21મી ફેબ્રુઆરી- વિશ્વ માતૃભાષા દિવસ: માનવીના હૃદયને હૃદયથી જોડવાનું માધ્યમ એટલે માતૃભાષા

કોઈ અજાણ્યા દેશમાં કે પ્રદેશમાં આપણી ભાષામાં-માતૃભાષામાં વાત કરતી વ્યક્તિ મળી જાય, પછી ભલે તેને ન ઓળખતાં હોઈએ, તોપણ એક પ્રકારની સ્વજનસહ આત્મીયતા અનુભવાય એ સ્વાભાવિક છે. એટલે જ તો કહેવાય છે- ‘એક મા અને બીજી મારી માતૃભાષા’. આવી આપણી માતૃભાષાને પોંખવાનો દિવસ એટલે વિશ્વ માતૃભાષા દિવસ.

“માતૃભાષા મારો શ્વાસ છે,
મારી આત્માનો વિશ્વાસ છે;
માતાની મમતા જેવી મીઠી,
શબ્દે શબ્દે સુગંધિત આસ છે.
જ્યાં પ્રથમ બોલ્યો ‘મા’ નો ઉચ્ચાર,

ત્યાંથી જ જીવનનો આરંભ થયો;
અક્ષર અક્ષર પ્રેમ ભળેલો,
હૃદયમાં સંસ્કાર સંચિત થયો.

માતૃભાષા: સંસ્કૃતિનો અરીસો

સમગ્ર વિશ્વમાં દર વર્ષે 21 ફેબ્રુઆરીને ‘આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જેની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય વિશ્વભરમાં ભાષાકીય અને સાંસ્કૃતિક વિવિધતાને પ્રોત્સાહન આપવાનો તેમજ લુપ્ત થતી ભાષાઓને બચાવવાનો છે. જેના ભાગરૂપે કેન્દ્ર સરકારના ઈલેક્ટ્રોનિક્સ વિભાગ દ્વારા ‘BHASHINI’ એપ પણ લૉન્ચ કરવામાં આવી છે.

NEP-2020 અને શિક્ષણમાં માતૃભાષાનું મહત્ત્વ

બાળક જે ભાષામાં તેના પ્રથમ શબ્દો બોલે છે અને સપના જુએ છે, તે તેની માતૃભાષા છે. કોઈ પણ વ્યક્તિની માતૃભાષા, તેની સાંસ્કૃતિક વારસાનો અરીસો છે. ભારત દેશમાં પણ બાવીસ સત્તાવાર ભાષાઓ છે. ત્યારે વર્ષ-2020 માં જાહેર થયેલી નવી શિક્ષણ નીતિ (NEP-2020) માં પણ પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

ટેકનોલોજીના સંગાથે: ભાષિણી એપ

વિશ્વમાં હજારો ભાષાઓ-લોકબોલીઓ બોલાય છે અને દર વર્ષે ઘણી ભાષાઓ લુપ્ત પણ થાય છે, ત્યારે સંસ્કૃતિ અને આધુનિકતાના સંગમ તરીકે AIના ઉપયોગ થકી માતૃભાષાનો વધુ સારો ઉપયોગ થઈ શકે તે માટે કેન્દ્ર સરકારના ઈલેક્ટ્રોનિક્સ ઍન્ડ ઇન્ફર્મેશન ટેક્નૉલૉજી મંત્રાલય દ્વારા ‘ભાષિણી-BHASHINI’ એપ પણ તૈયાર કરવામાં આવી છે.

ડિજિટલ યુગમાં ‘ભાષિણી’ ટૂલના માધ્યમથી હવે અંગ્રેજી સહિત કોઈ પણ ભાષામાંથી સ્થાનિક ભાષામાં અનુવાદ કરી શકાય છે. જેથી જે-તે વિષયને સરળતાથી સમજી શકાશે. આ એપ માત્ર અનુવાદ નથી કરતી, પરંતુ તે ભાષાકીય અંતર (Language Barrier) દૂર કરીને ડિજિટલ ઇન્ડિયાના સપનાને સાકાર કરવામાં પાયાની ભૂમિકા ભજવે છે.

AI આધારિત ‘ભાષિણી’ ટૂલ થકી ગુજરાતી સહિત સ્થાનિક ભાષાઓનો વધુ સારો ઉપયોગ થઈ શકે તે માટે તાજેતરમાં જ ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાના ‘ભાષિણી રાજ્યમ્’ વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું હતું.

