અમિત શાહની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે સહકાર ક્ષેત્રની રાષ્ટ્રીય ‘મંથન બેઠક’, ₹250 કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહની અધ્યક્ષતા હેઠળ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આવતીકાલ તા. 17 ફેબ્રુઆરીના રોજ સહકાર ક્ષેત્રની રાષ્ટ્રીય કક્ષાની “મંથન બેઠક” યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘સહકારથી સમૃદ્ધિ’ના સંકલ્પને સાકાર કરવા તેમજ સહકારી સંઘવાદને મજબૂત બનાવવાની દિશામાં આ મંથન બેઠક એક મહત્વપૂર્ણ પગલું પૂરવાર થશે, તેમ સહકાર મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું.

સહકાર ક્ષેત્રની મંથન બેઠક અંગે વધુ વિગતો આપતા મંત્રીએ કહ્યું હતું કે, આ પરિષદના ઉદ્ઘાટન સત્રમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ સમગ્ર પરિષદ દરમિયાન કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી કૃષ્ણ પાલ, કેન્દ્રીય સહકાર રાજ્ય મંત્રી મુરલીધર મોહોલ, દેશના વિવિધ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશોના સહકાર મંત્રીઓ અને સચિવ કક્ષાના ઉચ્ચ સનદી અધિકારીઓ ઉપસ્થિત રહેશે. સહકાર ક્ષેત્રની રાષ્ટ્રીય કક્ષાની મંથન બેઠકની પ્રથમ આવૃત્તિ દિલ્હી ખાતે યોજાઈ હતી અને બીજી આવૃત્તિ ગાંધીનગર ખાતે યોજાઈ રહી છે, જે ગુજરાત માટે ગર્વની ક્ષણ છે.

તેમણે જણાવ્યું કે, મંથન બેઠકમાં મુખ્યત્વે દેશભરમાં ૨ લાખ નવી MPACS, ડેરી અને મત્સ્ય મંડળીઓની સ્થાપનાની સમીક્ષા, વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના અંતર્ગત આધુનિક ગોદામોનું નિર્માણ, સહકારી ખાંડ મિલોની આર્થિક સક્ષમતા અને સહકારી બેંકોના પડકારોનું નિવારણ તેમજ નેશનલ કોઓપરેટિવ ડેટાબેઝ અને સંસ્થાઓનું કોમ્પ્યુટરાઈઝેશન જેવા મહત્વપૂર્ણ વિષયો અંગે સામૂહિક મંથન કરવામાં આવશે.

આ પરિષદ દરમિયાન કેન્દ્રીય સહકારિતા મંત્રીના હસ્તે સહકારી સંસ્થાઓ અને APMCના રૂ. 250 કરોડથી વધુના વિવિધ પ્રોજેક્ટસનું લોકાર્પણ તેમજ વિવિધ રાજ્યોની શ્રેષ્ઠ પદ્ધતિઓ અને ‘આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ 2025’ પરના એક વિશેષ અહેવાલનું વિમોચન કરવામાં આવશે. આ ઉપરાંત દિવસ દરમિયાન સહકાર મંત્રાલયની મુખ્ય પહેલો અને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને છત્તીસગઢ રાજ્યની પરિવર્તનકારી પહેલોને પણ આ પરિષદમાં રજૂ કરવામાં આવશે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

સહકાર મંત્રીએ ગુજરાતની સહભાગિતા અંગે જણાવ્યું હતું કે, મંથન બેઠકના બીજા સત્રમાં ગુજરાતમાં “કો-ઓપરેશન અમોંગ ધ કો-ઓપરેટીવ” પહેલની સફળતા અંગે એક વિશેષ પ્રસ્તુતિ રજૂ કરવામાં આવશે. “કો-ઓપરેશન અમોંગ ધ કો-ઓપરેટીવ”ના માધ્યમથી ગુજરાતમાં નવા 33 લાખ બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે, ૧૯ લાખ પશુપાલકોને RuPay ડેબિટ કાર્ડ અને ૨૨ લાખ ખેડૂતોને KCCથી જોડવામાં આવ્યા છે તથા 12624 માઇક્રો ATM દ્વારા દર મહિને 22 લાખ ડિજિટલ ટ્રાન્ઝેક્શન થાય છે.

