બાંગ્લાદેશના નવા ચૂંટાયેલા વડા પ્રધાન તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા ભારતનું પ્રતિનિધિત્વ કરશે. સૂત્રોએ જણાવ્યું છે કે વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રી તેમની સાથે બાંગ્લાદેશ જશે. અગાઉ એવી અટકળો ચાલી રહી હતી કે પીએમ મોદી બીએનપી અધ્યક્ષના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે પડોશી દેશની મુલાકાત લઈ શકે છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાંગ્લાદેશના નવા ચૂંટાયેલા પ્રધાનમંત્રી તારિક રહેમાનના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે નહીં. ભારત લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાને બાંગ્લાદેશ મોકલી રહ્યું છે. તેમની સાથે વિદેશ સચિવ વિક્રમ મિસરી પણ હશે. આ સમારોહ 17 ફેબ્રુઆરીએ ઢાકામાં રાષ્ટ્રીય સંસદ ભવનના દક્ષિણ પ્લાઝા ખાતે યોજાશે. જોકે, ભારતમાં એઆઈ ઇમ્પેક્ટ સમિટ સહિત અન્ય આયોજિત કાર્યક્રમોમાં વ્યસ્ત સમયપત્રક અને ઘણા દેશોના મહાનુભાવોના આગમનને કારણે, પીએમ મોદી બાંગ્લાદેશની મુલાકાત લઈ શકશે નહીં.
તારિક રહેમાન લેશે વડાપ્રધાન પદના શપથ
તાજેતરમાં યોજાયેલી 13મી રાષ્ટ્રીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP) એ પ્રચંડ વિજય મેળવ્યો હતો. ત્યારબાદ, તારિક રહેમાનના નેતૃત્વ હેઠળની નવી BNP સરકાર મંગળવાર,17 ફેબ્રુઆરીના રોજ શપથ લેશે. અહેવાલો સૂચવે છે કે તારિક રહેમાનના મંત્રીમંડળમાં 32 થી 42 સભ્યો હોઈ શકે છે, જેમાં અનુભવી અને યુવા બંને નેતાઓને સ્થાન મળવાની અપેક્ષા છે.
Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram: bindia.in







