ગાંધીનગરઃ તિરુવનંતપુરમમાં ભાજપના વિજય બાદ કેરળના પ્રતિનિધિઓ ગુજરાત અભ્યાસ પ્રવાસે

તિરુવનંતપુરમ મહાનગરપાલિકામાં ભાજપના ભવ્ય વિજય બાદ કેરળના નવનિર્વાચિત પ્રતિનિધિઓ હાલમાં ગુજરાતના અભ્યાસ પ્રવાસે આવ્યા છે. ‘વિકસિત કેરળ માટે ભાજપ’ અભિયાન અંતર્ગત ગુજરાત પહોંચેલા આ પ્રતિનિધિમંડળે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી અને વિકાસ મુદ્દાઓ પર સંવાદ સાધ્યો.

આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતે શહેરી વિકાસને એક તક તરીકે અપનાવી સર્વાંગી પ્રગતિના નવા આયામો સર કર્યા છે. સુવ્યવસ્થિત શહેર આયોજન, આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકો કેન્દ્રિત શાસન ગુજરાતના વિકાસ મોડેલના મુખ્ય આધારસ્તંભો છે.

મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતનું ડેવલપમેન્ટ મોડેલ કેરળના લોકપ્રતિનિધિઓને પોતાના વિસ્તારમાં વિકાસકાર્યો આગળ વધારવા માટે નવી ઉર્જા અને પ્રેરણા પૂરી પાડશે. તેમણે ઉમેર્યું કે આ અભ્યાસ પ્રવાસ ‘વિકસિત કેરળ’ના નિર્માણમાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

કેરળના પ્રતિનિધિઓએ પણ ગુજરાતમાં અમલમાં મુકાયેલા વિવિધ શહેરી વિકાસ પ્રોજેક્ટ્સ અંગે રસ દર્શાવ્યો અને પોતાના રાજ્યમાં યોગ્ય મોડેલ અપનાવવાની ઇચ્છા વ્યક્ત કરી.

 

Follow us On Social Media
YouTube : https://www.youtube.com/@BIndiaDigital
Website : https://bindia.co/
TWITTER : https://x.com/bindia276
FOLLOW ON WHATSAPP  https://whatsapp.com/channel/0029Va4rXSZ5q08d1AuVRO2I
Instagram:  bindia.in 

Related Posts

ભાજપના 46મા સ્થાપના દિવસની ગાંધીનગરમાં ભવ્ય ઉજવણી, ‘કમલમ’ ખાતે કેસરીયો માહોલ, કાર્યકરોની ભીડ

ગાંધીનગર:  ગાંધીનગર ખાતે આવેલા કમલમ કાર્યાલય માં ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસની નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.  કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ…

ભાજપ સ્થાપના દિવસ: 47માં સ્થાપના દિવસે અમિત શાહનો સંદેશ – ‘દરેક કાર્યકર દેશસેવામાં સમર્પિત’

આજે ભારતીય જનતા પાર્ટી પોતાનો 47મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. પાર્ટીની સ્થાપના 6 એપ્રિલ, 1980ના રોજ થઈ હતી, જ્યારે તેની વિચારધારાનું મૂળ 1951માં શ્યામા પ્રસાદ મુખર્જી દ્વારા સ્થાપિત જનસંઘમાં…