ગંગા સ્વરૂપા આર્થિક સહાય’યોજનાના લાભાર્થીઓને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક દ્વારા ઘરબેઠાં સહાય મળશે

રાજ્ય સરકાર દ્વારા વિધવા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા હેતુ અમલી ‘ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના’ હેઠળ હવે સહાયની રકમ સીધી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB) ના ખાતામાં જમા કરવામાં આવશે. આ નવી વ્યવસ્થાથી લાભાર્થીઓને આધાર આધારિત ડી.બી.ટી (DBT) દ્વારા નાણાં સીધા ખાતામાં જમા થશે. પોસ્ટમેન દ્વારા ઘરબેઠાં જ આ રોકડ ઉપાડવાની સુવિધા પણ પ્રાપ્ત થશે. આ સુવિધાથી ગંગા સ્વરૂપા બહેનોને આર્થિક વ્યવહારોમાં વધુ સરળતા અને સુરક્ષા પ્રાપ્ત થશે.

પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે વધુ વિગતો આપતા કહ્યું કે, ઉત્તર ગુજરાતમાં આશરે 1.47 લાખથી વધુ લાભાર્થીઓ હાલ પોસ્ટ ઓફિસના ખાતાઓ દ્વારા આર્થિક સહાય મેળવી રહ્યા છે. આ તમામ લાભાર્થીઓને આધુનિક બેંકિંગ સુવિધા સાથે જોડવા માટે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લાઓમાં તા. 14 થી 20 ફેબ્રુઆરી,2026 સુધી વિશેષ અભિયાન ચલાવીને નવા IPPB ખાતાઓ ખોલવામાં આવશે.

યાદવે વધુમાં જણાવ્યું કે, આ IPPB ખાતું શૂન્ય બેલેન્સથી ખોલી શકાશે. પોસ્ટમેન કે ગ્રામીણ ડાક સેવક વિનંતી પર ઘરે આવીને ખાતું પણ ખોલી આપશે અને નાણાં પણ ચૂકવશે. લાભાર્થીઓએ પૈસા ઉપાડવા માટે બેંક કે પોસ્ટ ઓફિસ જવાની જરૂર રહેશે નહી. જે લાભાર્થીઓ પાસે પહેલેથી IPPB ખાતું છે, તેમણે માત્ર આધાર સીડિંગ કરાવવાનું રહેશે. IPPB ખાતું પહેલેથી જ ઉપલબ્ધ પોસ્ટ ઓફીસ બચત ખાતા સાથે લીંક કરી શકાશે, જેથી પોસ્ટ ઓફીસ બચત ખાતા અને IPPB બન્નેના લાભ એક સાથે મેળવી શકાય. આ ખાતું ખોલાવવા માટે આધાર કાર્ડ, આધાર સાથે લિંક થયેલ મોબાઈલ નંબર અને જૂના બચત ખાતાની પાસબુક અનિવાર્ય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરમાં અંદાજે 18,155 લાભાર્થીઓ પોસ્ટ ઓફીસ ખાતા મારફતે આ સેવાનો લાભ લઈ રહ્યા છે. જો કોઈ લાભાર્થીને ખાતું ખોલવામાં મુશ્કેલી જણાય, તો તેઓ નજીકની પોસ્ટ ઓફીસનો અથવા હેલ્પલાઇન નંબર 9218302143, 9978675753, 9218302132 પર સંપર્ક કરી શકે છે.

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

 

 

 

Related Posts

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, Protected Sanctuary Shield 2026

Mecca પર હુમલાના એલર્ટથી સાઉદીમાં ખળભળાટ: હુથી ડ્રોનને હવાઈ સંરક્ષણએ તોડી પાડ્યાનો દાવો, રાતા સમુદ્રમાં વધતા તણાવથી તેલ સપ્લાય પર ચિંતા Mecca રિયાધ, 16 સપ્ટેમ્બર 2026: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા વધતા સૈન્ય તણાવ વચ્ચે સાઉદી અરેબિયામાં Meccaસહિતના વિસ્તારોમાં સુરક્ષા એલર્ટથી ખળભળાટ મચ્યો છે. સાઉદી સત્તાવાળાઓના જણાવ્યા મુજબ મક્કા તરફ આગળ વધી રહેલા એક ડ્રોનને હવાઈ સંરક્ષણ તંત્રએ શહેરની પ્રતિબંધિત હવાઈ સીમામાં પ્રવેશ કરે તે પહેલાં જ અટકાવીને નષ્ટ કરી દીધો હતો. સાઉદી આગેવાની હેઠળના ગઠબંધને આ ડ્રોનને હુથીઓ સાથે જોડ્યું છે. જોકે, હુથીઓએ Meccaને નિશાન બનાવ્યાનો આરોપ નકારી કાઢ્યો છે. આ ઘટનાને પગલેMecca, જેદ્દાહ અને તાઇફ સહિતના વિસ્તારોમાં ટૂંકા સમય માટે સુરક્ષા ચેતવણી આપવામાં આવી હતી. મક્કા માટે આવું હવાઈ જોખમ એલર્ટ તાજેતરના સંઘર્ષ દરમિયાન પહેલીવાર…

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; Vibrant Civic Polls

Gandhinagar મનપા અને ઓખા-થરા નગરપાલિકાની ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન, 13મીએ મતગણતરી; આજથી આચારસંહિતા લાગુ Gandhinagar, 16 સપ્ટેમ્બર 2026: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. Gandhinagar મહાનગરપાલિકા (GMC) તેમજ ઓખા અને થરા નગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 11 ઓક્ટોબર 2026ના રોજ મતદાન યોજાશે, જ્યારે 13 ઓક્ટોબરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં જ સંબંધિત વિસ્તારોમાં આચારસંહિતા અમલમાં આવી ગઈ છે.Gandhinagar મહાનગરપાલિકાની ચૂંટણીમાં કુલ 11 વોર્ડની 44 બેઠકો માટે મતદાન થવાનું છે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ Gandhinagar સહિત સંબંધિત નગરપાલિકા વિસ્તારોમાં ચૂંટણીલક્ષી કામગીરીમાં તેજી આવશે. ઉમેદવારોની પસંદગી, પક્ષોની આંતરિક બેઠકો, ચૂંટણી પ્રચારનું આયોજન અને વોર્ડવાર સ્થાનિક મુદ્દાઓને લઈને રાજકીય પક્ષો સક્રિય થશે. -> 11 ઓક્ટોબરે…