આ પરિષદ અંતર્ગત મહાત્મા મંદિર ખાતે યોજાનારી પ્રદર્શની અંગે સહકાર મંત્રીએ કહ્યું હતું કે, મંથન બેઠક પૂર્વે કેન્દ્રીય સહકારિતા મંત્રી મહાત્મા મંદિર ખાતે આયોજિત એક વિશેષ સહકારિતા પ્રદર્શનીનો શુભારંભ કરાવશે. જેમાં NDDB, NFDB, NCDC, IFFCO, NCEL, NCOL, BBSSL જેવી રાષ્ટ્રીય સ્તરની તેમજ અમૂલ (GCMMF), બનાસ ડેરી, ગુજકોમાસોલ અને ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક જેવી ગુજરાતની અગ્રણી સહકારી સંસ્થાઓ મળી કુલ 20 સંસ્થાઓ પોતાના સ્ટોલ પ્રદર્શિત કરશે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

15 વર્ષના Vaibhav Suryavanshiએ દુલીપ ટ્રોફીમાં રચ્યો ઈતિહાસ, Sensational Record

15 વર્ષના Vaibhav Suryavanshiએ દુલીપ ટ્રોફીમાં રચ્યો ઈતિહાસ, કેપ્ટન બનતાની સાથે જ સફળ DRSથી જીત્યો દિલ નવી દિલ્હી: ભારતીય ક્રિકેટમાં યુવા પ્રતિભા તરીકે ઝડપથી પોતાની ઓળખ બનાવી રહેલા Vaibhav Suryavanshiએ માત્ર 15 વર્ષની ઉંમરે દુલીપ ટ્રોફીમાં નવી સિદ્ધિ હાંસલ કરી છે. 30 ઓગસ્ટ 2026ના રોજ સેન્ટ્રલ ઝોન સામેની સેમિફાઇનલમાં ઈસ્ટ ઝોનના નિયમિત કેપ્ટન ઈશાન કિશન ઈજાગ્રસ્ત થયા બાદ વૈભવને ટીમની કમાન સોંપવામાં આવી હતી. કેપ્ટન તરીકે મળેલી પહેલી જ તકમાં તેણે શાનદાર નિર્ણયશક્તિનો પરિચય આપ્યો અને તેનો પ્રથમ DRS નિર્ણય પણ સાચો સાબિત થયો.વૈભવની આ સિદ્ધિ એટલા માટે પણ ખાસ છે કે તે હજુ માત્ર 15 વર્ષનો છે અને સિનિયર ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં તેનો અનુભવ પણ મર્યાદિત છે. તેમ છતાં, દબાણભરી પરિસ્થિતિમાં ટીમનું નેતૃત્વ કરવું અને મહત્વપૂર્ણ…

Central કર્મચારીઓના બોનસમાં 3 ગણો વધારો થશે? Golden Gift

Central કર્મચારીઓના બોનસમાં 3 ગણો વધારો થશે? ₹21,000ની બેઝ લિમિટની માંગથી દિવાળી પહેલાં ચર્ચા તેજ નવી દિલ્હી: Central કર્મચારીઓના બોનસને લઈને મહત્વપૂર્ણ ચર્ચા શરૂ થઈ છે. Central શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા 25 ઓગસ્ટ 2026ના રોજ નવા વેજ કોડ હેઠળ બોનસ સંબંધિત નિયમોને લઈને નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યા બાદ કર્મચારી સંગઠનો તરફથી બોનસની ગણતરી માટેની મર્યાદા વધારવાની માંગ કરવામાં આવી છે. ખાસ કરીને Bonus Payable Ceiling ₹7,000થી વધારીને ₹21,000 કરવાની માંગને કારણે આગામી દશેરા અને દિવાળી પહેલાં કર્મચારીઓમાં ચર્ચા તેજ બની છે. જો સરકાર કર્મચારી સંગઠનોની આ માંગ સ્વીકારીને સત્તાવાર આદેશ જાહેર કરે, તો બોનસની ગણતરી માટેની મર્યાદામાં મોટો ફેરફાર થઈ શકે છે. જોકે, મહત્વની બાબત એ છે કે ₹21,000ના આધારે ત્રણ ગણો બોનસ મળવાની વાત…