રિવરફ્રન્ટ હાઉસ ખાતે શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબહેન વાઘેલા દ્વારા ‘મોબિલિટી એક્ઝિબિશન’નું ઉદ્ઘાટન

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શિફ્ટ ટ્રાન્સપોર્ટના સંયુક્ત ઉપક્રમે ‘અમદાવાદ નેક્સ્ટ’ અને ‘મોબિલિટી એક્ઝિબિશન’ કાર્યક્રમ શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં રીવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાયો હતો. તા. 23 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલનાર આ એક્ઝિબિશનના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદને 2036 ની ઓલિમ્પિક્સ માટે તૈયાર કરવાના ભવ્ય વિઝનની રૂપરેખા રજૂ કરીહતી.

 

કાર્યક્રમના મુખ્ય અતિથિ શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબહેન વાઘેલાએ અમદાવાદની ‘લાલ બસ‘ AMTS થી શરૂ કરીને BRTS અને મેટ્રો સુધીની ઐતિહાસિક સફરને બિરદાવી હતી. તેમણે જણાવ્યું કે, આગામી 25 થી 50 વર્ષના આયોજન સાથે સેકન્ડ રીંગ રોડ, લોજિસ્ટિક પાર્ક અને સાબરમતી રિવરફ્રન્ટનું વિસ્તરણ અમદાવાદને વિશ્વસ્તરીય ‘લિવબલ સિટી’ બનાવશે. તેમણે રીંગ રોડ પર ટ્રાફિક ઘટાડવા કનેક્ટર વાહનોના ઉપયોગ અને મેટ્રો સ્ટેશનો પર પાર્કિંગ સુવિધા વધારવા પર ભાર મૂક્યો હતો. મંત્રી એ આયોજિત ‘મોબિલિટી એક્ઝિબિશન’નું નિરીક્ષણ કર્યું હતું.

અમદાવાદના મેયર પ્રતિભાબહેન જૈને આ પ્રસંગે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 2070 સુધીના ‘નેટ ઝીરો’ લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા AMC કટિબદ્ધ છે. આ માટે શહેરમાં 3000 થી વધુ ઈ-બસો દોડાવવાનું આયોજન છે. ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા વાહન વેરામાં 100% મુક્તિ અપાઈ છે. સાથો સાથ MyByk જેવી સેવાઓ દ્વારા પર્યાવરણની જાળવણીનો સંદેશ આપ્યો હતો.

શહેરી વિકાસના વિભાગના અગ્રસચિવ એમ. થેન્નારસને જણાવ્યું હતું કે, 2030 ની કોમનવેલ્થ અને 2036 ની ઓલિમ્પિક્સ માટે બીડિંગ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આંતરરાષ્ટ્રીય ધોરણો મુજબ એર ક્વોલિટી (AQI) સુધારવા માટે એરપોર્ટ અને ગિફ્ટ સિટીને જોડતી 04 નવી મેટ્રો લાઇનનો પ્રસ્તાવ છે. ગુજરાત સરકાર દ્વારા પરિવહન માટે વાયબીલીટી ગેપ ફન્ડિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ ‘લાસ્ટ માઈલ કનેક્ટિવિટી’ અને સ્માર્ટ ટ્રાફિક મેનેજમેન્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમણે જણાવ્યું કે, કલોલ અને સાણંદ જેવા સેટેલાઇટ ટાઉન્સને ‘રીજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ’ (RRTS) થી જોડવામાં આવશે, જેનાથી મુસાફરીનો સમય માત્ર 30-45 મિનિટ થઈ જશે.

આ પ્રસંગે ધારાસભ્ય અમિત શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગભાઈ દાણી, AMTS ચેરમેન ધરમશીભાઈ દેસાઈ, અધિક પોલીસ કમિશનર નીરજ બડગુજર, શાસક પક્ષના નેતા ગૌરાંગભાઈ પ્રજાપતિ સહિતના મહાનુભાવો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે: વડોદરાને મળશે ₹30 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ, Monumental Investment

PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે: વડોદરાને મળશે ₹30 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ, નવસારીમાં પણ મહત્વપૂર્ણ કાર્યક્રમ ગુજરાતમાં ફરી એકવાર PM નરેન્દ્ર મોદીના આગમનને લઈને રાજકીય અને વહીવટી તંત્રમાં તૈયારીઓ તેજ બની છે. PM નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન વડોદરામાં આશરે ₹30 હજાર કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર હોવાનું સામે આવ્યું છે. વડાપ્રધાનની આ મુલાકાતને લઈને વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. તાજેતરના અહેવાલો મુજબ વડોદરામાં PM મોદીના કાર્યક્રમ દરમિયાન ખાસ કરીને રેલવે અને માળખાકીય વિકાસ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ્સને મહત્વ આપવામાં આવશે. આ પ્રોજેક્ટ્સના અમલીકરણથી વડોદરા તથા આસપાસના વિસ્તારોમાં કનેક્ટિવિટી, પરિવહન વ્યવસ્થા અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળવાની અપેક્ષા…

દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં Vaibhav Suryavanshiનો તોફાન: 7 ચોગ્ગા-7 છગ્ગા સાથે 92 રન, Explosive Knock

દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં Vaibhav Suryavanshiનો તોફાન: 7 ચોગ્ગા-7 છગ્ગા સાથે 92 રન, 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો Duleep Trophy 2026: ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટારVaibhav Suryavanshiએ ફરી એકવાર પોતાની આક્રમક બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. દુલીપ ટ્રોફી 2026ની સેમિફાઇનલમાં ઈસ્ટ ઝોન તરફથી રમતા વૈભવે સેન્ટ્રલ ઝોનના બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. તેણે માત્ર 81 બોલમાં 92 રનની તોફાની ઇનિંગ્સ રમી, જેમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. જોકે, વૈભવ સદીથી માત્ર 8 રન દૂર રહી ગયો. તેમ છતાં તેની આ ઇનિંગ્સે દુલીપ ટ્રોફીના ઇતિહાસમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. -> સદી ચૂકી ગયો, પરંતુ ઇતિહાસ રચી દીધો : Vaibhav Suryavanshiસેન્ટ્રલ ઝોન સામેની સેમિફાઇનલમાં માત્ર 92 રન બનાવીને આઉટ થયો. તે 100 રનથી…