વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘સુપોષિત ભારત’ ના વિઝનને વેગ આપવા મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે રૂ. ૭,૬૯૦ કરોડની જોગવાઈ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના ‘સુપોષિત ભારત’ના વિઝનને વધુ વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે રૂ. ₹7,690 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ બાબતે વિગતે માહિતી આપવા માટે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ. મનિષાબેન વકીલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી.

આંગણવાડી ક્ષેત્રે માળખાગત સુધારા માટે રાજ્યમાં 2,000 નવા આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે રૂ.360 કરોડની જોગવાઈ આંગણવાડી કેન્દ્રો ‘ચાઈલ્ડ ફ્રેન્ડલી’ કન્સેપ્ટ પર બનશે, જેમાં મોડ્યુલર ફર્નિચર, RO મશીન, LED ટીવી સ્ક્રીન અને રેઈન વોટર હાર્વેસ્ટિંગ જેવી આધુનિક સુવિધાઓ

આદિજાતિ વિસ્તારોના ૫૩ ઘટકોમાં દૂધ સંજીવની યોજનાનો વિસ્તાર કરાશે. દૂધમાં ફેટનું પ્રમાણ 1.5% થી વધારીને 3% અને 4.5% (પાયલોટ પ્રોજેક્ટ તરીકે નર્મદા, દાહોદ અને ડાંગમાં) કરવા માટે રૂ.38.64 કરોડની જોગવાઈ
ઓછા વજન ધરાવતા બાળકોના સુધારા માટે હેલ્થ ચેકઅપ અને હોમ વિઝિટ માટેના પોષણ સંગમ કાર્યક્રમો માટે રૂ.૧૬ કરોડ
આંગણવાડીઓ અને પોષણ સ્તરનું સઘન મોનિટરિંગ કરવા માટે પોષણ પ્રગતિ અને નિરીક્ષણ કેન્દ્રની બનાવાશે

આંગણવાડીના બાળકોની હાજરી અને મોનિટરિંગ માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ઇમેજ પ્રોસેસિંગ સિસ્ટમ માટે AI બેઝ્ડ અટેન્ડન્સ સિસ્ટમ વિકસાવવામાં આવી છે

રાશનની ચોરી અટકે અને ડિજિટલ ટ્રેકિંગ થઈ શકે તે માટે પૂરક પોષણ યોજના-THR ના પેકેજિંગ પર QR કોડ લગાવાશે કિશોરીઓમાં નેતૃત્વના ગુણો વિકસે અને પંચાયતી રાજ તેમજ બાળ અધિકારો પ્રત્યે જાગૃતિ આવે તે હેતુથી બાલિકા પંચાયત યોજના માટે રૂ. ૧.૦૩ કરોડની ફાળવણી

તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્તરે શ્રેષ્ઠ કામગીરી કરતી બાલિકા પંચાયતોને સન્માનિત કરાશે આ પરિષદમાં મહિલા અને બાળ કલ્યાણ વિભાગ સચિવ રાકેશ શંકર સહિત વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts

Patdi સરકારી કોલેજમાં નવરાત્રી મહોત્સવની ઉજવણી… Spiritual 5

Patdi સરકારી કોલેજમાં નવરાત્રી મહોત્સવની ધમાકેદાર ઉજવણી, પરંપરાગત પોશાકમાં વિદ્યાર્થીઓએ ગરબે ઘૂમી માહોલ ગજવ્યો Patdi: સુરેન્દ્રનગર જિલ્લાના Patdi ખાતે આવેલી સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજમાં નવરાત્રી પર્વ નિમિત્તે આનંદ અને ઉત્સાહભેર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય પ્રો. મહેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા ગીત-સંગીત-નૃત્યધારાના કો-ઓર્ડિનેટર અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડૉ. પિંકુબેન પરમારના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો, બિનશૈક્ષણિક સ્ટાફ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ વિદ્યાર્થીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી, જેના કારણે સમગ્ર કોલેજ પરિસરમાં ઉત્સવમય વાતાવરણ સર્જાયું હતું. -> Patdi આચાર્યના માર્ગદર્શન હેઠળ નવરાત્રી કાર્યક્રમનું આયોજન : નવરાત્રી ગુજરાતની આગવી સાંસ્કૃતિક ઓળખ ધરાવતો તહેવાર છે. માતાજીની આરાધના સાથે ગરબા અને રાસ દ્વારા આ પર્વની ઉજવણી કરવામાં…

Khedbrahma : ખેડબ્રહ્મામાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનું નવું કેન્દ્ર શરૂ, ₹5માં મળશે ભોજન… Affordable

Khedbrahmaમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાના નવા કેન્દ્રનું ઉદ્ઘાટન: માત્ર ₹5માં મળશે પૌષ્ટિક ભોજન, સાબરકાંઠામાં 2.12 લાખથી વધુ લોકોને લાભ સાબરકાંઠા: Khedbrahma શ્રમિકો અને તેમના પરિવારોને પોષણયુક્ત ભોજન ઉપલબ્ધ કરાવવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ હેઠળ Khedbrahmaમાં નવા કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજ્યવ્યાપી ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત લક્ષ્મીપુરા ચોકડી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સામાજિક ન્યાય અને અધિકારિતા તથા શિક્ષણ વિભાગના પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાની ઉપસ્થિતિમાં કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ યોજના હેઠળ પાત્ર શ્રમિકોને માત્ર રૂ. 5માં પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 2,12,354 લોકોને આ યોજના હેઠળ ભોજનનું વિતરણ કરવામાં આવ્યું છે. -> Khedbrahmaમાં નવા કેન્દ્રનો પ્રારંભ : ગુજરાત સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા…