ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના મેટ્રો રેલના વિસ્તરણ મામલે PM મોદીની કેબીનેટમાં લેવાયો મોટો નિર્ણય; જાણો વિગત

PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં દિલ્હી નવી દિલ્હીમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં ગિફ્ટ સિટીની કનેક્ટિવીટી વધુ સુગમ બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કરીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC)ના ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના હાલના નોર્થ-સાઉથ કોરિડોરના વિસ્તરણને મંજૂરી આપવામાં આવી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી સ્થપાયેલા અને વિશ્વભરમાં ફિનટેક હબ તરીકે ખ્યાતિ મેળવી રહેલા ગિફ્ટ સિટીમાં મલ્ટિનેશનલ ફિનટેક કંપનીઓ સહિત ગિફ્ટ સિટીમાં કાર્યરત એકમો, શૈક્ષણિક સંસ્થાઓ અને વ્યાપારી કેન્દ્રો તથા અમદાવાદ અને ગિફ્ટ સિટી વચ્ચે દૈનિક મુસાફરી કરતા નાગરિકોને આ કનેક્ટિવિટીનો લાભ આપવા માટે વડાપ્રધાન અને કેન્દ્રીય કેબિનેટનો આભાર માન્યો છે.

વર્તમાન સ્થિતિએ ગુજરાત મેટ્રોના 68.28-કિમી અમદાવાદ મેટ્રો ફેઝ-I {APMC થી મોટેરા સ્ટેડિયમ (નોર્થ-સાઉથ કોરિડોર) અને થલતેજ ગામથી વસ્ત્રાલ ગામ (ઈસ્ટ-વેસ્ટ કોરિડોર)} અને ફેઝ-II (મોટેરા સ્ટેડિયમ થી મહાત્મા મંદિર અને GNLU થી ગિફ્ટ સિટી), કુલ 53 સ્ટેશનો સાથે સપ્ટેમ્બર-2022 (ફેઝ-I) અને જાન્યુઆરી-2026 (ફેઝ-II) થી સફળતાપૂર્વક કાર્યરત કરવામાં આવ્યા છે તેનો લાભ દરરોજ અંદાજે 1.60 લાખ લોકોને સરળ અવર-જવર માટે મળે છે.

પ્રોજેક્ટ લગભગ ચાર વર્ષમાં પૂર્ણ થશે
હવે, કેન્દ્રીય કેબિનેટે ગિફ્ટ સિટીથી શાહપુર સુધીના 3.33 કિલોમીટર લાંબા વિસ્તરણને જે મંજૂરી આપી છે તેમાં ત્રણ એલિવેટેડ સ્ટેશનોનો સમાવેશ થશે અને અંદાજે 1067.35 કરોડનો આ પ્રોજેક્ટ લગભગ ચાર વર્ષમાં પૂર્ણ કરવાનું આયોજન છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

15 વર્ષના Vaibhav Suryavanshiએ દુલીપ ટ્રોફીમાં રચ્યો ઈતિહાસ, Sensational Record

15 વર્ષના Vaibhav Suryavanshiએ દુલીપ ટ્રોફીમાં રચ્યો ઈતિહાસ, કેપ્ટન બનતાની સાથે જ સફળ DRSથી જીત્યો દિલ નવી દિલ્હી: ભારતીય ક્રિકેટમાં યુવા પ્રતિભા તરીકે ઝડપથી પોતાની ઓળખ બનાવી રહેલા Vaibhav Suryavanshiએ માત્ર 15 વર્ષની ઉંમરે દુલીપ ટ્રોફીમાં નવી સિદ્ધિ હાંસલ કરી છે. 30 ઓગસ્ટ 2026ના રોજ સેન્ટ્રલ ઝોન સામેની સેમિફાઇનલમાં ઈસ્ટ ઝોનના નિયમિત કેપ્ટન ઈશાન કિશન ઈજાગ્રસ્ત થયા બાદ વૈભવને ટીમની કમાન સોંપવામાં આવી હતી. કેપ્ટન તરીકે મળેલી પહેલી જ તકમાં તેણે શાનદાર નિર્ણયશક્તિનો પરિચય આપ્યો અને તેનો પ્રથમ DRS નિર્ણય પણ સાચો સાબિત થયો.વૈભવની આ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે કે તે હજુ માત્ર 15 વર્ષનો છે અને સિનિયર ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેનો અનુભવ પણ મર્યાદિત છે. તેમ છતાં, દબાણભરી પરિસ્થિતિમાં ટીમનું નેતૃત્વ કરવું અને મહત્વપૂર્ણ…

Central કર્મચારીઓના બોનસમાં 3 ગણો વધારો થશે? Golden Gift

Central કર્મચારીઓના બોનસમાં 3 ગણો વધારો થશે? ₹21,000ની બેઝ લિમિટની માંગથી દિવાળી પહેલાં ચર્ચા તેજ નવી દિલ્હી: Central કર્મચારીઓના બોનસને લઈને મહત્વપૂર્ણ ચર્ચા શરૂ થઈ છે. Central શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 25 ઓગસ્ટ 2026ના રોજ નવા વેજ કોડ હેઠળ બોનસ સંબંધિત નિયમોને લઈને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યા બાદ કર્મચારી સંગઠનો તરફથી બોનસની ગણતરી માટેની મર્યાદા વધારવાની માંગ કરવામાં આવી છે. ખાસ કરીને Bonus Payable Ceiling ₹7,000થી વધારીને ₹21,000 કરવાની માંગને કારણે આગામી દશેરા અને દિવાળી પહેલાં કર્મચારીઓમાં ચર્ચા તેજ બની છે. જો સરકાર કર્મચારી સંગઠનોની આ માંગ સ્વીકારીને સત્તાવાર આદેશ જાહેર કરે, તો બોનસની ગણતરી માટેની મર્યાદામાં મોટો ફેરફાર થઈ શકે છે. જોકે, મહત્વની બાબત એ છે કે ₹21,000ના આધારે ત્રણ ગણો બોનસ મળવાની વાત…