND વેફર્સ મેળવીને તેમને ફાઇનલ મેમરી ઉત્પાદનોમાં પરિવર્તિત કરવામાં આવશે. આ ઉત્પાદનો AI ક્ષેત્રમાં મેમરી અને સ્ટોરેજની વધી રહેલી માંગને પૂરી પાડવામાં મદદરૂપ બનશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

Khedbrahma : ખેડબ્રહ્મામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું નવું કેન્દ્ર શરૂ, ₹5માં મળશે ભોજન… Affordable

Khedbrahmaમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા કેન્દ્રનું ઉદ્ઘાટન: માત્ર ₹5માં મળશે પૌષ્ટિક ભોજન, સાબરકાંઠામાં 2.12 લાખથી વધુ લોકોને લાભ સાબરકાંઠા: Khedbrahma શ્રમિકો અને તેમના પરિવારોને પોષણયુક્ત ભોજન ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ હેઠળ Khedbrahmaમાં નવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત લક્ષ્મીપુરા ચોકડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારિતા તથા શિક્ષણ વિભાગના પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ પાત્ર શ્રમિકોને માત્ર રૂ. 5માં પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 2,12,354 લોકોને આ યોજના હેઠળ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે. -> Khedbrahmaમાં નવા કેન્દ્રનો પ્રારંભ : ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા…

Suratમાં હર્ષ સંઘવીએ સિંગર સાથે ‘ડાકોરના ઠાકોર’ ગાયું… Spiritual 5

Suratમાં હર્ષ સંઘવીએ સિંગર સાથે ‘ડાકોરના ઠાકોર’ ગાયું, અમદાવાદમાં ઈશાની દવે અને ‘ગ્રેટ ખલી’ સાથે ખેલૈયાઓ ઝૂમ્યા Surat : ગુજરાતમાં નવરાત્રિના પર્વ દરમિયાન ગરબાની રમઝટ અને ભક્તિનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યનાં વિવિધ શહેરોમાં આયોજિત નવરાત્રિ મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ ઉમટી રહ્યા છે. Suratમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાયક સાથે ‘ડાકોરના ઠાકોર’ ગીત ગાઈને ખેલૈયાઓમાં ઉત્સાહ વધાર્યો હતો. બીજી તરફ અમદાવાદમાં લોકપ્રિય ગાયિકા ઈશાની દવેએ પોતાના ગીતો પર ખેલૈયાઓને ગરબે ઘૂમાવ્યા હતા. આ ઉપરાંત રેસલિંગની દુનિયામાં જાણીતા ‘ગ્રેટ ખલી’ પણ ખેલૈયાઓ સાથે ગરબે રમતા જોવા મળ્યા હતા. આ પ્રસંગોએ નવરાત્રિની ઉજવણીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા. -> Suratમાં હર્ષ સંઘવીએ ગાયું ‘ડાકોરના ઠાકોર’ : Suratમાં નવરાત્રિની ઉજવણી દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાયક સાથે…