આમ, ભાષા માત્ર સંવાદનું સાધન નથી, પણ સંસ્કૃતિને જીવંત રાખવાનું માધ્યમ છે. ત્યારે આધુનિક યુગમાં અન્ય ભાષાઓ શીખવાની સાથે બાળકો સાથે નાનપણથી જ શુદ્ધ માતૃભાષામાં વાત કરીને, તેમને ગુજરાતીમાં લખાયેલાં પુસ્તકો વાંચતા કરીને અથવા ગુજરાતી સાહિત્યની લોકકથાઓ સંભળાવીને તેમને ભારતીય સંસ્કૃતિ અને પોતાનાં મૂળ સાથે જોડેલાં રાખી શકાય છે.

વિશ્વ માતૃભાષા દિવસ: સંઘર્ષ અને વારસાનું સન્માન

દરેક ભાષા પોતાનો સમૃદ્ધ ઇતિહાસ અને વારસો ધરાવે છે. વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી પાછળ એક સંઘર્ષ ગાથા રહેલી છે. વર્ષ 1952 માં તત્કાલીન પૂર્વ પાકિસ્તાન (હાલનું બાંગલાદેશ)ના ઢાકામાં બંગાળી ભાષાને રાષ્ટ્રીય દરજ્જો અપાવવા માટે લડત લડતાં અનેક વિદ્યાર્થીઓ 21મી ફેબ્રુઆરીના દિવસે શહીદ થયા હતા.

આ બલિદાનને માન આપવા માટે યુનેસ્કો (UNESCO) દ્વારા નવેમ્બર-1999 માં 21 મી ફેબ્રુઆરીને ‘વિશ્વ માતૃભાષા દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો, જેની ઉજવણી વર્ષ-2000 થી શરૂ કરવામાં આવી. યુનેસ્કો દ્વારા વર્ષ-2026 માટેની થીમ ‘Youth voices on multilingual education’ રાખવામાં આવી છે, જે શિક્ષણમાં માતૃભાષાના પ્રયોગ દ્વારા સર્વસમાવેશક અને અસરકારક શિક્ષણ પદ્ધતિ પર ભાર મૂકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે: વડોદરાને મળશે ₹30 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ, Monumental Investment

PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે: વડોદરાને મળશે ₹30 હજાર કરોડના વિકાસકાર્યોની ભેટ, નવસારીમાં પણ મહત્વપૂર્ણ કાર્યક્રમ ગુજરાતમાં ફરી એકવાર PM નરેન્દ્ર મોદીના આગમનને લઈને રાજકીય અને વહીવટી તંત્રમાં તૈયારીઓ તેજ બની છે. PM નરેન્દ્ર મોદી આગામી 8 સપ્ટેમ્બર 2026ના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે. આ મુલાકાત દરમિયાન વડોદરામાં આશરે ₹30 હજાર કરોડના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર હોવાનું સામે આવ્યું છે. વડાપ્રધાનની આ મુલાકાતને લઈને વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. તાજેતરના અહેવાલો મુજબ વડોદરામાં PM મોદીના કાર્યક્રમ દરમિયાન ખાસ કરીને રેલવે અને માળખાકીય વિકાસ સાથે જોડાયેલા અનેક પ્રોજેક્ટ્સને મહત્વ આપવામાં આવશે. આ પ્રોજેક્ટ્સના અમલીકરણથી વડોદરા તથા આસપાસના વિસ્તારોમાં કનેક્ટિવિટી, પરિવહન વ્યવસ્થા અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળવાની અપેક્ષા…

દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં Vaibhav Suryavanshiનો તોફાન: 7 ચોગ્ગા-7 છગ્ગા સાથે 92 રન, Explosive Knock

દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં Vaibhav Suryavanshiનો તોફાન: 7 ચોગ્ગા-7 છગ્ગા સાથે 92 રન, 57 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ઇતિહાસ રચ્યો Duleep Trophy 2026: ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટારVaibhav Suryavanshiએ ફરી એકવાર પોતાની આક્રમક બેટિંગથી સૌનું ધ્યાન ખેંચ્યું છે. દુલીપ ટ્રોફી 2026ની સેમિફાઇનલમાં ઈસ્ટ ઝોન તરફથી રમતા વૈભવે સેન્ટ્રલ ઝોનના બોલરોની જોરદાર ધોલાઈ કરી હતી. તેણે માત્ર 81 બોલમાં 92 રનની તોફાની ઇનિંગ્સ રમી, જેમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. જોકે, વૈભવ સદીથી માત્ર 8 રન દૂર રહી ગયો. તેમ છતાં તેની આ ઇનિંગ્સે દુલીપ ટ્રોફીના ઇતિહાસમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. -> સદી ચૂકી ગયો, પરંતુ ઇતિહાસ રચી દીધો : Vaibhav Suryavanshiસેન્ટ્રલ ઝોન સામેની સેમિફાઇનલમાં માત્ર 92 રન બનાવીને આઉટ થયો. તે 100 રનથી…