ગુજરાત રાજ્યના બજેટ 2026-27 પરની સામાન્ય ચર્ચામાં મંત્રી ઋષિકેશ પટેલના જવાબ

વર્ષ 2026-27 ના બજેટની સામાન્ય ચર્ચા દરમિયાન વિધાનસભા ગૃહમાં ઉર્જા અને પંચાયત મંત્રી ઋષિકેશ પટેલ એ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે રાજ્યમાં વિકાસ, નવિનતા અને યુવાનોના શક્તિની વિસ્તરણ માટે ખાસ પગલાં લેવામાં આવ્યા છે.

મુખ્ય ઘોષણાઓ અને પ્રાવધાન

– નમો ગુજરાત કૌશલ્ય અને રોજગાર મિશન: 226 કરોડની જોગવાઈ, યુવાનોને ઉદ્યોગોની માંગ મુજબ કૌશલ તાલીમ આપવામાં આવશે.

– પી.એમ. પોષણ યોજના: 74 તાલુકાઓમાં આધુનિક સેન્ટ્રલાઇઝડ કિચન બનાવવાના કામ માટે રૂ. 552 કરોડ.

– ટેક્નિકલ શિક્ષણ સુધારા: ડિગ્રી એન્જીનિયરિંગ અને ડિપ્લોમામાં બેઠકોમાં નોંધપાત્ર વધારો; નવા 2500 સીટ્સ વર્ષ 2026-27 માટે.

– AI અને ડિજીટલ ગવર્નન્સ: યુવાનોને તક આપવા રૂ. 850૦ કરોડ ફાળવણી, ડેટા ફ્યુઝન સેન્ટર અને સેન્ટર ઓફ એક્સલન્સ ઘોષણા.

– IIT મોડલ રીસર્ચ પાર્ક: અમદાવાદમાં સ્થાપન, ઉદ્યોગ સાહસિકતા અને નવીનતા વધારવા.

– હોસ્ટેલ સુવિધા: એલ.ડી. એન્જીનિયરિંગ અને વિશ્વકર્મા એન્જીનિયરિંગ કોલેજ, ચાંદખેડા ખાતે 1000 વિદ્યાર્થીઓ માટે.

– આઇ.સી.યુ. અપગ્રેડ: સરકારી સિવિલ હોસ્પિટલ ખાતે રૂ. 60 કરોડની ખરીદી, દર્દીઓ માટે ગુણવત્તાયુક્ત સારવાર.

– રમતગમતમાં ગુજરાત: કોમનવેલ્થ ગેમ્સ યજમાની દ્વારા ગુજરાતને ભારતની રમતગમતની રાજધાની બનાવવા માટે નવી ગતિ.

– સૂજલામ સુફલામ યોજના: રૂ. 3043 કરોડની જોગવાઈ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના સૂકા વિસ્તારો માટે.

– સેમીકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ: સેમીકન્ડક્ટર માટે રૂ. 1100 કરોડ, ઇલેક્ટ્રોનિક્સ માટે રૂ. 150 કરોડ.

– ખનીજ સંસાધન અને આત્મનિર્ભરતા: અંબાજી કોપર પ્રોજેક્ટ માટે રૂ. 613 કરોડ, આયાત પર નિર્ભરતા ઘટાડશે.

– સરહદી સુરક્ષા: BIARBET વિસ્તાર માટે 10 કિ.મી. એલીવેટેડ કેબલ નેટવર્ક, સંવેદનશીલ વિસ્તારો માટે રૂ. 100 કરોડની જોગવાઈ.

મુખ્ય સંદેશ
– ગુજરાત સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં દેશમાં પ્રથમ ક્રમાંકે.
– AI અને ડિજીટલ ટેક્નોલોજીમાં યુવાનો માટે વિશેષ તક.
– કોંગ્રેસ દ્વારા આંતરરાષ્ટ્રીય સમીટીમાં કરવામાં આવેલ અભદ્ર વિરોધ પ્રદર્શન દેશ માટે શરમજનક ગણાયું.
– વિકાસના બધા અવસરો દરેક વર્ગના લોકો માટે ઉપલબ્ધ, ખાસ કરીને યુવાનો, મહિલાઓ અને બાળકો.

આ વર્ષના બજેટ દ્વારા યુવાનો, ટેક્નોલોજી, રમતગમત, આરોગ્ય અને હરીફાઈ વિભાગોમાં મહત્વપૂર્ણ પ્રાવધાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ગુજરાતને નવિનતા અને પ્રગતિના માર્ગે આગળ ધપાવશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

  • Related Posts

    PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે: વડોદરાને મળશે ₹30 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ, Monumental Investment

    PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે: વડોદરાને મળશે ₹30 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ, નવસારીમાં પણ મહત્વપૂર્ણ કાર્યક્રમ ગુજરાતમાં ફરી એકવાર PM નરેન્દ્ર મોદીના આગમનને લઈને રાજકીય અને વહીવટી તંત્રમાં તૈયારીઓ તેજ બની છે. PM નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન વડોદરામાં આશરે ₹30 હજાર કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર હોવાનું સામે આવ્યું છે. વડાપ્રધાનની આ મુલાકાતને લઈને વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. તાજેતરના અહેવાલો મુજબ વડોદરામાં PM મોદીના કાર્યક્રમ દરમિયાન ખાસ કરીને રેલવે અને માળખાકીય વિકાસ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ્સને મહત્વ આપવામાં આવશે. આ પ્રોજેક્ટ્સના અમલીકરણથી વડોદરા તથા આસપાસના વિસ્તારોમાં કનેક્ટિવિટી, પરિવહન વ્યવસ્થા અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળવાની અપેક્ષા…

    દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં Vaibhav Suryavanshiનો તોફાન: 7 ચોગ્ગા-7 છગ્ગા સાથે 92 રન, Explosive Knock

    દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં Vaibhav Suryavanshiનો તોફાન: 7 ચોગ્ગા-7 છગ્ગા સાથે 92 રન, 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો Duleep Trophy 2026: ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટારVaibhav Suryavanshiએ ફરી એકવાર પોતાની આક્રમક બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. દુલીપ ટ્રોફી 2026ની સેમિફાઇનલમાં ઈસ્ટ ઝોન તરફથી રમતા વૈભવે સેન્ટ્રલ ઝોનના બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. તેણે માત્ર 81 બોલમાં 92 રનની તોફાની ઇનિંગ્સ રમી, જેમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. જોકે, વૈભવ સદીથી માત્ર 8 રન દૂર રહી ગયો. તેમ છતાં તેની આ ઇનિંગ્સે દુલીપ ટ્રોફીના ઇતિહાસમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. -> સદી ચૂકી ગયો, પરંતુ ઇતિહાસ રચી દીધો : Vaibhav Suryavanshiસેન્ટ્રલ ઝોન સામેની સેમિફાઇનલમાં માત્ર 92 રન બનાવીને આઉટ થયો. તે 100 રનથી…